SGSITSના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર ડો. પીકે ચાંદે એક એવો પંખો તૈયાર કર્યો છે કે જે લોકોને ફાંસીએ ચઢવાથી રોકશે. આ પંખો 3 વર્ષની સખત મહેનતનું પરિણામ છે. પ્રોફેસર પાસેથી જ જાણો આ અનોખા પંખાનો આઈડિયા કેવી રીતે આવ્યો....
1892માં જર્મન એન્જીનિયર ફિલિપ એચ ડીએહીએ સીલિંગ ફેન બનાવ્યો હતો, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ પંખો મનુષ્યનો જીવ પણ લઈ શકશે. મેં મારા સંબંધી અને પાડોશીને પંખો સાફ કરતી વખતે પડતા જોયા હતા. ઉપરથી નીચે પટકાતા મારા એક સંબંધીની કમર તૂટી ગઈ હતી. લોકો પંખાથી લટકીને સુસાઈડ કરી રહ્યા છે. એટલા માટે મેં વિચાર્યું કે એવો પંખો બનાવીએ કે જે સરળતાથી નીચે આવી જાય અને ફરી ઉપર જતો રહે. મેં ઘણા મહિનાઓની રિસર્ચ બાદ પંખાના બે મોડ્યુલ તૈયાર કર્યા. જ્યારે તે સફળ થયો તો તેનો ફાઈનલ પ્રોટોટાઈપ તૈયાર કર્યો. તેની સિસ્ટમની કિંમત 400થી 500 રુપિયા છે.
ફાંસી લગાવનાર નિષ્ફળ રહેશે
પ્રો. ચાંદે આગળ જણાવ્યું કે પંખાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ ફાંસી લગાવવાનો પ્રયત્ન કરશે તો પંખો નીચે આવી જશે. વ્યક્તિ હટ્યા બાદ ફરીથી પંખો ઉપર જતો રહેશે. આ પંખો પ્રોફેસરે SGSITSના સીઆઈડીઆઈ એટલે કે ઈન્ક્યૂબેશન સેન્ટરની મદદથી તૈયાર કર્યો છે.
ત્રણ સિસ્ટમ પર કામ કરશે પંખો
આ પંખો ત્રણ મેકેનિકલ સિસ્ટમ મારફતે કામ કરે છે. પહેલી સિસ્ટમ ઈલેક્ટ્રિક કપલર, બીજી સિસ્ટમ ટ્રાઈ મોડ્યૂલર અને ત્રીજી સિસ્ટમ ટેલિસ્કોપિક પાઈપ છે. આ પંખામાં મુખ્ય સિસ્ટમ મોડ્યુલર લોક છે, જેનાથી પંખો ઝાટકાથી નીચે નથી પડતો. લોક ત્રણ વખત ખુલે છે અને કામ પત્યા બાદ ઉપર જઈને બંધ થઈ જાય છે.
તૈયાર કરવામાં 8 લાખ રુપિયા ખર્ચો
પ્રોફેસરે જણાવ્યું કે પંખાનું નામ સિમ ડિવાઈસ (સેફ ઈઝી ઈફેક્ટિવ મેંટેનન્સ ઓફ સીલિંગ ફેન) રાખ્યું છે. કેમકે તે ખૂબ જ સુરક્ષિત છે અને વપરાશ માટે સરળ છે. તેની સિસ્ટમ બનાવવામાં એમ તો ત્રણ વર્ષમાં 7થી 8 લાખ રુપિયા ખર્ચ થયા, પરંતુ તેની સિસ્ટમની કિંમત 400થી 500 રુપિયા છે.
3D ટેક્નીકથી તૈયાર કર્યો ફાઈનલ પ્રોટોટાઇપ
SGSITSના મીડિયા પ્રભારી એલેક્સ કુટ્ટીએ જણાવ્યું કે પ્રોફેસરે પંખાનું ફાઈનલ પ્રોટોટાઇપ ઈન્ક્યૂબેશન સેન્ટરમાં લાગેલી 3D પ્રિન્ટિંગ મશીનની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોફેસરે પહેલા બે પ્રોટોટાઈપ મેટલ બોડીથી બનાવ્યા હતા. સેન્ટરમાં લાગેલી પ્રિન્ટિગ મશીન 4 પ્રકારના મટિરિયલ પર કામ કરે છે.
પ્રોફેસરે પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું
પ્રોફેસર ડોં. ચાંદે SGSITSના ડાયરેક્ટર સાથે જ મૌલાના આઝાદ ઈન્સ્ટિયૂટ અને NMISના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ડો. ચાંદે IIM ઈન્દૌર અને જાપાનની યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદ પર પણ કામ કરી ચૂક્યા છે. રિટાયર થયા બાદ સીએસ માઈન્ડ નામથી સ્ટાર્ટઅપ શરુ કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.