તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Said Jagdeep Dhankhad Bhastra, His Name Was In The Chargesheet Of 1996 Hawala Jain Case.

બંગાળના ગવર્નર પર મોટો આરોપ:મમતાએ કહ્યું- જગદીપ ધનખડ ભ્રષ્ટ વ્યક્તિ, તેમનું નામ 1996ના હવાલા જૈન કેસની ચાર્જશીટમાં હતું

કોલકાતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળમાં ચૂંટણી થઈ તે પહેલાથી મમતા અને ધનખડની વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યના ગવર્નર જગદીપ ધનખડ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમનુ નામ વર્ષ 1996ના હવાલા જૈન કેસની ચાર્જશીટમાં હતું. મેં તેમને હટાવવા માટે ત્રણ વખત પત્ર પણ લખ્યો હતો.

મમતાના આરોપ અંગે થોડીવાર પછી રાજ્યપાલ ધનખડે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ ચાર્જશીટમાં મારુ નામ નથી. આ ખોટી માહિતી છે. મેં હવાલા ચાર્જશીટમાં કોઈ કોર્ટમાંથી સ્ટે લીધો નથી, કારણ કે આવી કોઈ ચાર્જશીટ જ ન હતી.

રાજ્યપાલે કહ્યું કે તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. તે ખોટા છે. મને તેમની પાસેથી આવી કોઈ આશા ન હતી. જૈન હવાલા કેસમાં કોઈ દોષી નથી. તેમણે મહામારીના સમયમાં પોતાનાઓને રેવડી વહેંચી છે. હું મમતા બેનર્જીને નાની બહેન માનુ છું. તેમણે જે કહ્યું તે સત્યથી વેગળું છે.

ચૂંટણીના સમયથી છે તણાવ
બંગાળમાં ચૂંટણી થઈ તે પહેલાથી મમતા અને ધનખડની વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ધનખડે ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજ્યમાં થયેલી હિંસાને ન રોકવા માટે મમતાને જવાબદાર ઠેરવી હતી. સતત નિવેદનથી નારાજ મમતાએ ધનખડને 14 પેજનો પત્ર લખ્યો હતો.

મંત્રીઓના શપથ દરમિયાન પણ ગવર્નરે વ્યક્ત કરી હતી નારાજગી
બંગાળ સરકારના મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભ દરમિયાન પણ રાજ્યપાલ ધનખડે બંગાળ હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસા ખત્મ કરવાને લઈને રાજ્ય સરકારમાં કોઈ જવાબદારી ન દેખાઈ. સ્થિતિ જણાવે છે કે સરકાર પણ આ જ થાય તેમ ઈચ્છતી હતી. બંગાળમાં બંધારણ ખત્મ થઈ ગયું છે. રાતે હિંસાના સમાચાર મળે છે અને સવારે બધુ સાજુ થઈ જાય છે.

મમતાના શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે મને સંપૂર્ણ આશા છે કે મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા ભરશે.
મમતાના શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે મને સંપૂર્ણ આશા છે કે મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા ભરશે.

મમતાએ 5મેના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે રાજ્યપાલે બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ CMને અપીલ કરી હતી કે સ્થિતિ સુધારવા માટે ઝડપથી પગલા ભરવામાં આવે.

શું હતો હવાલા જૈન કાંડ જેનો ઉલ્લેખ મમતાએ કર્યો
25 વર્ષ પહેલા થયેલા આ કૌભાંડે ભારતીય રાજકારણને હલાવી નાંખ્યું હતું. BJPના સીનિયર લીડર લાલકૃષ્ણ આડવાણી, કોંગ્રેસના વિદ્યાચરણ શુકલ, અર્જુન સિંહ, શરદ યાદવ, મદનલાલ ખુરાના, નારાયણ દત તિવારી જેવા મોટા નેતાઓ પર તેમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા. જોકે એક-એક કરીને તમામને કોર્ટેની ક્લિનચીટ મળી ગઈ.

115 નેતાઓ અને બ્યુરોક્રેટ્સના નામ આવ્યા હતા
તેને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. તેમાં ખુલાસો થયો કે વિદેશથી જે ફન્ડથી રાજકીય પક્ષોને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા, તે ચેનલ દ્વારા આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનને પણ ફન્ડ આપવામાં આવ્યું. આ કૌભાંડમાં 115 નેતા અને કારોબારની સાથે ઘણા બ્યુરોક્રેટ્સના નામ આવ્યા.

પુરાવા ન હોવાના કારણે તમામ મુક્ત થઈ ગયા. આ કૌભાંડના બે મોટા એજન્ટ સુરેન્દ્ર કુમાર જૈન અને તેમના ભાઈ જે કે જૈન હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં ત્યારે જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લાલકૃષ્ણ આડવાણી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે એસ કે જૈન પાસેથી 2 કરોડ રૂપિયા લીધા છે.

અન્ય સમાચારો પણ છે...