તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Madhya Pradesh Constable Rape With Girl. Fellow Conspiracy Hatched By Ujjain To Save Accused Accused Of Rape

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્ષક જ ભક્ષક:MPમાં રેપના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે સહયોગી કર્મચારીએ DNA ટેસ્ટ માટે સ્પર્મ અને બ્લડ સેમ્પલ આપ્યાં

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
યુવતી આરોપી કોન્સ્ટેબલ અજયના પડોશમાં રહેતી હતી. ત્યારે મિત્રતા થઈ, લગ્નની લાલચ આપી 3 વર્ષથી શોષણ કરતો હતો. - Divya Bhaskar
યુવતી આરોપી કોન્સ્ટેબલ અજયના પડોશમાં રહેતી હતી. ત્યારે મિત્રતા થઈ, લગ્નની લાલચ આપી 3 વર્ષથી શોષણ કરતો હતો.

ઉજ્જૈનમાં દુષ્કર્મના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે રક્ષક જ ભક્ષક બન્યો છે. રેપના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે તેના સહયોગી કર્મચારીએ DNA તપાસ માટે પોતાનાં સ્પર્મ અને બ્લડ સેમ્પલ મોકલ્યાં છે. જોકે આ વિશે સિનિયર ઓફિસરોને થોડા સમયમાં જ ખબર પડી ગઈ હતી. આ મુદ્દે SP સત્યેન્દ્ર કુમાર શુક્લએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે દોષિત પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

3 વર્ષથી શોષણ કરતો હતો કોન્સ્ટેબલ
ઘટના ઉન્હેલ વિસ્તારની છે. અહીં ન્યૂ અશોકનગરમાં એક યુવતી ભાડાના મકાનમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. છોકરીની મિત્રતા પડોશમાં રહેતા કોન્સ્ટેબલ અજય અસ્તેય સાથે થઈ હતી. તેણે યુવતીને લગ્નની લાલચ આપીને તેનું 3 વર્ષ સુધી શોષણ કર્યું હતું. 4 ડિસેમ્બરે યુવતીને અજયની સગાઈ અન્ય કોઈ સાથે થઈ હોવાની માહિતી મળતાં તેણે કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દીધી હતી. કેસ નોંધાયાના થોડીવારમાં જ અજ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અજયની જગ્યાએ સાથી કર્મચારીએ સેમ્પલ આપ્યા
પોલીસ આરોપી અજયને 5 ડિસેમ્બરે મેડિકલ કરાવવા જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. પરીક્ષણ પછી અજયને જેલ મોકલવામાં આવ્યો હતો. મેડિકલ સમયે અજયના બે સહયોગી પણ તેની સાથે હતા. ડોક્ટર્સની ટીમ મેડિકલ પરીક્ષણ માટે અજયના શુક્રાણુ અને બ્લડ સેમ્પલ લેવાના હતા. અજયનાં શુક્રાણુ, બ્લડ સેમ્પલ અને પીડિતના વર્જાઈના સ્વેબની સ્લાઈડ ફોરેન્સિક લેબ ભોપાલ મોકલવાના હતા, ત્યાં બંનેના ડીએનએ પ્રોફાઈલને મેચ કરવાના હતા.

પ્રોફાઈલ મેચ થતાં જ સાબિત થઈ જતું કે અજયે યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. જો આ પ્રોફાઈલ મેચ ન થાય તો પોલીસ કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળ થઈ જતી કે અજયે યુવતી સાથે રેપ કર્યો છે. પરિણામે, પુરાવાના અભાવે આરોપી અજય કોર્ટમાં બચી જતો. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં અજયની જગ્યાએ તેના સાથી કોન્સ્ટેબલે ઓળખ છુપાવવા બ્લડ અને સ્પર્મ સેમ્પલ આપ્યાં હતાં. હોસ્પિટલના એક સ્વાસ્થ્ય કર્મચારીને તેની જાણ થઈ ગઈ હતી. તેણે તેના સિનિયર અધિકારીને આ વિશે માહિતી આપી હતી. ત્યાર પછી પોલીસ અધિકારીને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી.

6 ડિસેમ્બરે અજયને જેલ મોકલવામાં આવ્યો
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોન્સ્ટેબલના આ કાવતરાની ઉચ્ચ અધિકારીને જાણ થતાં અજયને શનિવારે (5 ડિસેમ્બરે) જેલ ન મોકલ્યો. રવિવારે 6 ડિસેમ્બરે એક સબ-ઈન્સ્પેક્ટરની દેખરેખમાં આરોપીનું ફરી મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યાર પછી તેને સેન્ટ્રલ જેલ ભૈરવગઢ મોકલી દેવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો