• Gujarati News
  • National
  • Madhya Pradesh Bhopal DG Purushottam Sharma Caught Red Handed In An Objectionable Position Video Update: DG Rank Officer Tortures Wife

આડા સંબંધે આંધળા કર્યા:પત્ની સાથે મારઝૂડ કરનાર DG રેન્કના પોલીસ અધિકારીને પદ પરથી હટાવાયા,વીડિયો વાઈરલ થવા અંગે કહ્યું- પત્ની 12 વર્ષથી શંકા કરી રહી છે, ઘરમાં CCTV કેમેરા લગાવડાવ્યા

ભોપાલ2 વર્ષ પહેલા
પોલીસ અધિકારી પુરુષોત્તમ શર્માના દીકરાએ મારઝૂડના બે વિડિયો શેર કર્યા. પહેલો વિડિયો 7.13 મિનિટનો અને બીજો 4.47 મિનિટનો છે - Divya Bhaskar
પોલીસ અધિકારી પુરુષોત્તમ શર્માના દીકરાએ મારઝૂડના બે વિડિયો શેર કર્યા. પહેલો વિડિયો 7.13 મિનિટનો અને બીજો 4.47 મિનિટનો છે
  • ભોપાલ પોલીસના આ અધિકારી મહિલા મિત્રના ઘરે ગયા હતા, ત્યાં પત્નીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા પછી ઘરે આવીને ઝઘડો થયો
  • મારઝૂડનો વિડિયો શર્માના દીકરાએ સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો, ગૃહમંત્રી, DGP,CSને મોકલ્યો

ભોપાલમાં ડીજી સ્તરના એક પોલીસ અધિકારી પર તેમની પત્નીને ક્રૂરતાથી મારઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે. મારઝૂડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં અધિકારી તેમની પત્ની સાથે ખરાબ રીતે મારઝૂડ કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે કામ કરતા બે લોકો પણ હાજર છે.આ વિડિયો સ્પેશિયલ ડીજી પોલીસ ઓફિસર પુરુષોત્તમ શર્માના ઘરનો છે. તેમના દીકરાએ આ વિડિયો ગૃહમંત્રી, ડીજીપી, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો છે. દીકરાએ પિતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી છે, તો આ તરફ શર્માએ કહ્યું, હું રાક્ષસ છું, તો મારી પત્નીએ ફરિયાદ કરવી જોઈએ. મારી પર આ પ્રકારનો પહેલી વખત આરોપ લાગ્યો છે. તે મારી પાછળ પડી ગઈ છે

ઘટના પછી પુરુષોત્તમને પદ પરથી હટાવી દેવાયા છે, તેમનું જાહેર કાર્યવાહીની નિયામકથી DG ગૃહ વિભાગ મંત્રાલયમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. તો આ તરફ આ મામલો રાજ્ય મહિલા પંચ સુધી પહોંચી ગયો છે. અધ્યક્ષ શોભા ઓઝાએ કહ્યું હતું કે અમે DGને નોટિસ આપીશું. ભાસ્કરે આ મામલામાં પુરુષોત્તમના દીકરા અને પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમને ફોન ઉપાડ્યો નથી અને ના તો કોઈ મેસેજનો જવાબ આપ્યો છે.

ગૃહમંત્રીએ કહ્યું- ફરિયાદ થશે તો કાર્યવાહી કરીશું
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, આ વિશે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું છે અને વિડિયો જોયો છે. હાલ કોઈ ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરીશું.

અધિકારીએ કહ્યું- મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે
પુરુષોત્તમે મારઝૂડ અંગે સ્પષ્ટા કરતા કહ્યું કે, તે 12 વર્ષથી શંકા કરી રહી છે. કેસ પણ કર્યો હતો. ઘરના એકે એકે ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવડાવ્યા હતા. મે મારઝૂડ નથી કરી. મે મારો બચાવ કર્યો છે. તે ઈચ્છે તો ફરિયાદ કરી શકે છે. આ તેનો મૌલિક અધિકાર છે. તે મારા અંગત જીવનમાં દખલગીરી કરે છે.મારું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. તેને મારી પર રૂમમાં આવીને હુમલો કર્યો હતો. એટલા માટે મે મારો બચાવ કર્યો છે. બસ ધક્કા મુક્કી થઈ છે.

