મધ્યપ્રદેશના આલીરાજપુરમાં એક પિકઅપ વાને 8 વર્ષની બાળકીને કચડી નાખી છે. બાળકીનું મોત ઘટનાસ્થળે જ મોત થયું છે. ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઇવરને ખૂબ માર માર્યો હતો અને પિકઅપ વાનને આગ લગાવી દીધી હતી. ત્યાર પછી ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઈવરને પણ એ સળગતી પિકઅપ વાનમાં નાખી દીધો હતો. ગંભીર રીતે દાઝેલા ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો ડ્રાઈવર સાથે મારઝૂડ કરતા અને વાહનમાં આગ લગાડતા જોવા મળે છે.
ઘરમાં એકલો કમાનારો હતો ડ્રાઈવર
જામલી જોબટના ભાબરામાં રહેતા ડ્રાઈવર મગન સિંહને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેની ગંભીર હાલત જોઈને તેને ગુજરાતના દાહોદ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર મગન સિંહ તેમના પરિવારમાં એકલો જ કમાનારી વ્યક્ત હતી. તેના પરિવારમાં પત્ની, ત્રણ નાનાં બાળકો અને વૃદ્ધ માતા-પિતા છે.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાતે અંદાજે 7-8 વાગે એક પિકઅપ વાને બાળકીને કચડી નાખી હતી. ઘટના પછી ગ્રામીણોએ ડ્રાઈવર સાથે મારઝૂડ કરીને તેના વાહનમાં આગ લગાવી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોને શાંત કર્યા હતા. SDM કિરણ અંજનાએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.