તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Madhya Pradesh False Marriage Victime Husband Wife Is Not A Female But A Transgender 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દગાખોરી:લગ્નની ફર્સ્ટ નાઇટે જ પત્નીને જોઈને પતિની હાલત ખરાબ થઈ ગઈ: રાતે 12 વાગે સસરાને કર્યો ફોન

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પત્ની કિન્નર હોવાની ફરિયાદ કરી

મધ્યપ્રદેશના શિવપુરીમાં લગ્નની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એમાં યુવકે સાસરી પક્ષ પર કિન્નર સાથે લગ્ન કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકે એસસી કાર્યાલય શિવપુરીમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે.

આ ઘટના શિવપુરીના ભાવખેડી ગામનો છે. વિનોદ જાટવ નામના યુવકે તેની ફરિયાદમાં કહ્યું છે કે તેના જેની સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે તે છોકરી નહીં, પરંતુ કિન્નર છે. યુવકે જણાવ્યું હતું કે આ વાત તેને લગ્નની પહેલી રાતે જ ખબર પડી ગઈ હતી. વિનોદ જાટવે એ દિવસે રાતે જ 12 વાગે તેના સસરાને ફોન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિનોદ જાટવની ઉંમર 23 વર્ષ છે. એસપી કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાવતી વખતે તેણે જણાવ્યું હતું કે લગ્નના બીજા જ દિવસે તે તેની પત્નીને લઈને હોસ્પિટલ ગયો હતો અને મહિલા ડોક્ટર સાથે તેની તપાસ કરાવી હતી. તપાસ કર્યા પછી ડોક્ટરોએ જણાવ્યું હતું કે વિનોદની પત્નીમાં મહિલા જેવાં કોઈ લક્ષણ નથી.

વિનોદે તેના સાસરી પક્ષ અને પત્ની મનીષા સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માગણી કરી હતી. વિનોદે તેની સાથે દગો થયો હોવાની ફરિયાદ કરીને તેની પત્નીને પણ પિયર મોકલી દીધી હતી, પરંતુ સાસરીપક્ષવાળા મનીષાને તેની સાથે જ રાખવાનું દબાણ કરતા હતા. વિનોદે જણાવ્યું હતું કે ત્યારે તેના સસરાએ તેના હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી.

મનીષાએ પણ તેની પતિ વિરુદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. મનીષાએ ફરિયાદમાં લખાવ્યું છે કે પતિએ સાથે ના રાખવાની વાત કરી છે. આ ઉપરાંત મનીષાએ ભરણપોષણની પણ વાત કરી છે. પોતાના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં વિનોદે એસપી કાર્યાલયમાં પણ એક ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ બંનેના આરોપ પાયાવિહોણા લાગે છે. કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. પરિણામે, અમે પતિ-પત્નીને ફેમિલી કોર્ટમાં જવાની સલાહ આપી છે. ત્યાંથી જ ડિવોર્સની અન્ય કાર્યવાહી થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો