• Gujarati News
  • National
  • Mahant Narendra Giri, Chairman Of Akhara Parishad, Dies, Body Found In Suspicious Circumstances

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત ગિરિની હત્યા કે આત્મહત્યા?:મઠમાં ફાંસી પર લટકેલી સ્થિતિમાં મળ્યો મૃતદેહ; શિષ્ય આનંદની હરિદ્વારથી અને સુતા હનુમાન મંદિરના પૂજારી અને તેમના પુત્રની પ્રયાગરાજથી ધરપકડ

એક મહિનો પહેલા
અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિ

પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની સંદિગ્ધ સ્થિતિમાં મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તેમનો મૃતદેહ અલ્લાપુરમાં બાઘંબરી ગાદી મઠના રૂમમાં ફાંસીના માંચડા લટકતો મળ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ પછી ઘટનાનું કારણ સ્પષ્ટ થશે. IG રેન્જ કેપી સિંહે જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ આ ફાંસી લગાવીને આત્મહત્યા હોવાનું લાગી રહ્યું છે. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.

ADG કાયદા વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું કે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ મુજબ નરેન્દ્રગિરિએ જે રૂમમાં સુસાઈડ કર્યું છે, તે દરવાજો બંધ હતો. અનુયાયિઓની સુચના પર દરવાજો તોડીને નરેન્દ્રગિરિનો મૃતદેહ કાઢવામાં આવ્યો. ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી છે.

શિષ્ય આનંદ ગિરિની ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરી છે. સુસાઈડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરિ અને બે અન્ય લોકો પર આરોપ લગાવ્યો હતો જે બાદ ઉત્તરાખંડ પોલીસે આનંદ ગિરિની હરિદ્વારથી ધરપકડ કરી છે. આ સાથે જ હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા પ્રસાદ તિવાર અને તેમના પુત્ર સંદીપ તિવારીની પણ સામેલ છે. આ બંનેનું નામ સસાઈડ નોટમાં છે. તેઓને પ્રયાગરાજથી પકડવામાં આવ્યા છે.

સુસાઈડ નોટ વસિયતનામાની જેમ લખ્યું છે
IG રેન્જ કેપી સિંહે જણાવ્યું કે ઘટનાસ્થળેથી 7 પેજની સુસાઈટ નોટ મળી છે. જેમાં મહંત નરેન્દ્ર ગિરિએ વસિયતનામાની જેમ લખ્યું છે, જેમાં શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. નરેન્દ્ર ગિરિએ પોતાની સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે કયા શિષ્યને શું આપવાનું છે? સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે તેઓ પોતાના કેટલાંક શિષ્યોના વ્યવહારથી ઘણાં જ દુઃખી છે તેથી તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે. પહેલી નજરમાં આ સુસાઈડ જ હોવાનું ધ્યાનમાં આવે છે.

પોલીસે મઠ કબજામાં લીધો
હાલ મઠને પોલીસે પોતાના કબજામાં લીધો છે. મઠના રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જિલ્લાધિકારી સંજય ખત્રી આઈજી કેપી સિંહ, ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી પહોંચી ગયા છે.

મઠમાં મોટી સંખ્યામાં ભક્ત પહોંચ્યા
હાલ મઠને પોલીસે પોતાના હસ્તગત લીધો છે. મઠના રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. જિલ્લાધિકારી સંજય ખત્રી, આઈજી કેપી સિંહ, ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી પહોંચી ગયા છે.

મઠમાં મોટી સંખ્યામાં પહોંચ્યા ભક્તો
મઠમાં મોટી સંખ્યામાં ભક્ત અને શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. અનુયાયી અને શ્રદ્ધાળુઓ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે તેઓએ આત્મહત્યા કેમ કરી? વડાપ્રધાન મોદી, CM યોગી, ડેપ્યુટી CM કેશવ મોર્ય સહિતના લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

બાઘંબરી ગાદી મઠની બહારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા
બાઘંબરી ગાદી મઠની બહારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

મહંતના નિધન પર શોક સંદેશ
PMએ કહ્યું- શ્રી નરેન્દ્રગિરિજીનું દેહાવસાન અત્યંત દુખદ

વડાપ્રધાન મોદીએ કહ્યું- અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી નરેન્દ્રગિરિજીનું દેહાવસાન અત્યંતુ દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહેતા તેઓએ સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવી છે. પ્રભુ તેમના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

આધ્યાત્મિક જગતની સૌથી મોટી ક્ષતિઃ યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિજીનું બ્રહ્મલીન થવું આધ્યાત્મિક જગતની કદી પૂરી ન શકાય તેવી ખોટ છે. પ્રભુ રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રી ચરણો સ્થાન આપે અને શાકાકુલ અનુયાયિઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ

નરેન્દ્રગિરિજીનું નિધન કદી પૂરી ન શકાય તેવી ખોટઃ અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શોક વ્યક્ત કરતાં ટ્વીટ કરી કહ્યું કે અખિલ ભારતીય અખાડા પરષિદના અધ્યક્ષ પૂજ્ય નરેન્દ્રગિરિજીનું નિધન કદી પૂરી ન શકાય તેવી ખોટ ગણી શકાય. ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે, તેમના અનુયાયિઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

શિવરાજ ચૌહાણે કહ્યું- તેમનું યોગદાન હંમેશા યાદ કરાશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરતાં લખ્યું કે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય સંત મહંત નરેન્દ્રગિરિજી દેવલોક ગમનના દુઃખદ સમાચાર મળ્યા. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સ્વામીજી દ્વારા સમાજના કલ્યાણમાં આપવામાં આવેલા યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. ઈશ્વર તેમની આત્માને પોતાના શ્રીજીચરણોમાં સ્થાન આપે.