અધિકારીના દીકરાએ આ ફૂટેઝ ગૃહમંત્રી, પોલીસ મહાનિયામક, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો છે.
અધિકારીના દીકરાએ આ ફૂટેઝ ગૃહમંત્રી, પોલીસ મહાનિયામક, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો છે.

બે વીડિયો વાઈરલ
પહેલો વીડિયો 7.13 મિનીટનો છે. પુરુષોત્તમ રવિવારે સવારે મહિલા મિત્રના ત્રિલંગામાં આવેલા ઘરે પહોંચ્યા. પાછળ પાછળ તેમની પત્ની પ્રિયા પણ પહોંચી.

પ્રિયાઃ ફ્લેટની બેલ વગાડે છે. દરવાજો ખુલે છે અને પુરુષોત્તમ સોફા બેઠેલા પર જોવા મળે છે
પ્રિયાઃ તમે અહીંયા શું કરો છો. આ જોવો અસલી રૂપ
પ્રિયાઃ (અધિકારી ઊભા થઈને જવા માંડે છે)બેસોને વાત કરીએ, નારાજ કેમ છો તમે?
પુરુષોત્તમઃ(બીજી મહિલાને) આ મારી પત્ની છે. મારો પીછો કરી રહી છે. મારી પોતાની પણ લાઈફ છે.
પ્રિયાઃ બીજી મહિલાને કહે છે, મને તારી સાથે કોઈ ફરિયાદ નથી. તારા પર મારો શો અધિકાર. આ મારા પતિ છે.
પુરુષોત્તમઃ હું તમને મળવા આવ્યો છું. શું મે તમારી સાથે કંઈ ખોટું કર્યું છે. જો કર્યું છે તો તમે ફરિયાદ કરો. ના હોય તો તું (પત્ની) કર. પણ આવી રીતે મારો પીછો ન કર. આ મારી લાઈફ છે.
પ્રિયાઃ આજે મેં તમને રંગે હાથે ઝડપ્યા(અધિકારી બૂમ પાડીને બહાર જતો રહે છે)

પ્રિયા બીજી મહિલાનેઃતમે લોકો ક્યાં સૂતા હતા બીજી મહિલાઃ ના ના, એતો અહીંયા જ બેઠા હતા. મને લાગ્યું મારી કામવાળી બેલ વગાડી રહી છે. પ્રિયાઃ સર, તમને એકલા કેમ મળવા આવ્યા હતા. મને તમારો બેડરૂમ દેખાડો. પ્રિયાઃ એ તો ચોખ્ખુ છે, આ તમારા સપનાનો રાજકુમાર તો છે. બીજી મહિલાઃએવું કઈ નથી પ્રિયાઃશું નથી કર્યું આ માણસ માટે મે પ્રિયા બીજી મહિલાનેઃ ક્યારથી ચાલી રહ્યું છે આ બધું બીજી મહિલાઃ એવું કંઈ જ નથી પ્રિયાઃ આમની સાથે તમે હૈદરાબાદ ગયા હતા બીજી મહિલાઃ ના પ્રિયાઃ તમે સમજી ગયા હતા, હું બહાર છું. બીજી મહિલાઃ (અધિકારીને ફોન કરીને)- સર, તમારે વાત તો કરી લેવી હતી, આવી રીતે કેમ જતા રહ્યા. પ્રિયા- ફોન પર શું કહી રહ્યા છો બીજી મહિલાઃ તે કહી રહ્યા છે કે મારે એમની સાથે બનતું નથી પ્રિયાઃ દુઃખદ અવાજમાં... શું ફરક પડે છે.

