• Gujarati News
  • National
  • A Panel Of 5 Doctors Began Postmortem Of The Terrestrial Body; All Schools Up To Std. 12 Closed In Prayagraj Today

મહંત નરેન્દ્રગિરિ મહાસમાધિમાં લીન:પાર્થિવ દેહને સંગમમાં સ્નાન પછી મઠમાં આપવામાં આવી ભૂ-સમાધિ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીની વાત સામે આવી

પ્રયાગરાજએક મહિનો પહેલા
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટની એક કોપી મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે
  • આનંદગિરિ, આદ્યા તિવારીને આજે કોર્ટમાં રજૂ કરાશે

મહંત નરેન્દ્રગિરિને બાધંમરી મઠમાં ભૂ-સમાધિ આપવામાં આવી છે. તેની સાથે જ મહંત બહ્મમાં લીન થઈ ગયા છે. અંતિમ પ્રક્રિયા નરેન્દ્રગિરિની સુસાઈડ નોટમાં જાહેર ઉત્તરાધિકારી બલવીરે સંપન્ન કરાવી. તે પહેલા તેમના પાર્થિવ શરીરનું સ્વરૂપ રાની નહેરુ હોસ્પિટલમાં 5 ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીએમને બંધ કવરમાં સોંપવામાં આવશે. શરૂઆતના રિપોર્ટમાં ફાંસી ખાવાની વાત પ્રકાશમાં આવી છે.

મહંત નરેન્દ્રગિરિને બાધંમરી મઠમાં ભૂ-સમાધિ આપવામાં આવી છે. તેની સાથે જ મહંત બહ્મમાં લીન થઈ ગયા છે. અંતિમ પ્રક્રિયા નરેન્દ્રગિરિની સુસાઈડ નોટમાં જાહેર ઉત્તરાધિકારી બલવીરે સંપન્ન કરાવી. તે પહેલા તેમના પાર્થિવ શરીરનું સ્વરૂપ રાની નહેરુ હોસ્પિટલમાં 5 ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીએમને બંધ કવરમાં સોંપવામાં આવશે. શરૂઆતના રિપોર્ટમાં ફાંસી ખાવાની વાત પ્રકાશમાં આવી છે.

પોસ્ટમોર્ટમ પછી મહંતના પાર્થિવ દેહને પ્રયાગરાજ શહેરમાં ફરતા સંગમ પર ગંગામાં સ્નાન કરાવવામાં આવ્યું. પછીથી દેહન લેટે હનુમાન મંદિર લઈ જવામાં આવ્યો. આ મંદિરના નરેન્દ્રગિરી મહંત હતા. રોજ એક વખત મઠમાંથી મંદિરમાં દર્શન માટે જતા હતા. તે પછી બાધંબરી મઠમાં જ મહંતને ભૂ-સમાધિ દેવાની પ્રક્રિયાનું અંતિમ ચરણ શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને શિવનો ઉદઘોષ કરવામાં આવ્યો હતો. ફુલની સાથે માટી નાંખવામાં આવી. આ દરમિયાન 13 અખાડાના સાધુ-સંત હાજર રહ્યાં હતા. અંતે શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ.

અંતિમક્રિયામાં એક ક્વિન્ટલ ફૂલ, એક ક્વિન્ટલ દૂધ, એક ક્વિન્ટલ પંચ મેવા, માખણ સહિત 16 ચીજો સમાધીમાં નાંખવામાં આવી. અંતિમ પ્રક્રિયાને થોડીવાર માટે પડદાથી પણ ઢાકવામાં આવી. મીડિયાને આનાથી દૂર રાખવામાં આવી. સંતોએ આ અંગે કહ્યું કે આ ગોપનીય પ્રક્રિયા હોય છે, આ માટે આમ કરવામાં આવ્યું.

પોસ્ટમોર્ટમ હાઉસની બહાર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ હાઉસની બહાર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

અપડેટ્સ...

