• Gujarati News
  • National
  • Madhya Pradesh Bhopal Corona Patient Rape Case Update | Woman Rape By Bhopal Memorial Hospital Safai Worker

મહામારીમાં મહાપાપ:ભોપાલ મેમોરિયલ હોસ્પિટલમાં સંક્રમિત મહિલા પર સફાઈકર્મીએ દુષ્કર્મ ગુજાર્યું; આ કૃત્ય પછી તેની સ્થિતિ કથળી, બીજા દિવસે મોત

7 મહિનો પહેલાલેખક: અજય વર્મા
  • કૉપી લિંક
  • આરોપી ચેકઅપ કરવાને બહાને રૂમમાં આવ્યો અને મહિલાનાં ગુપ્તાંગ સ્પર્શ કરવા લાગ્યો હતો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની BMHRC હોસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલા પર દુષ્કર્મ થયું હોવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ભોપાલના કાઝી કેમ્પસમાં રહેતી એક મહિલા સાથે 6 એપ્રિલના રોજ ભોપાલ મેમોરિયલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાએ આ વાતની જાણકારી હોસ્પિટલમાં કામ કરતી નર્સને આપી હતી. ત્યાર પછી પોલીસને બોલાવવામાં આવી હતી. આ અંગે દુષ્કર્મની કલમ 376માં કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસને પીડિતાના પરિવારને આ અંગે એક મહિના સુધી જાણકારી આપી નહોતી.

જ્યારે ઘટનાના ગણતરીના કલાકોમાં દુષ્કર્મ પીડિતાની હાલત ગંભીર થઈ ગઈ હતી અને તે વેન્ટિલેટર પર આવી ગઈ હતી. 6 એપ્રિલે પોલીસે આ અંગે કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી પર દુષ્કર્મની ઘટનાના 2 દિવસ પહેલાં એક સંક્રમિત નર્સિંગ વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કેસ પણ દાખલ કરાયો હતો.

સવારે 4 વાગ્યે આરોપી આવ્યો, ચેકઅપના બહાને મહિલાનાં ગુપ્તાંગો પર હાથ ફેરવવા લાગ્યો
3 કે 4 એપ્રિલે એક કોરોના સંક્રમિત મહિલાને ભોપાલ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. એક મેલ સ્ટાફે 6 એપ્રિલના રોજ સવારે 4 વાગ્યે મહિલાના રૂમમાં આવ્યો અને કહ્યું કે હું તમારું ચેકઅપ કરવા આવ્યો છું. ત્યાર પછી આરોપીએ મહિલાના શરીરનાં ગુપ્તાંગોથી માંડીને તમામ જગ્યાએ હાથ ફેરવવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ આનો વિરોધ કરતાં ગુસ્સામાં કહ્યું હતું કે આ કેવા પ્રકારનું ચેકઅપ છે?

આરોપીએ મહિલાને બાથરૂમમાં લઈ જઈને અશ્લીલ હરકતો પણ કરી
આરોપી, મહિલાને બાથરૂમમાં લઈ ગયો અને કહ્યું, હવે સલવાર ઉતારી દો. ત્યાર પછી આરોપીએ મહિલાનાં ગુપ્તાંગો સાથે અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ આ અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેથી આરોપી તેને બહાર લઈને આવ્યો અને હોસ્પિટલનાં બેડ પર બેસી જવા માટે કહ્યું હતું. આરોપીએ બહાર આવીને પણ મહિલાનાં ગુપ્તાંગો સાથે છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર પછી મહિલાએ આ વાતની જાણકારી નર્સિંગ સ્ટાફને તથા કૃષ્ણાબાઈને આપી હતી, જેથી આરોપી હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો.

બીજી ઘટનાઃ સફાઈકર્મીએ મહિલાની છેડતી કરી
આ આરોપીએ જ બે દિવસ પહેલાં બીજી એક મહિલાનું પણ શોષણ કર્યું હતું. આરોપીએ આ ઘટનાના 2 દિવસ પહેલાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે કુકૃત્ય આચર્યું હતું. આ ઘટના 4 એપ્રિલે 4 નંબરનાં રૂમમાં કર્યું હતું. આ સમયે પણ આરોપી રાતના 3:45 વાગ્યે નર્સનાં રૂમમાં આવ્યો હતો અને તેનું કાંડુ પકડી લીધું હતું, જેને કારણે મહિલા જાગી ગઈ હતી અને આરોપીને પૂછવા લાગી હતી કે તું આ શું કરે છે? તેમ છતાં આરોપી નર્સ સામે જોતો રહ્યો અને નર્સની જાંઘોને સૂંઘવા લાગ્યો હતો.

ધીરે-ધીરે આરોપી મહિલાનાં કપડાં ઉતારવા લાગ્યો અને ગુપ્તાંગોને પણ સ્પર્શ કરવા લાગ્યો હતો. આ તમામ ઘટનાને પગલે મહિલાએ ચીસ પાડી હતી, જેથી એ મોનિટર ચેક કરીને જતો રહ્યો હતો. આ સંક્રમિત નર્સે સમગ્ર ઘટનાની જાણકારી વોર્ડ સ્ટાફને આપી હતી. મહિલાએ આરોપીનું નામ સંતોષ હોવાનું જણાવ્યું હતું.
(જે હોસ્પિટલના અધિકારીઓએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું.)

તપાસ કરતાં અધિકારીએ કહ્યું હતું કે પરિવારના સભ્યોને જાણ ન કરતા TI સાહેબ જાણ કરશે
તપાસ કરી રહેલા સબ ઈન્સ્પેક્ટર બનવારી લાલના જણાવ્યા પ્રમાણે તેઓ PPE કિટ પહેરીને મહિલાનું સ્ટેટમેન્ટ લેવા ગયા હતા, પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાથી તેઓ પરત ફર્યા હતા. હોસ્પિટલ પ્રશાસને પણ આ ઘટનાની જાણકારી પીડિતાના પરિવારને આપી નહોતી. TI સાહેબ સાથે ચર્ચા કરીશું કે મહિલાનાં પરિવારજનોને આ અંગે જાણ કરવી છે કે નહીં. આ અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે BMHRCની ડાયરેક્ટર ડૉ. પ્રભા દેસીકન સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈપણ જવાબ મળ્યો નહોતો.

4 સવાલો

  • 1. જે પત્ર પીડિતાનો છે, એમ કહીને હોસ્પિટલ પ્રશાસને પોલીસને આપ્યો એ શું સાચો હતો?
  • 2. પરિવારના સભ્યોને આ અંગે કોઈપણ માહિતી ન આપવા જણાવ્યું હતું, પરંતુ મહિલા નામ કેમ છુપાવવા માગતી હતી?
  • 3. આ ઘટના પછી મહિલાની હાલત આટલી ખરાબ કેમ થઈ ગઈ કે તેને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખી દેવી પડી?
  • 4. હોસ્પિટલ પ્રશાસને આ કુકૃત્યને ઢાંક્યું હતું અને આમાં પોલીસે પણ સાથ કેમ આપ્યો?
અન્ય સમાચારો પણ છે...