ડ્રેગનને જવાબ આપશે ઈન્ડિયન આર્મી:LAC પર તહેનાત કરશે M777 તોપ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં પણ બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતે નવેમ્બર 2016માં અમેરિકાને 75 કરોડ ડોલરની કિંમતથી 145 હોવિત્ઝરનો ઓર્ડર આપ્યો હતો. જૂન 2022 સુધીમાં આર્મીને વધુ 56 M777 મળશે. - Divya Bhaskar
ભારતે નવેમ્બર 2016માં અમેરિકાને 75 કરોડ ડોલરની કિંમતથી 145 હોવિત્ઝરનો ઓર્ડર આપ્યો હતો. જૂન 2022 સુધીમાં આર્મીને વધુ 56 M777 મળશે.

લદ્દાખમાં ચીનની સાથે જોવા મળી રહેલા સરહદ વિવાદ વચ્ચે ઈન્ડિયન આર્મી વધુ M777 અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપની સંખ્યા વધારવા જઈ રહ્યાં છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારતે નવેમ્બર 2016માં અમેરિકાને 75 કરોડ ડોલરની કિંમતથી 145 હોવિત્ઝરનો ઓર્ડર આપ્યો હતો. જૂન 2022 સુધીમાં આર્મીને વધુ 56 M777 મળશે. અત્યાર સુધીમાં 89 હોવિત્ઝરની ડિલીવર કરવામાં આવી છે. લદ્દાખમાં LACની પાસે ભારત અને ચીન વચ્ચે 18 મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. અરુણાચલ પ્રદેશમાં પણ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પોતાની પ્રવૃતિ તેજ કરી દીધી હતી.

M777ને બનાવનારી કંપની BAE સિસ્ટમ્સે 25 તૈયાર હોવિત્ઝરની ડિલીવરી કરી છે અને બાકીની તોપ સરકારની મેક ઈન ઈન્ડિયા પોલીસી અંતર્ગત મહિન્દ્રા ડિફેન્સની સાથે ભારતમાં બનાવવામાં આવી રહી છે. આ તોપની રેન્જ 30 કિલોમીટર સુધીની છે. પરંતુ સારી પરીસ્થિતિમાં આ 40 કિમીથી વધુના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. હોવિત્ઝરને જરૂરિયાત મુજબ સહેલાયથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.

ઉંચાઈવાળા વિસ્તારોમાં તહેનાતી આસાન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય લેફટનન્ટ જનરલ એસએલ નરસિમ્હને (રિટાયર્ડ) કહ્યું કે બાકિના M777 સામેલ થવાથી સેનાને મોટી રાહત મળશે. ટાઈટેનિયમ અને એલ્યુમીનિયમથી બનેલી હોવિત્ઝરનું વજન લગભગ 4 હજાર કિલોગ્રામ છે, પરંતુ ચિનૂક હેલીકોપ્ટરથી તેને ઉંચાણવાળા વિસ્તારમાં સહેલાયથી લઈ જઈ શકાય છે. અરુણાચલ પ્રદેશમાં એક આર્ટિલરી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સંજીવ કુમારે પહેલાં કહ્યું કે એવા અનેક વિસ્તારો છે, જ્યાં મોટી સંખ્યામાં તોપ તહેનાત કરવામાં આવશે. પરંતુ M777ને ચિનૂકમાં સ્લિંગ લોડ કરીને ઝડપથી તહેનાત કરી શકાય છે.

FARP અંતર્ગત ખરીદવામાં આવશે બીજા હથિયારો
M777 સેનાની ફીલ્ડ આર્ટિલરી રિલેશનશિપ પ્લાન (FARP)નો મહત્વનો ભાગ છે, જેને 1999માં મંજૂરી આપવામાં આવી હતી. 50 હજાર કરોડના FARP અંતર્ગત નેટ્રેક સેલ્ફ પોપેલ્ડ ગન, ટ્રક-માઉન્ટેડ ગન સિસ્ટમ, ટોડ આર્ટિલરી પીસ અને વ્હીલ્ડ સેલ્ફ પ્રોપેલ્ડ ગન સહિત નવા 155 મિમી હથિયારોને સામેલ કરવા માટે રોડમેપ તૈયાર કરાયો છે.

M777 ઉપરાંત આર્મીએ K9 વજ્ર-T ઓટોમેટિક આર્ટિલરી ગન અને 155 મિમી બોફર્સને લદ્દાખ સેક્ટરમાં તહેનાત કરાઈ છે. ખાનગી ક્ષેત્રની ડિફેન્સ કંપની લાર્સન એન્ડ ટુબ્રો અને દક્ષિણ કોરિયાની હનવા ટેકવિન (HTW)એ ભારતમાં એડવાન્સ મોબાઈલ K9 બંદૂક બનાવી છે. આ તોપને મેદાની વિસ્તારમાં તહેનાત કરવાની હતી પરંતુ સેનાએ તેને ઉંચાઈવાળી જગ્યાએ તહેનાત કરીને કેટલાંક સામાન્ય ફેરફાર કર્યા છે. ભારત અને ચીને લદ્દાખ તેમજ અરુણાચલ પ્રદેશમાં LAC પર સરહદની બંને બાજુએ સૈન્ય પ્રવતિમાં વધારો કર્યો છે. બંને તરફથી મોટી સંખ્યામાં ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે.

ચીનની સાથેની વાતચીત પરિણામ વગરની રહી
જનરલ રાવતે ગત સપ્તાહે કહ્યું હતું કે પરમાણુ હથિયાર સંપન્ન બંને દેશો વચ્ચે સરહદ વિવાદના સમાધાનમાં વિશ્વાસની ઉણપ અને શંકા સમસ્યાનું મૂળ કારણ છે. ગત મહિને ભારત અને ચીનના મિલિટ્રી કમાન્ડર્સ વચ્ચે 13માં રાઉન્ડની વાતચીત વગર પરિણામ ખતમ થઈ ગઈ હતી. બંને પક્ષ વચ્ચે સરહદ પરથી સેનાને હટાવવાની વાત પર અસહમતી બની છે. આ કારણે ગત વર્ષે સરહદની સુરક્ષા માટે ગયેલા હજારો સૈનિકો હવે બેઝ પર લાંબા સમય સુધી પરત નહીં ફરી શકે.

અન્ય સમાચારો પણ છે...