તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે લોકોના ધંધા-રોજગારને અસર પડી છે. ખાસ કરીને બાર્બર એટલે કે વાળ કાપનારાઓનો ધંધો મંદ પડી ગયો છે. ત્યારે ફરીથી ગ્રાહકોને સલૂન સુધી લાવવા માટે અલગ અલગ પ્રકારના માર્કેટિંગ ફંડ અપનાવવામાં આવી રહ્યાં છે. આ કડીમાં પુણે નજીક પિંપરી ચિંચવાડમાં એક સલૂને શેવિંગ માટે ગોલ્ડનું રેઝર તૈયાર કર્યું છે.
ગ્રાહકો માટે ગોલ્ડ રેઝર બનાવનાર અવિનાશ બોરંદિયાએ જણાવ્યું કે, કોરોનાએ અમારા ધંધાને સંપૂર્ણપણે બરબાદ કરી દિધો હતો. અનુમતિ મળ્યાં બાદ મોટી સંખ્યામાં લોકો આવવાનું ટાળતા હતા, જે પછી મેં લોકોને સલૂન સુધી લાવવા માટે આ રીત અપનાવી છે. શુક્રવારે આ સલૂનનું ફરી ઉદ્ઘટાન ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડવલકરના હાથે કરવામાં આવ્યું. બોરંદિયાએ જણાવ્યું કે સલૂનમાં ગોલ્ડ રેઝરનો ઉપયોગ કરવામાં આવે છે તેની જાણકારી મળ્યા બાદ હવે ગ્રાહકોની સંખ્યા વધશે.
8 તોલા સોનાથી બન્યું છે આ રેઝર
બોરંદિયાએ જણાવ્યું કે આ રેઝરને બનાવવા માટે 8 તોલા સોનાનો ઉપયોગ કરાયો છે. અને તેના પર કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રેઝરથી અમે સામાન્ય લોકોને ખાસ ફીલ અપાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેની પાસે પૈસા નહીં હોય તેઓ પણ આ રેઝરથી પોતાની શેવ કરી શકે છે. ગ્રાહકને ગોલ્ડ રેઝરથી શેવ કરાવવા માટે માત્ર 100 રૂપિયાનો જ ખર્ચ કરવો પડશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.