તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના શહડોલમાં જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં 14 બાળકનાં મોત થયાં છે, પરંતુ સિસ્ટમમાં હજી બેદરકારી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય કેન્દ્ર પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. ઈમર્જન્સી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાસ્કરે ગામડાંમાં જઈને એ પરિવારની મુલાકાત લીધી હતી, જેમણે પોતાનાં બાળકો ગુમાવ્યાં છે. ત્યારે ખબર પડી કે એ પરિવારની પીડા જાણવા કોઈ ઓફિસર કે નેતા હજી સુધી પહોંચ્યા નથી. આ ગામડામાં ડોક્ટર-નર્સ તો પહેલેથી જ નથી અને અત્યારે આંગણવાડીની ટીમ પણ ગાયબ છે. કલેક્ટર સત્યેન્દ્ર સિંહ પણ ત્યાં નથી પહોંચ્યા.
માતાઓના ખોળા સૂના થયા, સ્વાસ્થ્ય કેન્દ્ર બેદરકાર
કેસ-1: સાબો બસ્તી
ડોક્ટરે પત્નીને એક કલાક પછી જોઈ, રિક્ષાથી લઈ ગયા તો રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ
સાબો વિસ્તારમાં રહેતા લાચાર શમસુદ્દીને પોતાની સામે જ પોતાના બાળકને મરતાં જોયું છે. તેમની પત્ની રહમતૂનને લેબર પેઈન થતાં તેઓ પત્નીને લઈને બુઢાર સીએસસી લઈને ગયા હતા, પરંતુ સ્વાસ્થ્ય વિભાગમાં કોઈ યોજના લોન્ચ કરવાનું શૂટિંગ ચાલતું હતું. એક કલાક સુધી ડોક્ટર રહમતૂનને જોવા જ ના આવ્યાં. બહુ હાથ જોડ્યા ત્યારે પત્નીને લેબર રૂમમાં લીધી, પરંતુ ત્યાં પણ ડોક્ટરની બેદરકારીને કારણે યુટ્રસ ફાટી ગયું. ત્યાં અમને કહી દીધું કે બાળક ઊંધું છે, એટલે તેમને શહડોલ લઈ જાઓ. એમ્બ્યુલન્સ પણ ન મળી, તો હું મારી પત્નીને રિક્ષામાં શહડોલ લઈ ગયો. રસ્તામાં પત્નીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને બાળક અડધું બહાર આવી ગયું. 10 મિનિટ સુધી બાળકની ગરદન ફસાયેલી રહી. જેમ તેમ કરીને 36 કિમી દૂર શહડોલ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંના ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યું.
કેસ-2: બુઢાર
પૌત્રને માત્ર શ્વાસ લેવામાં જ તકલીફ હતી, યોગ્ય સારવાર મળી જાત તો બચી જાત
શહડોલથી 32 કિમી દૂર બુઢારમાં રહેતા પુષ્પરાજના 4 મહિનાના બાળકને ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાળકને બુઢારથી ટ્રાન્સફર કરવામાં આવ્યું. ત્યાંથી 26 નવેમ્બરે શહડોલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. 24 કલાકમાં જ બાળકનું મોત થઈ ગયું. બાળકની દાદી નામવતીએ જણાવ્યું હતું કે પૌત્રને યોગ્ય સારવાર મળત તો તેનો જીવ બચી જાત.
કેસ- 3 સોહાગપુર
રાત્રે 10 વાગે એમ્બ્યુલન્સ બોલાવી, સવારે 4 વાગે બાળક તડપતું રહ્યું
સોહાગપુરના ગામ બોડરીમાં નરેશ કોલની પત્ની રાઝ જણાવે છે કે તેમનો 3 મહિનાનો દીકરો હતો. અચાનક તેને ખૂબ તાવ આવ્યો. રાત્રે 10 વાગે ફોન કરીને જનની એક્સપ્રેસ બોલાવી, પરંતુ એ સવારે 4 વાગે આવી. બાળક આખી રાત તડપતું રહ્યું. મોડી રાત હોવાથી આજુબાજુમાં પણ ક્યાંય સારવાર ન મળી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.