સ્તબ્ધ છું, નિઃશબ્દ છું: કેશવ મોર્ય
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું- મને વિશ્વાસ નથી થતો કે પૂજ્ય મહંત નરેન્દ્રગિરિજી મહારાજે આત્મહત્યા કરી હશે. સ્તબ્ધ છું, નિઃશબ્દ છું. હું નાનપણથી તેમને ઓળખતો હતો, સાહસની પ્રતિમૂર્તિ હતા. મેં કાલે જ સવારે 19 સપ્ટેમ્બરે તેમના આશીર્વાદ લીધા હતા. તે સમયે તેઓ ઘણાં જ સ્વસ્થ અને સામાન્ય હતા, ત્યારે આ સમાચાર ઘણાં જ દુઃખદ અને અસહનીય છે.

પૂજ્ય મહારાજજીએ દેશ, ધર્મ,સંસ્કૃતિ માટે જે યોગદાન આપ્યું છે તેને ભૂલી ન શકાય. અશ્રુપૂર્ણ વિનમ્ર શ્રદ્ધાંલજિ અર્પિત કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છે કે તમામ ભક્તો તેમજ શિષ્યોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાન પુણ્યાત્માને ચરણોમાં સ્થાન આપે.

કાલે જ ડેપ્યુટી CM કેશવ મોર્યએ આશીર્વાદ લીધા હતા
એક દિવસ પહેલાં જ ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મોર્ય પ્રયાગરાજમાં હતા. ત્યારે તેઓએ મંદિરે જઈને મહંત નરેન્દ્રગિરિના આશીર્વાદ લીધા હતા. ગત દિવસોમાં પ્રયાગરાજ આવેલા ડીજીપી મુકુલ ગોયલ પણ સુતા હનુમાનજીના મંદિરમાં દર્શન-પૂજા કરવા ગયા હતા.

મહંત નરેન્દ્રગિરિ છેલ્લાં લગભગ બે દશકાથી સાધુ-સંતો વચ્ચે મહત્વનું સ્થાળ ધરાવે છે. પ્રયાગરાજમાં આવતા મોટા નેતા હોય કે પોલીસ-પ્રશાસનના અધિકારી તેઓ મહંતના આશીર્વાદ લેવા જરૂર આવે છે સાથે જ સુતા હનુમાનજીના દર્શન પણ કરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બાઘંબરી મઠ જતા હોય છે.

એક દિવસ પહેલાં જ જ્યારે ડેપ્યુટી CM કેશવ મોર્ય તેમને મળવા પહોંચ્યા હતા
એક દિવસ પહેલાં જ જ્યારે ડેપ્યુટી CM કેશવ મોર્ય તેમને મળવા પહોંચ્યા હતા

એક દિવસ પહેલાંનો વીડિયો

ઘણા સમયથી વિવાદોમાં હતાં
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ અને તેમના શિષ્ય આનંદ ગિરિ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ બાદમાં તેમના વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી. ત્યારે હરિદ્વારથી પ્રયાગરાજ પહોંચેલા આનંદ ગીરી પોતાના ગુરુ સ્વામી નરેન્દ્ર ગીરીના પગે પડીને માફી માગી હતી.

આનંદે કહ્યું હતું કે- હું પંચ પરમેશ્વર પાસે મારા કૃત્યો માટે માફી માગી રહ્યો છું. મારા દ્વારા સોશિયલ મીડિયા, સમાચાર પત્રો, ટીવી ચેનલો પર જે પણ નિવેદનો જાહેર કરવામાં આવ્યા તે દરેક હું પાછા લઉ છું. ત્યાર બાદ મહંત ગીરીએ પમ આનંદગીરી પર લગાવેલા આરોપોને પરત લઈ તેમને માફ કર્યા હતાં.

અખાડા પરિષદે હસ્તક્ષેપ કર્યો હતો
અખિલ ભારતીય અખાડા પરિષદે હસ્તક્ષેપ કર્યા બાદ આ વિવાદ પર વિરામ લાગી ગયો હતો. ત્યાર બાદ ગુરુ પુર્ણિમાના દિવસે આનંદ ગિરિ અખાડામાં પોતાના ગુરુની પૂજા કરી શક્યા હતાં. અખાડા અને મઠમાં આનંદ ગિરિના પ્રવેશ પર લગાવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો હતો.

આનંદગિરિએ કરોડો રુપિયાની જમીન વેચવાનો આરોપ લાગ્યો હતો
આનંદ ગિરિએ અખાડાની બહાર ગયા બાદ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમના ગુરુ નરેન્દ્ર ગિરિ સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. સૌથી ગંભીર આરોપ મઠની કરોડો રૂપિયાની જમીન વેચવાનો અને તે રૂપિયાનો દુરુપયોગ કરવાનો હતો.

આનંદે કહ્યું હતું કે તેમના ગુરુ નરેન્દ્રને ઘણા મોટા અને મોંઘા શોખ છે. નરેન્દ્ર ગિરિ આ શોખને આગળ વધારવા માટે મઠના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા હતાં. તેમણે મઠના અનેક સેવકોના પરિવારો પર કરોડો રૂપિયા ખર્ચ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો હતો.

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખી હતી
નરેન્દ્ર ગીરીએ પણ આનંદ ગિરિ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતાં. ત્યાર બાદ આનંદ ગિરિએ પોતાના ગુરુ વિરુદ્ધ મોરચો જ ખોલી દીધો હતો. તેમણે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ પાસે પત્ર લખીને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી અને પોતાના જીવ પર જોખમ ગણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...