દેશમાં પહેલીવાર મેદસ્વિતાની અસલી તસવીર સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 દરમિયાન આ વખતે કદ-વજનની સાથે કમર-નિતંબનું પ્રમાણ (WHR) પણ માપવામાં આવ્યું. તેમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સૌથી વધુ 88% જમ્મુ-કાશ્મીરની મહિલાઓમાં આ પ્રમાણ બગડેલું સામે આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ મધ્ય પ્રદેશમાં 40% છે. પુરૂષોના મામલામાં ચંદીગઢમાં આ પ્રમાણ ડામાડોળ છે. ત્યાં 67% પુરૂષ જોખમમાં છે. રાજ્યોના હિસાબથી જોઈએ તો સૌથી વધુ દૂબળી મહિલાઓ બિહાર-ઝારખંડ (26%)માં છે. પછી ગુજરાતમાં 25% છે. સૌથી વધુ 46% અને 41% ઓવરવેટ મહિલાઓ દિલ્હી, તમિલનાડુ, પંજાબમાં છે.
સંપત્તિ-મેદસ્વિતામાં કનેક્શન: 10% ધનવાન, ઓછી સંપત્તિવાળી 28% મહિલા દૂબળી
શહેરોમાં 33% મહિલાઓ ઓવરવેટ છે, જ્યારે ગામોમાં 20%.
પ્રમાણ વધુ તો ખતરો વધુ: કમર-કેડના માપના હિસાબથી 57% મહિલા અને 48% પુરૂષ પાંચ પ્રકારની મેટાબોલિક બીમારીઓના જોખમના શિકાર છે. તેમને બ્લડ પ્રેશર, હાઈ શુગર લેવલ, કમર પર વધારાની ચરબી, સારા કોલેસ્ટ્રોલની ઘટનો સામનો કરવો પડી શકે છે.
આ રીતે હાથ ધર્યો સરવે: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 હેઠળ ભારતમાં સ્થૂળતાની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનના નિયત માપદંડો અનુસાર કમરના માપ માટે વિશેષ ગુલિક ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો.
કમરનો વ્યાપ વધવાથી બીજી મુશ્કેલીઓ પણ વધે છે…
શરીરમાં જ્યાં કોઈ પ્રકારનું ઇન્ફ્લેમેશન થાય છે તો પરેશાની વધી જાય છે. પેટની ચરબી કે કમરનો આકાર વધવાથી ઇન્સુલિન રેજિસ્ટેન્સ થાય છે. નુકસાનકારણ હોર્મોન્સ એકત્ર થવા લાગે છે અને લિપિડ પ્રોફાઇલમાં ગડબડ થવા લાગે છે. ગુડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં ફેરવાઈ જવાય છે. આ કારણે બ્લડ પ્રેશર વધે છે, સીધી હૃદય પર અસર પડે છે.> નીરજ નિશ્ચલ, એસોસિએટ પ્રોફેસર, મેડિસિન વિભાગ, એઇમ્સ, દિલ્હી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.