બીજો વીડિયો
આ 4.47 મીનિટનો છે. આ અધિકારીનું ઘર છે. જેમાં તે પત્ની સાથે મારઝૂડ કરી રહ્યો છે. પુરુષોત્તમ મહિલા મિત્રના ઘરેથી પાછા પોતાના ઘરે આવી ગયા હતા. પાછળ તેમની પત્ની પ્રિયા પણ પહોંચી ગઈ હતી. પુરુષોત્તમ ઘરના રૂમમાં હતા. તેમની પત્ની રૂમમાં પહોંચી. ત્યારપછી બન્ને વચ્ચે મારઝૂડ થઈ.
પુરુષોત્તમઃ રૂમ મારો છે. તે મારી બાઉન્ડ્રી છે. હું ફરી કહી રહ્યો છું. રૂમ મારો છે.
પ્રિયા- હું આવીશ
ત્યારપછી અધિકારી રૂમની બહાર નીકળની પત્નીની જમીન પર પાડી દે છે. પછી 8-10 મુક્કા ચહેરા પર મારે છે. આ દરમિયાન કર્મચારીઓ બચાવવાનો પ્રયાસ કરે છે.
પુરુષોત્તમઃ બોલ મારું, કાતર મારી રહી છે.
પ્રિયાઃ પોલીસ બોલાવો.. શું હું પોતાનો બચાવ ન કરું.છરી નથી, કાતર મારી છે. ફરી મારીશ તો હું મારીશ..
પ્રિયા પતિને પુછે છે ક્યાં વાગ્યું તમને દેખાડો..
પુરુષોત્તમઃ પ્રિયાને જોરથી ધક્કો મારે છે, જેથી તેનું માથું દીવાલ સાથે અથડાય છે. સાલીએ કાતર મારી દીધી..
પુરુષોત્તમઃ જો કેટલી કાતર મારી છે..ક્યાંય બેઠો છું ત્યાં પહોંચી ગઈ.
પ્રિયાઃ નાઉ, કિલ મી, આઈ વોન્ટ ટૂ ડાઈ

2009માં પણ હેરાનગતિનો કેસ નોંધાવ્યો હતો
પુરુષોત્તમ અને પ્રિયા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 2009માં પ્રિયાએ DG વિરુદ્ધ હેરાનગતિનો કેસ કર્યો હતો.

અધિકારીએ પત્ની સાથે મારઝૂડ શા માટે કરી
મળતી માહિતી પ્રમાણે, અધિકારી તેમની કોઈ મહિલા મિત્રના ઘરે ગયા હતા, જ્યાં તેમની પત્ની અચાનક પહોંચ્યાં હતાં. તેમણે પતિને રંગે હાથે ઝડપી લીધાં હતાં. ત્યાર પછી પત્ની બપોરે જ્યારે ઘરે પહોંચી, તો શર્માએ તેમની સાથે મારઝૂડ કરી. તેમને ધમકાવ્યા કે તે તેમના અંગત મામલામાં વચ્ચે ન પડે. મારઝૂડનો વિડિયો તેમના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. દીકરાને જ્યારે ઘટનાની જાણ થઈ તો ઘટનાનો વિડિયો વરિષ્ઠ અધિકારઓને મોકલી દીધો. પહેલો વિડિયો 7.13 મિનિટનો અને બીજો 4.47 મિનિટનો છે.

પોલીસ વિભાગ ચૂપ, કોઈ બોલવા માટે તૈયાર નથી
આ મામલામાં પોલીસ અધિકારીઓ પણ કંઈ કહેવા માટે તૈયાર નથી. જોકે આ વાતની પુષ્ટિ જરૂર કરી છે કે વિડિયોમાં મહિલા સાથે મારઝૂડ કરી રહેલી વ્યક્તિ સ્પેશિયલ ડીજી પુરુષોત્તમ શર્મા જ છે. અધિકારીઓનું કહેવું છે કે પોલીસ ફરિયાદ મળ્યા પછી કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...