તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંદરે મારી પત્નીની હત્યા કરી!!:મહિલાનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત, પતિએ પોલીસને જણાવ્યું- ઉંદર મારવાની દવા લાવીને માળીયા પર રાખી હતી, ઉંદરે ડબ્બીને ઊંધી વળી, નીચે સુઈ રહેલી પત્નીના મોઢામાં જઈને પડી

ઈન્દોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘરમાં ઉંદર વધુ થઈ ગયા હતા એટલે દવા ખરીદીને લાવ્યો હતો (સિમ્બોલિક ઈમેજ) - Divya Bhaskar
ઘરમાં ઉંદર વધુ થઈ ગયા હતા એટલે દવા ખરીદીને લાવ્યો હતો (સિમ્બોલિક ઈમેજ)

સિમરોલ પોલીસ સ્ટેશનમાં 40 વર્ષની મહિલાની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત નિપજ્યું છે. તેમના પતિની વાત જો માનવામાં આવે તો તેની પત્નીના મોત પાછળ ઉંદરનો હાથ છે. પતિએ પોલીસની સામે માનવામાં ન આવે તેવું કારણ આપ્યું જે ઘણું જ રસપ્રદ પણ છે. પતિએ કહ્યું કે- ઘરમાં ઉંદર વધુ હોવાને કારણે તેને ઉંદર મારવાની દવા રાખી હતી. જે જગ્યાએ પત્ની સુઈ રહી હતી, ત્યાં ઉપર જ દવાઓ રાખી હતી. શક્ય છે કે ઉંદરે દવા નીચે પાડી દીધી અને તે ઝેરીલી દવા પત્નીના મોઢામાં પડી ગઈ. આ કારણે તેને જીવ ગુમાવવો પડ્યો. પોલીસે પતિના નિવેદના આધારે મામલો નોંધી તપાસ શરૂ કરી છે.

સિમરોલ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવાર રાતની છે. પોલીસ કર્મચારી લીલાધરની પત્ની સાવિત્રીનું ઝેરીલો પદાર્થ ખાવાથી મોત નિપજ્યું છે. લીલાધરે પોલીસને જણાવ્યું કે તે તલાઈ નાકા સ્થિત ખેતરમાં મકાન બનાવી રહ્યાં છે. ત્યાં ઉંદરનો ત્રાસ ઘણો જ હોય છે. તેનાથી જ ત્રાસીને તે ઉંદર મારવા માટે ઝેરીલી દવા લાવીને ઘરના માળિયે રાખી દીધી હતી. પત્ની તેની નીચે જ સુતી હતી, જે જગ્યાએ ડબ્બીમાં દવાઓ રાખી હતી. રાત્રે દવા ખાવા પહોંચેલા ઉંદરોએ ડબ્બીને ઊંધી વળી દીધી, જેનાથી આ ઝેરીલી દવાઓ પત્નીના મોઢામાં જતી રહી.

રાત્રે લગભગ 10 વાગ્યે પુત્રએ કોલ કરીને જણાવ્યું કે માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે. ઘરે પહોંચ્યા બાદ જઈને જોયું તો મોઢા અને ગળા પર ઉંદર મારવાની દવાઓ જોવા મળી. ઉલ્ટી કરાવવાના પ્રયાસ કરતા નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા, જે બંધ થઈ ગઈ હતી. સ્થિતિ ન સુધરી તો રાત્રે જ એમવાય હોસ્પિટલ લઈને આવ્યા, જ્યાં ડોકટર્સે તેને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો