જૈન મંદિરમાં બાળકને થાંભલા સાથે બાંધીને માર માર્યો:બાળક બૂમો પાડતું રહ્યું...અંકલ બચાવી લો; પૂજારી ચોરીનો આરોપ લગાવી મારતો રહ્યો

19 દિવસ પહેલા

MPમાં સાગરના જૈન મંદિરના પરિસરમાં એક કિશોરને ઢોરમાર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. મંદિરના પૂજારીએ પહેલા તેને ખૂબ માર માર્યો અને પછી થાંભલા સાથે બાંધી દીધો હતો. આ દરમિયાન બાળક બચાઓ-બચાઓની બૂમો પાડતું હતું. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે એમાં પૂજારી તેને દોરડાથી બાંધતા દેખાય છે.

સાગરમાં મોતીનગરમાં નાના કરીલા જૈન મંદિરનો વીડિયો સામે આવ્યા પછી કિશોરના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર પછી શુક્રવારે રાતે આરોપી પૂજારી રાકેશ જૈન સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ, મંદિરના પૂજારીનું કહેવું છે કે છોકરો પૂજાની થાળીમાંથી બદામની ચોરી કરતો હતો.

કિશોર બૂમો પાડતો હતો છતાં પૂજારીએ ના છોડ્યો
VIDEOમાં પૂજારી અને એક અન્ય યુવકને છોકરાને પકડ્યો હોય એવું દેખાય છે. તે રડતાં રડતાં અંકલજી બચાઓ...બચાઓની આજીજી કરતો હતો. રાકેશ જૈન જબરદસ્તી તેને થાંભલા સાથે બાંધતા દેખાય છે. કિશોરનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકોને તેને બચાવવા માટે પણ આવ્યા હતા, પરંતુ પુજારીએ તે બધાને ભગાડી દીધા હતા.

આ વિશે રાકેશ જૈનનું કહેવું છે કે બે બાળક ચોરીની દાનતથી મંદિરના પરિસરમાં આવ્યાં હતાં, જેમાંથી એક ભાગી ગયો અને બીજાને અમે પકડી લીધો. તે પણ ભાગી ના જાય, તેથી તેને દોરડાથી બાંધ્યો હતો. તેણે મંદિરની પૂજાની થાળીમાંથી બદામ લઈને ખિસ્સામાં મૂકી દીધી હતી.

કિશોરે કહ્યું- પૂજારી પકડીને લઈ ગયા
કિશોરે જણાવ્યું- હું મારા મિત્ર સાથે મંદિરમાં ઊભો હતો. પૂજારી અમને પકડીને અંદર લઈ ગયા. તેમણે કહ્યું- કેમ ચોરી કરવા આવ્યા હતા અને પછી મારવાનું શરૂ કરી દીધું હતું. પહેલા લાફો માર્યો અને પછી પેટમાં પણ મુક્કા માર્યા. ત્યાર પછી બહાર લાવીને દોરડાથી બાંધી દીધો હતો. મેં તેમને છોડવા માટે ઘણી આજીજી કરી, પરંતુ તેમણે મારી એક વાત ના સાંભળી.

ગાળો બોલવાનો અને મારવાનો આરોપ
મોતીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી સતીશ સિંહે જણાવ્યું હતું કે નાના કરીલામાં રહેતો 11 વર્ષનો કિશોર તેના મિત્ર સાથે જૈન મંદિર આવ્યો હતો. તે ગેટ પર ઊભો હતો. આ દરમિયાન મંદિરના પૂજારી રાકેશ જૈન આવ્યા અને તેની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. ત્યાર પછી તેમણે મંદિરના પરિસરમાં જ કિશોરને દોરડાથી બાંધી દીધો હતો. પરિવારની ફરિયાદ છે કે તેમણે પહેલા કિશોરને ગાળો આપી, મારઝૂડ કરી અને SC-ST અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...