તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન સ્ટંટ:સબ ઇન્સ્પેક્ટરને અજય દેવગણની જેમ સ્ટંટ કરવો મોંઘો પડ્યો, હવે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે

મધ્યપ્રદેશ10 મહિનો પહેલા

મધ્ય પ્રદેશના સબ ઇન્સ્પેક્ટર મનોજ યાદવનો એક વીડિયો વાઇરલ થયો છે. તેમાં પોલીસ ઓફિસર અજય દેવગણની જેમ બે ગાડીની વચ્ચે ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા હતા. લોકડાઉનમાં ડ્યુટી પરથી સમય કાઢીને નરસિંહગઢ પોલીસ ચોકીના ઇન્ચાર્જ મનોજ યાદવે આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં દમોહ જિલ્લાના ઓફિસરે કાર્યવાહી કરીને મનોજ યાદવને દંડ ફટકાર્યો છે.

વીડિયોમાં મનોજ યાદવ અજય દેવગણની ફિલ્મ ‘સિંઘમ’ના ટાઇટલ સોન્ગ પર ગોગલ્સ પહેરીને એકસાથે બે ગાડીઓ પર ઊભા રહીને સ્ટંટ કરી રહ્યો હતો. વીડિયો વાઇરલ થયા બાદ તેની ગંભીરતાને ધ્યાનમાં લેતાં આ બાબતે તપાસની માગ કરવામાં આવી. દમોહ જિલ્લાના પોલીસ ઓફિસર હેમંત ચૌહાણે તપાસ હાથ ધરી. મનોજ યાદવને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને ફરીવાર આવું ન કરવા માટે ગંભીર ચેતવણી પણ અપાઈ.

અજય દેવગણનું આ સિગ્નેચર સ્ટેપ તેણે 1991માં આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’માં બે બાઈક પર કર્યું હતું. આ સિવાય રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ’માં બે ગાડી પર આ સ્ટંટ કર્યો હતો. ‘સન ઓફ સરદાર ફિલ્મમાં અજયે બે ઘોડા પર ઊભા રહીને આ સ્ટંટ કર્યો હતો. ઉપરાંત ‘દે દે પ્યાર દે ફિલ્મમાં પણ બે મોટરકાર પર પગ પહોળા કરીને અજય દેવગણે આ સ્ટંટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો