• Gujarati News
  • National
  • Made In India Cannon Salute, Garuda Commandos To Be Seen... 7 Special Things Will Be Seen For The First Time In The Parade

74મા ગણતંત્ર દિવસે વીરોનું શૌર્ય:પ્રજાસત્તાક પર્વની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, આ રીતે વોટિંગ કરી આપણા ટેબ્લોને વિજેતા બનાવો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા શક્તિ- ચેતનાએ બતાવી આકાશની તાકાત, દિશાએ નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કર્યું

74મા પ્રજાસત્તાક દિવસે સેનાઓએ સ્વદેશી શસ્ત્રોનું શક્તિપ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યા બાદ પરેડની શરૂઆત થઈ હતી. સેનાનાં સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મહિલા શક્તિની તસવીર જોવા મળી હતી. ડેર ડેવિલ્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને અને કર્તવ્ય પથ પર રાફેલે ગર્જના કરી હતી.

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુખ્ય અતિથિ અબ્દેલ ફતાહ અલ-સીસી પણ હતા, જેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી રાષ્ટ્રગીત શરૂ થયું હતું. આ દરમિયાન પ્રથમ વખત ભારતીય તોપોએ સલામી આપી હતી. અત્યારસુધી બ્રિટનમાં બનેલી તોપોથી સલામી આપવામાં આવતી હતી.

પરેડની એ વાતો, જેના પર ગર્વ છે...

  • અર્જુન ટેન્ક, વજ્ર તોપો અને આકાશ મિસાઈલ સિસ્ટમ ઉપરાંત બ્રહ્મોસ મિસાઈલ કર્તવ્ય પથ પર જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ તમામ સ્વદેશી હથિયારો છે.
  • આકાશ વેપન સિસ્ટમનું નેતૃત્વ એર ડિફેન્સ મિસાઇલ રેજિમેન્ટના લેફ્ટનન્ટ ચેતના શર્માએ કર્યું હતું. તેમના સાથી લીડર કેપ્ટન સુનીલ દશરાથે હતા.
  • નૌકાદળના 144 જવાનની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર દિશા અમૃતે કર્યું હતું. 3 મહિલા અને 6 પુરુષ અગ્નિવીર પ્રથમ વખત કર્તવ્ય પથ પર નજરે પડ્યાં હતાં.

ગુજરાતની ઝાંખી સમગ્ર દેશ અને દુનિયાએ નિહાળી

ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે ક્લિન-ગ્રીન ઊર્જા અપનાવવાનો ગુજરાતે સંદેશ આપ્યો છે. આ ઝાંખીમાં રાજ્યના અનોખા કચ્છના રંગ અને મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મોઢેરા ગામની ઝાંખી જોવા મળી. જે સૌર ઊર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ બન્યું છે. ઝાંખી દરમિયાન હર ઘર સોલાર પેનલથી સોહાય ગીત ગુંજ્યું. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ દેશને પહેલા સૌર વિલેજની ભેટ આપી હતી. ઝાંખી જોઈને ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહે ઉભા થઈને તાળીઓ પાડી હતી. પ્રધાનમંત્રી મોદીના ભાઈ પંકજ મોદીએ ગુજરાતની ઝાંખીને લીડ કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાત એક એવું રાજ્ય છે જે દેશ અને દુનિયાને એક નવી દિશા અને પ્રેરણા આપે છે.

ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા આ રીતે કરો વોટિંગ

વોટ કરવા સૌથી પહેલા આ લિંક ઉપર ક્લિક કરો
(1) જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની યાદીમાં "ગુજરાત'' સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે
(2) જો તમે SMSથી વોટ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ગુજરાત ઉપર તમારો વોટ કરો :
SMS Syntax: MYGOVPOLL336981Choice NumberSend to 7738299899
(3) જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન નંબર લખો, ત્યાર બાદ તમને એક OTP મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની યાદી ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરી વોટ કરી શકશો.
(4) આ જ પ્રમાણે તમે e-mailથી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો.
(5) મોટા પ્રમાણમાં ''ગુજરાત''ને વોટિંગ કરીને, વર્ષ-2023ના ''ક્લિન અને ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત''ના ટેબ્લોને વિજેતા બનાવો.

