• Gujarati News
  • National
  • Babal About Placing A Statue Of Hanumanji Near The Dargah; Stoning And Arson, Section 144 Applied

MPના નીમચમાં બે સમુદાય વચ્ચે અથડામણ:દિગ્વિજય સિંહે કહ્યું, જે મહોલ્લામાં ઘટના બની ત્યાં ભાજપના ધારાસભ્ય રહે છે

નીમચએક મહિનો પહેલાલેખક: કપિલ રાઠૌર

મધ્યપ્રદેશના નીમચમાં દરગાહની પાસે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવા માટે બે પક્ષો વચ્ચે વિવાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વિવાદ કચહરી વિસ્તારમાં આવેલી દરગાહની પાસે થયો છે. તે પછી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. આ સિવાય એક બાઈકને પણ સળગાવી દીધી હતી.

પોલીસે દુકાનોને બંધ કરાવી દીધી છે. સાથે જ તોફાનીઓને કન્ટ્રોલ કરવા માટે ટિયર ગેસ છોડવામાં આવ્યા છે. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રશાસને નીમચ સિટી વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. પથ્થરમારામાં નીમચ સિટી PIમાં ઘાયલ થયા છે. નીમચમાં બજારો સંપૂર્ણ રીતે ખુલ્યા છે. અત્યાર સુધીમાં 9 લોકો રાઉન્ડઅપ થયા છે. જ્યારે 4 પર કેસ નોંધાયો છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર કહ્યું કે અમને ખ્યાલ છે કે જે મોહલ્લામાં આ ઘટના બની છે, ત્યાં નીમચ ભાજપના ધારાસભ્ય રહે છે.

શું છે સમગ્ર મમલો?
કચહરી વિસ્તારમાં લગભગ પાંચ હજાર ફૂટ જમીનમાં દરગાહ છે. એમ કહેવામાં આવે છે કે આ જમીન સરકારી છે. સોમવારે સાંજે 5 વાગ્યે આ જમીન સાથે લાગેલી જમીન પર કેટલાક લોકોએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. આ બાબતે દરગાહમાં હાજર કેટલાક લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. રાતે લગભગ 8 વાગ્યા પછી વિવાદ વધી ગયો હતો. બંને સમુદાયના લોકો એકત્રિત થયા હતા. એ પછી પથ્થરમારો શરૂ થયો હતો. તોફાનીઓએ એક બાઈકને સળગાવી દીધી હતી.

આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

મૂર્તિ સ્થાપિત કરવાને લઈને થયેલા વિવાદ પછી પોલીસે બંને પક્ષને સમાધાન કરવા માટે પોલીસ કન્ટ્રોલ રૂમમાં બોલાવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. SP સૂરજ વર્માએ જણાવ્યું હતું કે માહિતી મળવા પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે દુકાનોને બંધ કરાવી દીધી હતી. તમામ દુકાનદારોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. અહીં હાલ કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

આ દરગાહની પાસે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.
આ દરગાહની પાસે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.
નીમચમાં દરગાહની બહાર પોલીસનો પહેરો છે.
નીમચમાં દરગાહની બહાર પોલીસનો પહેરો છે.
વિવાદ પછી મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થયા હતા.
વિવાદ પછી મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થયા હતા.

આ દરગાહની પાસે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.

નીમચમાં દરગાહની બહાર પોલીસનો પહેરો છે. વિવાદ પછી મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થયા હતા.

5 પોલીસ સ્ટેશનની પોલીસ હાજર
SPએ જણાવ્યું હતું કે સાવધાનીના ભાગરૂપે આ ક્ષેત્રમાં 5 પોલીસ સ્ટેશનના જવાવોને તહેનાત કરવામાં આવ્યા છે, સાથે જ રિઝર્વ પોલીસની ફોર્સને પણ લગાવવામાં આવી છે. આ સિવાય વ્રજ વાહન પણ તહેનાત છે.

અન્ય સમાચારો પણ છે...