તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPમાં રામનો અભ્યાસ કરશે કોલેજ સ્ટૂડન્ટ્સ:BA ફર્સ્ટ યરમાં આ વર્ષથી જ 'રામચરિતમાનસનું વ્યવહારિક દર્શન' વૈકલ્પિક રીતે સામેલ; હિન્દી અથવા દર્શન શાસ્ત્રના પ્રોફેસર ભણાવશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશમાં હવે BA ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ ભગવાન શ્રી રામ વિશે અભ્યાસ કરશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે રામચરિતમાનસનું વ્યવહારિક દર્શન નામથી અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેનું 100 માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. તેને દર્શન શાસ્ત્ર વિષયમાં રાખવામાં આવ્યો છે. આ વિષય દરેક લોકો માટે ફરજિયાત નહીં હોય પરંતુ વૈકલ્પિક રાખવામાં આવ્યો છે.

આ વિષય હિન્દી અથવા દર્શન શાસ્ત્રના પ્રોફેસર ભણાવશે. એટલે કે જ્યાં હિન્દીના પ્રોફેસર હશે ત્યાં તેઓ અને જ્યાં દર્શન શાસ્ત્રના પ્રોફેસર હશે ત્યાં તે આ વિષય ભણાવશે. આ વિષય આ જ વર્ષે એટવે કે 2021-22માં સામેલ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે આ જ વર્ષથી વિદ્યાર્થીઓને આ વિષય ભણાવવામાં આવશે.

આ વિષયને ભણાવવાના ત્રણ ઉદ્દેશ
- આદેશ પ્રમાણે, વિષયનો મુખ્ય ઉદ્દેશ છે કે, આ અભ્યાસ પછી વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ અને વિવિધ વિષયો પર કેન્દ્રીત થઈને સંતુલિત નેતૃત્વ ક્ષમતા અને માનવતાવાદી દ્રષ્ટિકોણને વિકસીત કરવા યોગ્ય બને.
- વિદ્યાર્થી તે જીવન મૂલ્યોને પણ જાણી શકે જેની સમાજને આજે જરૂર છે.
- વિદ્યાર્થી સ્ટ્રેસ મેનેજમેન્ટ અને વ્યક્તિત્વ વિકાસ ક્ષેત્રે પ્રેરક કુશળ વક્તા બની શકે.

નવી શિક્ષણ નીતિમાં આ પણ
નવી શિક્ષણ નીતિ 2020 રાજ્યની કોલેજોમાં બીએ ફર્સ્ટ યરના નવા અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે. તેમાં મહાભારત. રામચરિત માનસ, યોગ અને ધ્યાન છે. તે પ્રમાણે શ્રી રામચરિતમાનસ એપ્લાઈડ ફિલોસોફીને વૈકલ્પિક રાખવામાં આવી છે.
અંગ્રેજીના ફાઉન્ડેશન કોર્સમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીને સી રાજગોપાલચારીની મહાભારતની પ્રસ્તાવના ભણાવવામાં આવશે. અંગ્રેજી અને હિન્દી સિવાય યોગ અને ધ્યાનને પણ ત્રીજા ફાઉન્ડેશન કોર્સ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ઓમ ધ્યાન અને મંત્રોનો પાઠ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...