તસવીરોમાં જુઓ ગણતંત્ર દિવસ

3 લદાખ સ્કાઉટ્સ રેજિમેન્ટના કેપ્ટન નવીન ધાતરવાલની આગેવાની હેઠળ ક્વિક રિએક્શન ફાઇટિંગ વ્હીકલ ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી છે. કર્તવ્ય પથ પર સેનાના જવાનોએ સલામી આપી હતી.
3 લદાખ સ્કાઉટ્સ રેજિમેન્ટના કેપ્ટન નવીન ધાતરવાલની આગેવાની હેઠળ ક્વિક રિએક્શન ફાઇટિંગ વ્હીકલ ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી છે. કર્તવ્ય પથ પર સેનાના જવાનોએ સલામી આપી હતી.
સેનાના જવાનોએ કર્તવ્ય પથ પર શકિત્પ્રદર્શન કર્યું.
સેનાના જવાનોએ કર્તવ્ય પથ પર શકિત્પ્રદર્શન કર્યું.
ભારતીય સેનાના જવાનોએ ટેન્ક સાથે સલામી આપી.
ભારતીય સેનાના જવાનોએ ટેન્ક સાથે સલામી આપી.

ઈન્ડિયન એરફોર્સની ટુકડી
સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીની આગેવાની હેઠળની ઈન્ડિયન એરફોર્સની ટુકડીમાં 144 એરમેન અને ચાર અધિકારીઓ સામેલ થયા. એરફોર્સની ઝાંખી, 'ધ પાવર ઓફ ધ ઈન્ડિયન એરફોર્સ'ની થીમ પર તૈયાર થઈ છે. આ ઝાંખીમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk-II, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર 'પ્રચંડ', એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ એરક્રાફ્ટ નેત્રા અને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.

પરેડ પહેલાં ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાં પૂરાં કરીએ. ઈજિપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 23 ઝાંખી બતાવી, આ દરમિયાન એવી 7 વિશેષતા છે, જે પહેલીવાર જોવા મળી.

પરેડ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી
આ વખતે દેશ 74મો ગણતંત્ર દિવસ ઊજવી રહ્યો છે. પરેડ નિહાળવા માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ટિકલ પ્લેટફોર્મ પર ખુરસીઓ મૂકવામાં આવી હતી, જેથી પાછળ બેઠેલા લોકો પણ પરેડ સરળતાથી જોઈ શકે. આ વખતે પરેડ નિહાળવા માટે લગભગ 12 હજાર પાસ અને લગભગ 32 હજાર ઓનલાઇન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત 7 વિશેષતા...

1. અંગ્રેજોએ બનાવેલી તોપોને બદલે ભારતીય તોપોએ આપી સલામી

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવાની પરંપરા છે. અત્યારસુધી આ સલામી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડરની તોપોથી આપવામાં આવતી હતી, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે એના સ્થાને ભારતમાં બનેલી 105MM ઇન્ડિયન ફિલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવી. આ તોપો જબલપુર અને કાનપુરની ગન ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

એને 1972માં ડિઝાઇન કરવામાં આવી હતી અને 1984થી સેવામાં કાર્યરત છે. દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું હતું કે દેશમાં 105MM તોપો બને છે, તેથી અમે એનાથી સલામી આપવા આવી. એ અમારા માટે ગર્વની વાત છે, અમે એટલા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કર્યો.

આ વર્ષથી રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.
આ વર્ષથી રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.
અત્યારસુધી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડર તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં પણ થયો હતો.
અત્યારસુધી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડર તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં પણ થયો હતો.

2. BSFની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓ

પ્રજાસત્તાક દિવસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્ફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ આકાશ ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ ચેતના શર્માઓ કર્યું. તેમાં આર્મીના 3 અને એરફોર્સ અને નેવીના એક-એક સભ્યનો સમાવેશ થયો. લેફ્ટનન્ટ ચેતનાએ કહ્યું કે તેમનું સપનું સાકાર થયું છે. ચેતના આર્મી એર ડિફેન્સ યુનિટમાં પોસ્ટેડ છે. ચેતના ઉપરાંત લેફ્ટનન્ટ ડિમ્પલ ભાટી આર્મીની ડેરડેવિલ્સ મોટરસાઇકલ ટીમનો ભાગ બન્યા. તેમણે કહ્યું કે આ માટે તે છેલ્લા એક વર્ષથી ટ્રેનિંગ લઈ રહી હતી.

કર્તવ્ય પથ પર પરેડ રિહર્સલ દરમિયાન BSFની ઊંટ ટુકડી.
કર્તવ્ય પથ પર પરેડ રિહર્સલ દરમિયાન BSFની ઊંટ ટુકડી.

3. ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડો, એર-ફિલ્ડ ઓપરેશન્સમાં નિષ્ણાતો

ભારતીય વાયુસેના (IAF)ના સ્પેશિયલ ગરુડ કમાન્ડો ફોર્સ પણ પરેડમાં જોવા મળ્યા. 2004માં રચાયેલી આ વિશેષ દળની તાલીમ વધુમાં વધુ 72 અઠવાડિયા સુધી ચાલે છે. હાલ આ ફોર્સમાં 1780 કમાન્ડો છે. તેઓ આતંકવાદ વિરોધી કામગીરી અને એર-ફિલ્ડ ડિફેન્સમાં નિષ્ણાત છે. તેઓ તમામ પ્રકારના આધુનિક શસ્ત્રો ચલાવવામાં હોંશિયાર હોય છે. 2 જાન્યુઆરી, 2016ના રોજ પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ગરુડ કમાન્ડોએ મોરચો સંભાળ્યો હતો. આ હુમલામાં 2 જવાન શહીદ થયા હતા.

એરફોર્સના ગરુડ કમાન્ડોની ટ્રેનિંગનો આ ફોટો ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યો છે.
એરફોર્સના ગરુડ કમાન્ડોની ટ્રેનિંગનો આ ફોટો ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યો છે.

4. ફ્લાય પાસ્ટમાં પહેલી અને છેલ્લી વખત વિંગ્ડ સ્ટેલિયન જોવા મળી

ફ્લાય પાસ્ટમાં 44 એરક્રાફ્ટ ભાગ લીધો. આમાં 9 રાફેલ પણ હતા. આ ઉપરાંત સી-17, સી-130, સુખોઈ-30 પણ ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો. આ નેત્ર, બજરંગ, વર્ટિકલ ચાર્લી ધ્વજ, રુદ્ર, બાજ, પ્રચંડ, તિરંગા, તંગેલ, ગરુડ, અમૃત અને ત્રિશુલ રચનામાં ઉડ્યા. ખાસ વાત એ છે કે નેવીનું ઇલ્યુઝન IL-38 પહેલું છે અને છેલ્લી વખત પરેડમાં જોડાયું હતું. સર્વેલન્સ અને એન્ટી સબમરીન એરક્રાફ્ટને 1977માં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. 42 વર્ષની સેવા પછી આ વર્ષના અંતે તેને દૂર કરવામાં આવશે. તેને વિંગ્ડ સ્ટેલિયન પણ કહેવામાં આવે છે.

ભારતને પૂર્વ સોવિયેત નેવી પાસેથી Il-38s એરક્રાફ્ટ મળ્યું હતું.
ભારતને પૂર્વ સોવિયેત નેવી પાસેથી Il-38s એરક્રાફ્ટ મળ્યું હતું.

5. માત્ર સ્વદેશી શસ્ત્રોનું પ્રદર્શન, અગ્નિવીર પણ પરેડમાં ભાગ લીધો
પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા. ત્યાં સુધી કે એમ્યુનિશન પણ સ્વદેશી હતા. દિલ્હી એરિયા ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત સેના ઘણા સ્વદેશી ઉપકરણો પ્રદર્શિત કરાયા.

આ પરેડમાં K-9 વજ્ર હોવિત્ઝર્સ, MBT અર્જુન, નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ અને ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ સામેલ થયા. મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું કે આપણે સ્વદેશી તરફ વળી રહ્યા છીએ. એ સમય દૂર નથી જ્યારે આપણા તમામ સાધનો સ્વદેશી હશે.

પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સરફેસ ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આકાશ પણ બતાવવામાં આવી.
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સરફેસ ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આકાશ પણ બતાવવામાં આવી.

6. પ્રથમ વખત નાર્કોટિક્સ બ્યુરોની ઝાંખી, કેનાઇન મેમ્બર લેમન અને જેલી જોવા મળી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ઝાંખી પ્રથમ વખત પરેડમાં જોવા મળી. આ ઝાંખીમાં NCB સભ્યો ઉપરાંત તેમની ડોગ સ્કવોડના 2 સભ્યો હાજર રહ્યા. કેનાઇન સ્ક્વોડના આ શ્વાનના નામ લિમ્બુ અને જેલી છે. તેણે અનેક ઓપરેશનમાં પકડાયેલા ડ્રગ્સ કન્સાઈનમેન્ટ મેળવવામાં ભૂમિકા ભજવી છે.

ટેબ્લો પર નશા મુક્ત ભારતનો સંદેશો લખ્યો હશે. તેમજ તેના સભ્યો ભારતના વિવિધ પોશાક સાથે દેખાયા. આના દ્વારા તે સંદેશ આપ્યો કે આપણે સાથે મળીને નશા મુક્ત ભારતનું સપનું પૂરું કરી શકીએ છીએ.

ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું ટેબ્લો. ડોગ સ્ક્વોડનો એક સભ્ય પણ જોવા મળી રહ્યો છે.
ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું ટેબ્લો. ડોગ સ્ક્વોડનો એક સભ્ય પણ જોવા મળી રહ્યો છે.

7. બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં દેશનો સૌથી મોટો ડ્રોન શો
300 વર્ષથી ચાલી રહેલ બીટ ધ રીટ્રીટ સેરેમની 29 જાન્યુઆરીએ યોજાવાની છે. આ વખતે આ સમારોહમાં દેશનો સૌથી મોટો ડ્રોન શો જોવા મળશે. જેમાં 3200 ડ્રોન સામેલ હશે અને સાંજે રાયસીના હિલ્સ ઉપરથી ઉડાન ભરશે. તેઓ દેશની મહત્વની ઘટનાઓ રજૂ કરશે. ડ્રોન શો 10 મિનિટ સુધી ચાલશે.

2022માં 1 હજાર ડ્રોને બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો. બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીની શરૂઆત 17મી સદીમાં બ્રિટનમાં થઈ હતી. ભારતમાં તે 1952થી શરું થયું હતું.

કર્તવ્ય પથ પર સેનાના તાકાતની તસવીર...

કર્તવ્ય પથ પર મંગળવારે ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન આર્મીની ટેન્કોનાં પ્રદર્શનનો એરિયલ વ્યૂ.
કર્તવ્ય પથ પર મંગળવારે ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન આર્મીની ટેન્કોનાં પ્રદર્શનનો એરિયલ વ્યૂ.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી મુખ્ય અતિથિ
આ વર્ષે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેહ ફતાહ અલ-સીસી હતા. મિસ્ત્રની 120 સભ્યોની સૈન્ય ટુકડી પણ પરેડમાં સામેલ થઈ. અલ સીસીની સિદ્ધિઓ પણ પીએમ મોદી સાથે મળતી આવી છે.

મોદીની જેમ અલ-સીસી પણ 2014માં વડાપ્રધાન બન્યા હતા. બીજી વખત ચૂંટણી થઈ તો પૂર્ણ બહુમત સાથે ફરીથી સત્તા મેળવી હતી. અલ-સીસી સેનામાંથી જનરલ પદ પરથી નિવૃત્ત થયા હતા.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેહ ફતાહ અલ-સીસીની આ તસવીર મંગળવારની છે, જ્યારે તેઓ ભારત પહોંચ્યા હતા.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેહ ફતાહ અલ-સીસીની આ તસવીર મંગળવારની છે, જ્યારે તેઓ ભારત પહોંચ્યા હતા.

23 સાંસ્કૃતિક ઝાંખી, 503 કલાકાર અને પારંપરિક માર્શલ આર્ટિસ્ટ પરફોર્મ કર્યું

23 સાંસ્કૃતિક ઝાંખી બતાવી. આ દરમિયાન વંદે ભારત ડાન્સ કોમ્પિટિશન દ્વારા પસંદ કરાયેલા 503 ડાન્સર્સ પરેડ દરમિયાન પર્ફોર્મ કર્યું. યુપી, જમ્મુ-કાશ્મીર ઉપરાંત ગુજરાતની ઝાંખી પર નજર રહી. દેશના સૌપ્રથમ સૌર ઊર્જાથી ચાલતા મોઢેરા ગામની ઝલક ગુજરાતના ટેબ્લોમાં જોવા મળી.

એનું નેતૃત્વ પીએમ મોદીના ભાઈ પંકજ મોદી કર્યું . તેઓ ગુજરાત સરકારમાં વરિષ્ઠ માહિતી અધિકારી છે. પરેડ દરમિયાન હોર્સ શો અને દેશની પરંપરાગત માર્શલ આર્ટનું પ્રદર્શન પણ યોજાયું હતું.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 24 જાન્યુઆરીએ પરંપરાગત માર્શલ આર્ટ કલારીપાયટ્ટુનું પ્રદર્શન કરતા મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપના સભ્યો.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 24 જાન્યુઆરીએ પરંપરાગત માર્શલ આર્ટ કલારીપાયટ્ટુનું પ્રદર્શન કરતા મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપના સભ્યો.

2 તસવીરો, જે પ્રજાસત્તાક ઉત્સવનો ઉત્સાહ દર્શાવે છે

તસવીર અમૃતસરની છે. પ્રજાસત્તાક દિવસની તૈયારી દરમિયાન અહીં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તસવીર અમૃતસરની છે. પ્રજાસત્તાક દિવસની તૈયારી દરમિયાન અહીં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મંગળવારે પંજાબના જલંધરમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ દરમિયાન RAF જવાન તેની મૂછોને તાવ આપતો જોવા મળે છે.
મંગળવારે પંજાબના જલંધરમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ દરમિયાન RAF જવાન તેની મૂછોને તાવ આપતો જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...