  • અખાડા પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી હરિગિરિના જણાવ્યા અનુસાર મહંત નરેન્દ્રગિરિના બહ્મલીન થવા પર અખાડામાં 7 દિવસીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
  • ચાર વર્ષમાં યુપીમાં 24 સાધુઓની હત્યા અથવા શંકાસ્પદ મૃત્યુ થયું છે.
  • મહંત નરેન્દ્રગિરિનું પાર્થિવ શરીર પ્રયાગરાજના સંગમમાં પહોંચી ગયું છે. અંતિમ યાત્રામાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મોર્ય પણ હાજર છે. નરેન્દ્ર ગિરિના મૃત્યુની તપાસને લઈને કેશવ મોર્યે કહ્યું કે આ મામલાની તપાસ SIT કરી રહી છે.
  • કેશવે કહ્યું- હું સમજુ છું કે સરકારના જવાબદાર વ્યક્તિ હોવાના કારણે આપણે આ અંગે કોઈ પણ નિવેદન ન આપવું જોઈએ. જેથી કોઈ પણ વ્યક્તિને તપાસને લઈને કોઈ પણ પ્રકારનું દબાણ અનુભવાય.
  • શરૂઆતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીએ લટકાઈ જવાની વાત પ્રકાશમાં આવી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે હાલ કોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો નથી. આ સિવાય કોઈ અધિકારિક નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
  • ગઈકાલ સુધી ગાદીના ઉતરાધિકારી હોવાનું કહી રહેલા બલબીરે હવે પોતાનું નિવેદન ફેરવી નાંખ્યું છે. હવે તેમનું કહેવું છે કે ઉત્તરાધિકારી કોણ હશે, તે નિર્ણય પંચપરમેશ્વર લેશે. આ પહેલા બલબીર કહી રહ્યાં હતા કે સુસાઈડ લેટરમાં ગુરજી નરેન્દ્રગિરિના જ રાઈટિંગ છે. હવે કહી રહ્યાં છે કે તેમના રાઈટિંગને ઓળખતો નથી.
  • નિરજની અખડાના મહામંડલેશ્વર કૈલાશાનંદજી મહારાજ, આચાર્ય બાલકાનંદજી મહારાજ, નિરંજની અખાડાના સચિવ રવિન્દ્રજી મહારાજ વગેરે સાધુ-સંત મઠ પહોંચી ચુક્યા છે.
  • રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતી બાધંબરી મઠ પહોંચી ચુક્યા છે. સાધ્વી નિરંજન જ્યોતિ પણ પહોંચી છે.
  • સમાધિ સ્થળ પર ખોદકામ ચાલુ છે. અંતિમ યાત્રા માટે 100 ક્વિન્ટલ ફૂલ મંગાવવામાં આવ્યા છે.
  • ધરપકડ કરવામાં આવેલા આનંદ ગિરી, આદ્યા તિવારીને આજે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ રિમાન્ડ માટે અરજી પણ દાખલ કરશે.
પ્રયાગરાજ સ્થિત બાધંબરી ગાદી મઠમાં મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી હતી.
પ્રયાગરાજ સ્થિત બાધંબરી ગાદી મઠમાં મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી હતી.

લીંબુના ઝાડની નીચે સમાધિ સ્થાન બનાવવાની ઈચ્છા હતી
મહંત નરેન્દ્રગિરિની અંતિમ ઈચ્છ એવી હતી કે તેમની સમાધિ બાધંબરી મઠમાં લીંબુના ઝાડની પાસે બને. આ વાત તેમણે સુસાઈડ નોટમાં પણ લખી છે. મહંત નરેન્દ્રગિરિનું 20 સપ્ટેમ્બરે મઠના રૂમમાં ફાંદામાં લટકેલું શબ મળ્યું હતું. શબની પાસે જ ઘણાં બધાં પાનાંની સુસાઈડ નોટ મળી હતી.

સુરક્ષા વ્યવસ્થા માટે 2 એડિશનલ SP, 4 CO, 2 કંપની PAC અને 400 દરોગા-સિપાહીની ડ્યૂટી લગાવવામાં આવી છે. આ સિવાય મોનિટરિંગ માટે DIG/SSP, IG રેન્જ અને ADG ઝોન પોતે હાજર રહેશે.

