તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Truck Carrying Laborers Overturned Near Jalgaon; Death Of 16; It Also Involves Children And Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત:જલગાંવની પાસે મજૂરોને લઈ જઈ રહેલી ટ્રક ઊંધી પડી; 16નાં મોત; તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ

જલગાંવ11 દિવસ પહેલા

મહારાષ્ટ્રમાં જલગાંવમાં રવિવારે રાતે એક મોટો અકસ્માત થયો છે. અહીં કિંગામની પાસે એક ટ્રક ઊંધી વળી ગઈ હતી. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ટ્રકમાં પપૈયાં ભર્યાં હતાં અને 21 મજૂર પણ એમાં બેઠા હતા. અકસ્માતમાં 16નાં મૃત્યુ થયાં છે, જ્યારે 5 ઘાયલ થયા છે. ટ્રકમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં.

પોલીસના જણાવ્યા મુજબ, કિંગામની પાસે અંકલેશ્વર-બુરહાનપુર સ્ટેટ હાઈવે પર દુર્ઘટના થઈ છે. ટ્રકનો સ્ટીયરિંગનો રોડ તૂટી ગયો છે. એ પછી ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ટ્રક ઊંધી વળી ગઈ હોવાની માહિતી મળ્યા પછી પોલીસ દુર્ઘટનાસ્થળે પહોંચી અને ટ્રકને ક્રેન દ્વારા સીધી કરી હતી. ત્યાર સુધીમાં ઘણા મજૂરોનાં મોત થયાં હતાં.

16 મૃતકોમાં 15ની ઓળખ થઈ
દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં 16માંથી 15 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમાં શેર હુસૈન શેખ(30), સરફરાજ કસમ તંણાવી(32), નરેન્દ્ર વમન બાગ(25), દિગંબર માધવ(55), દિલદાર હુસૈન તંણાવી(20), સંદીપ યુવરાજ ભારેરાવ(27), અશોક જગન(40), દુબરાઈ સંદીપ ભારેરાવ(40), ગણેશ રમેશ મોરે(5), શારદા રમેશ મોરે(15), સાગર અશોક બાગ(3), સંગીત અશોક બાગ(35), સમનબાઈ ઈંગલે(24), કામાબાઈ રમેશ મોરે(45) અને સબનુર હુસૈન તંડાવી(53) સામેલ છે.

રવિવારે જ આંધ્રના કુર્નૂલમાં દુર્ઘટના, 14નાં મૃત્યુ
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં પણ રવિવારે સવારે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં હતાં. ર્નૂલથી 25 કિલોમીટર દૂર વેલદુરી મંડળના મદારપુર ગામની પાસે સવારે સાડા 3થી 4 વાગ્યાની આસપાસ દુર્ઘટના ઘટી હતી. મૃત્યુ પામનારાઓમાં 8 મહિલા અને એક બાળક પણ સામેલ છે. બસ ચિતૂર જિલ્લામાંથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો