તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સીધીમાં નહેરમાં પડેલી જબલનાથ ટ્રાવેલ્સની બસે જો કદાચ તેનો રૂટ ન બદલ્યો હોત તો લોકોના જીવ ન જાત. છુહિયા ઘાટીથી પસાર થઈને બસ રોજ સતના માટે જતી હતી. મંગળવારે સવારે ટ્રાફિક જામ થવાના કારણે ડ્રાઈવરે બસનો રૂટ બદલીને નહેરનો રસ્તો પકડ્યો અને અકસ્માત થઈ ગયો. સીધી સતનાની વચ્ચે ચાલતી બસ સવારના સમયે મોટાભાગે ખાલી થઈ જાય છે. મંગળવારે રેલવે એનટીપીસીની પરીક્ષા હતી. રીવા અને સતનામાં પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. 32 સીટર બસમાં મોટાભાગે યુવા હતા. તે પરીક્ષા આપવા રીવા અને સતના આવી રહ્યાં હતા.
સીધી બસ અકસ્માતમાં શશાંક સિંહે કરી સતના RTOને સસ્પેન્ડ કરવાની માંગ
પૂર્વ લોકસભા ઉમેદવાર શશાંક સિંહે કહ્યું કે બસની પરમિશન ન હતી છતાં પણ દોડી રહી હતી. આ બેદરકારી સતના RTOની છે. સતના RTOને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ અને રાજ્યમંત્રી રામખેલાવન પટેલ ઘટનાસ્થળે પહોંચી રહ્યાં છે. રીવા જોનઆઈજી ઉમેશ જોગા, ડીઆઈજી અનિલ સિંહ કુશવાહ, એસપી સીધી પંકજ કુમાવત, એસપી રીવા રાકેશ સિંહ સહિત મોટી પ્રમાણમાં પોલીસ ઘટના સ્થળે છે.
નેશનલ હાઈવે-39 સ્થિત છુહિયા ઘાટીમાં જગ્યાએ-જગ્યાએ ખાડા અને પથ્થરો પડ્યા હોવાના કારણે હમેશાં ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. અહીં કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે. આ કારણે જ ડ્રાઈવરે બસને ઝડપથી લઈ જવાના ચક્કરમાં રૂટ બદલી નાંખ્યો. સાત લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ છોકરીઓ અને ચાર છોકરા છે. આ સાત લોકોમાંથી કેટલાકને રીવા અને કેટલાકને સતના મોકલવામાં આવ્યા છે. તેમના પેરેન્ટ્સ બસની અંદર હતા. તેમના શબ કાઢવામાં આવી રહ્યાં છે.
કેબિનેટ સ્થગિત, મૃતકોના પરિવારના સભ્યોને 5-5 લાખનું વળતર આપવાની જાહેરાત
સીધીમાં બસ દુર્ઘટના પછી મધ્યપ્રદેશ સરકારે કેબિનેટે બેઠકને સ્થગિત કરી દીધી છે. જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ અને રાજ્યમંત્રી રામખેલાવન પટેલ ભોપાલથી હેલિકોપ્ટરથી રીવા પહોંચ્યા અને અહીંથી ઘટના સ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારને સરકારે 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.