મહંત નરેન્દ્રગિરિ 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, પરંતુ હિંમત એકત્રિત ન કરી શક્યા. આ વાતને ઉલ્લેખ તેમણે પોતાની સુસાઈડ નોટમાં પણ કર્યો છે.
મહંત નરેન્દ્રગિરિ 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, પરંતુ હિંમત એકત્રિત ન કરી શક્યા. આ વાતને ઉલ્લેખ તેમણે પોતાની સુસાઈડ નોટમાં પણ કર્યો છે.

મૃત્યુનું રહસ્ય અંકબંધ
મહંત નરેન્દ્રગિરિના મૃત્યુનું કોકડું હાલ ગૂંચવાયેલું છે. સૂતેલા હનુમાન મંદિરના વ્યવસ્થાપક અમરગિરિ પવન મહારાજ તરફથી સ્વામી આનંદગિરિની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધાવામાં આવ્યો છે. આ મામલામાં સ્વામી આનંદગિરિ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ SITને સોંપવામાં આવી છે. 18 સભ્યની SITનું નેતૃત્વ CO અજિત સિંહ ચૌહાણ કરી રહ્યા છે.

પોલીસ સ્વામી આનંદગિરિની પ્રયાગરાજ પોલીસ લાઈન્સમાં પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મામલાની વિગતે તપાસ કરવામાં આવી રહી છે, સાથે જે તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મહંતના મૃત્યુનુ કારણ સ્પષ્ટ થઈ શકશે.

મંગળવારે મહંતનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે બાધંબરી મઠમાં રાખવામાં આવ્યો હતો.
મંગળવારે મહંતનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે બાધંબરી મઠમાં રાખવામાં આવ્યો હતો.

2012થી મહંત પર હાવી હતો આનંદ
મહંતના મૃત્યુનું પ્રકરણ હાઈપ્રોફાઈલ હોવાના કારણે સોમવાર સાંજથી મોડી રાત સુધી પ્રયાગરાજ પોલીસના કોઈ અધિકારી ખૂલીને કઈ જ કહેવા તૈયાર નહોતા. જોકે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અત્યારસુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે મહંત નરેન્દ્રગિરીના શિષ્ય આનંદગિરિ તેમની પર 2012થી હાવી થઈ ગયા હતા. તેની પાછળ તેમના ચાલચરિત્ર અને સંપત્તિઓ સાથે જોડાયેલો વિવાદ મુખ્ય કારણ હતું.

આજે બપોર પછી મહંતને મઠના બગીચામાં ભૂ-સમાધિ અપાશે.
આજે બપોર પછી મહંતને મઠના બગીચામાં ભૂ-સમાધિ અપાશે.

ધમકી આપતો હતો આનંદગિરિ
આનંદગિરિ તેમને ડરાવાતો હતો કે જો તે તેમનો ઉત્તરાધિકારી ન બની શક્યો તો તેમના ચાલ-ચરિત્ર સંબંધી વીડિયો બહાર લાવી દેશે. તેની ધમકીઓથી ડરેલા મહંતને કોઈ બીજો વિકલ્પ ન મળ્યો તો તેમણે આત્મહત્યા કરી હતી.

બીજાને સમજણ આપનારા ક્યારેય આત્મહત્યા ન કરી શકે
પ્રતાપગઢના માન્ધાતાના પનિયારી ગામના નિવાસી મહંત નરેન્દ્રગિરિની બહેન ઉર્મિલા સિંહ અને તેમના પતિ ભાગીરથી સિંહ, અન્ય સંબંધીઓએ બાધંબરી મઠ પહોંચીને તેમનાં દર્શન કર્યાં. ઉર્મિલા સિંહે જણાવ્યું હતું કે તેમના ભાઈ નરેન્દ્રગિરિના સંન્યાસ લીધા પછી તેમની ક્યારેય તેમની સાથે મુલાકાત થઈ નથી. ભાગીરથી સિંહે કહ્યું હતું કે મહંત નરેન્દ્રગિરિ બીજાને સમજણ આપતા હતા, તેઓ ક્યારેય આત્મહત્યા ન કરે.

અન્ય સમાચારો પણ છે...