• Gujarati News
  • National
  • Madhya Pradesh Rain Latest News, Hoshangabad Flood Situation Update: Narmada River Water Level Above Danger Mark

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ:હોશંગાબાદમાં પૂરની સ્થિતિ, સેના અને હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યા; આગામી 48 કલાકમાં 24 જિલ્લામાં એલર્ટ

ભોપાલએક વર્ષ પહેલા
  • નર્મદા નદીનું જળ સ્તર નિશાન 964 ફૂટ 4 ફૂટ ઉપર 968.90 પર પહોંચ્યું
  • તવા ડેમના દરેક 13 ગેટ 30-30 ફૂટ ખોલીને પાણી સતત છોડવામાં આવી રહ્યું છે
  • સતત પડી રહેલા વરસાદમાં રાજ્યમાં 251થી 120 ડેમમાં પાણી ક્ષમતાથી 90%થી વધારે

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ઘણી નાજૂક છે. હોશંગાબાદમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેના કારણે અહીં સેના પણ બોલાવવામાં આવી છે. NDRFની બે ટીમ મદદ માટે પહોંચી છે. બીજી બાજુ ભોપાલમાં પણ શુક્રવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી ભોપાલમાં 97.7 મિમી પાણી નોંધાયું છે.

સતત થયેલા વરસાદના કારણે રાજ્યમાં 251માંથી 120 ડેમમાં પાણી ક્ષમતાના 90 ટકા થઈ ગયું છે. આ સંજોગોમાં મોટા ભાગના ડેમના ગેટ ખોલવાથી નીચાણવાળા સ્તર પર પૂરનું જોખમ વધી શકે છે. હોશંગાબાદની વાત કરીએ તો અહીં ભારે વરસાદના કારણે નર્મદાનું જળસ્તર જોખમના નિશાન 964 ફૂટથી 4 ફૂટ ઉપર એટલે 968.90 પર પહોંચી ગયું છે. તવા ડેમના દરેક 13 ગેટને 30-30 ફૂટ ખોલીને 5 લાખ 33 હજાર 823 ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડ છોડવામાં આવી રહ્યું છે.

હાલ વરસાદથી રાહત નથી
હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે છિંદવાડા, વિદિશા, સીહોર, રાજગઢ, શાજાપુર અને આગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ભોપાલ અને ઈન્દોર સહિત 18 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

CM શિવરાજ સિંહ ચૌહાણે હોશંગાબાદ જિલ્લામાં પૂર પ્રભાવિત ક્ષેત્રની સમીક્ષા કરી
CM શિવરાજ સિંહ ચૌહાણે હોશંગાબાદ જિલ્લામાં પૂર પ્રભાવિત ક્ષેત્રની સમીક્ષા કરી

હોશંગાબાદમાં પૂરની સાથે જ સીહોર, રાયસેન, સાગરમાં ભારે વરસાદ અને હવામાન ખરાબ હોવાના કારણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની મુલાકાત રદ કરી હતી સવારે 10 વાગે મુખ્યમંત્રીના ઘરે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે રાજ્યની મુખ્ય નદીઓના જળસ્તરની માહિતી લીધી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, સ્થિતિ પર નજર રાખજો. જ્યાં જેવી જરૂર હોય ત્યાં તેવા પગલાં લેવા.

શિવરાજે કહ્યું કે નર્મદા અને તેની સાથે જોડાયેલી નદીઓનું જળસ્તર વધી ગયું છે. ઘણી નદીઓ જોખમની સપાટી ઉપર વહી રહી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. NDRF અને SDRF એલર્ટ પર છે.

રાજ્યમાં બંધની સ્થિતિ

  • તવા ડેમના દરેક 13 ગેટ ખોલી દેવામાં આવ્યા છે
  • ઈન્દિરા સાગરના 22 ગેટ ખોલી દેવામાં આવ્યા છે
  • ઓંકારેશ્વરમાં 23માંથી 21 ગેટ ખોલવામાં આવ્યા છે
  • રાજઘાટ 18માંથી 14 ગેટ ખોલવામાં આવ્યા છે
  • બરગીના 21માંથી 17 ગેટ ખોલવામાં આવ્યા છે
  • મંડલા, પેંચ ડેમના દરેક ગેટ ખોલી દેવામાં આવ્યા છે
  • ભોપાલમાં ભદભદાના 4 અને કલિયાસોતના 5 ગેટ ખોલવામાં આવ્યા છે
  • ભોપાલના ન્યૂ મિનાલમાં રસ્તા પર ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા છે

ભોપાલમાં ભદભદા ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા
રાજધાની ભોપાલમાં છેલ્લા 24 કલાકમં સતત વરસાદ પડી રહ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં 97.7 મિમી(9.77 સેમી) પાણી ભરાઈ ચુક્યું હતું, જ્યારે ભોપાલ જિલ્લામાં 80.9 મિમી(8.09 સેમી) વરસાદ નોંધાયો હતો. જેના કારણે ભદભદ ડેમ ફુલ થઈ ગયો હતો. તેના સવારે જ 4 ગેટ ખોલવા પડ્યા હતા.

ઓંકારેશ્વરમાં નર્મદા નદી
ઓંકારેશ્વરમાં નર્મદા નદી

ખંડવા, ખરગોન, બડવાની અને ધાર જિલ્લાને રેડ એલર્ટ અપાયું
ઈન્ડિરા સાગર અને ઓંકારેશ્વર બંધના ગેટ ખોલ્યા પછી નર્મદાએ તેનું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. સતત વધી રહેલા જળસ્તરના કારણે ખંડવા, ખરગોન, બડવાની અને ધાર જિલ્લાને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખંડવામાં પ્રશાસન નર્મદાના કાંઠે વસેલા ગામો પર નજર રાખી રહ્યા છે. બન્ને બંધથી લગભગ 10 હજાર ક્યૂસેક પ્રતિ સેકન્ડની ગતિએ પાણી છોડવામાં આવી રહ્યું છે. આનાથી નર્મદાનું જળસ્તર જોખમની સપાટી ઉપર પહોંચી ગયું છે. સાથે જ સરદાર સરોવર બંધના બેક વોટરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો બોટની મદદથી સામાન શિફ્ટ કરી રહ્યા છે.

ઓંકારેશ્વર બંધના 21 ગેટ ખોલી દેવાયા છે
ઓંકારેશ્વર બંધના 21 ગેટ ખોલી દેવાયા છે
ભોપાલમાં શુક્રવારે સવારે શનિવારે બપોર સુધી 2 ઈંચથી વધુ વરસાદ પડી ચુકી છે. રાજધાની ચિરાયુ કોવિડ હોસ્પિટલમાં પાણી ભરાયા
ભોપાલમાં શુક્રવારે સવારે શનિવારે બપોર સુધી 2 ઈંચથી વધુ વરસાદ પડી ચુકી છે. રાજધાની ચિરાયુ કોવિડ હોસ્પિટલમાં પાણી ભરાયા
આ તસવીર ભોપાલના મિસરોદ વિસ્તારની છે. અહીંયાના અંડર બ્રિજમાં ત્રણ ફુટ સુધી પાણી ભરાયા છે. લોકોને નીકળવામાં ઘણી મુશ્કેલી પડી હતી.
આ તસવીર ભોપાલના મિસરોદ વિસ્તારની છે. અહીંયાના અંડર બ્રિજમાં ત્રણ ફુટ સુધી પાણી ભરાયા છે. લોકોને નીકળવામાં ઘણી મુશ્કેલી પડી હતી.
અન્ય સમાચારો પણ છે...