તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Made Inflammatory Speech Against Muslims In Gurugram, Fired During Demonstration Against CAA In Delhi

હેટ સ્પીચના આરોપી ગોપાલ શર્માની ધરપકડ:ગુરુગ્રામમાં મુસલમાનો વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું, દિલ્હીમાં CAA વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ કર્યું હતું

ગુરુગ્રામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોપાલ વિરૂદ્ધ જાન્યુઆરી 2020માં નાગરિકતા કાયદા (CAA) વિરૂદ્ધ ચાલતા વિરોધ પ્રદર્શન દરમિયાન જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના છાત્રો પર ગોળી ચલાવવાનો પણ આરોપ છે (ફાઈલ) - Divya Bhaskar
ગોપાલ વિરૂદ્ધ જાન્યુઆરી 2020માં નાગરિકતા કાયદા (CAA) વિરૂદ્ધ ચાલતા વિરોધ પ્રદર્શન દરમિયાન જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના છાત્રો પર ગોળી ચલાવવાનો પણ આરોપ છે (ફાઈલ)

દિલ્હીની જામિયાની બહાર ફાયરિંગ કરી ચર્ચામાં આવેલા ગોપાલ શર્માની હરિયાણા પોલીસે હેટ સ્પીચના વધુ એક મામલામાં ધરપકડ કરી છે. ગોપાલ પર આરોપ છે કે 4 જુલાઈએ ગુરુગ્રામમાં પટૌદીના રામલીલા ગ્રાઉન્ડમાં આયોજિત એક મહાપંચાયતમાં તેને મુસ્લિમો વિરૂદ્ધ નફરત ફેલાવનારું ભાષણ આપ્યું હતું.

ગોપાલ વિરૂદ્ધ જાન્યુઆરી 2020માં નાગરિકતા કાયદા (CAA) વિરૂદ્ધ ચાલતા વિરોધ પ્રદર્શન દરમિયાન જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના છાત્રો પર ગોળી ચલાવવાનો પણ આરોપ છે. તે સમયે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે ગોપાલની ફાયરિંગ કરતી તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ હતી.

મુસ્લિમોને મારવામાં આવશે તો તેઓ ભગવાન રામના નામની બૂમો પાડશે
મળતી માહિતી મુજબ દિલ્હી-NCR અને યુપીના કેટલાંક શહેરોમાં મૂક-બધિર વિદ્યાર્થીઓના ધર્મ પરિવર્તન, લવ જેહાદને લઈને 4 જુલાઈએ એક મહાપંચાયત બોલાવવામાં આવી હતી. હિંદુ સંગઠનો તરફથી આ મહાપંચાયત બોલાવીને ધર્મ પરિવર્તનો વિરોધ વ્યક્ત કરાયો હતો. આ દરમિયાન ગોપાલ શર્માએ મહાપંચાયતમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.

ગોપાલે મહાપંચાયતમાં કહ્યું કે કોઈ સમુદાયના લોકો જો તમારી દીકરીઓને પરેશાન કરે છે તો તેની દીકરી-બહેનોની સાથે પણ એવો જ વ્યવહાર કરો. ગોપાલના ભાષણનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મુસલમાનો વિરૂદ્ધ હિંસાની તરફદારી કરતો હતો. પોતાના ભાષણમાં તેને ત્યાં સુધી કહી દીધું કે જ્યારે મુસ્લિમોને મારવામાં આવશે તો તેઓ ભગવાન રામના નામની બૂમો પાડશે.

ગોપાલની ધરપકડ કરવામાં આવી
ડીસીપી માનેસર વરૂણ સિંગલાએ સોમવારે જણાવ્યું કે ગોપાલની ધરપકડ કરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. કેસની તપાસ ચાલી રહી છે. ગોપાલ ગૌતમબુદ્ધનગરના ઝેવરનો રહેવાસી છે. તેના પિતાની ગામડાંમાં પાનની દુકાન છે.

પોલીસના જણાવ્યા મુજબ જમાલપુર ગામના દિનેશની ફરિયાદના આધારે ગોપાલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદકર્તાએ યૂ-ટ્યૂબ પર વાયરલ બે વીડિયોની લીંક પોલીસને સોંપીને આ મામલે કાર્યવાહીની માગ કરી છે. જેના આધારે પટૌદી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ગોપાલ વિરૂદ્ધ કોઈ ફરિયાદ આવી ન હતી તેથી પોલીસે હજુ સુધી તેની વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...