પ્રયાગરાજથી દોડીને 10 વર્ષની રનર કાજલ શનિવારે લખનઉ પહોંચી. જ્યાં તેમને CM યોગી સાથે મુલાકાત કરી. CMને કાજલે તેની મહેનતનો રિવોર્ડ ન મળતો હોવાની વાત કરી. કાજલે મુખ્યમંત્રીને જણાવ્યું કે તે દિલ્હી સુધી જઈ આવી છે. જેને લઈને યોગીએ કાજલના માથે હાથ ફેરવ્યો. પછી હસતા હસતા કહ્યું હું તારો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છું. તું આ રીતે જ મહેનત કરતી રહેજે.
40 ડિગ્રી તાપમાનમાં 5 દિવસમાં 200 કિલોમીટરથી વધુનું અંતર દોડીને પુરું કરનારી કાજલ સાથે ભાસ્કરે વાત કરી. વાંચો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ... .
સવાલઃ પ્રયાગરાજથી લખનઉ દોડીને કેમ આવી?
જવાબઃ મેરાથોનમાં 42 કિમી દોડી હતી, જ્યાં મને સન્માનિત કરવામાં આવી ન હતી. પ્રયાગરાજથી દિલ્હી સુધી 720 કિલોમીટર દોડી ત્યારે પણ મને કોઈ સન્માન મળ્યું ન હતું. તેથી હું પ્રયાગરાજથી લખનઉ દોડીને CM યોગીને મળવા આવી.
લખનઉ સ્થિત સરકારી નિવાસસ્થાને CM યોગીને મળીને કાજલ ઘણી જ ખુશ થઈ
સવાલઃ તમે CM યોગી સાથે મુલાકાત કરી, ત્યાં શું વાત થઈ?
જવાબઃ મારી ઈન્દિરા મેરાથોનને લઈને વાતચીત થઈ હતી. CMજીએ કહ્યું કે હું તારો સંપૂર્ણ ખર્ચ ઉઠાવીશ. તું ફક્ત આવી જ ધગશથી મહેનત કર.
સવાલઃ કયારથી પ્રેક્ટિસ શરુ કરી તમે?
જવાબઃ હું મારા ઘરમાં પ્રેક્ટિસ કરી રહી છું, મેં તેની શરૂઆત પ્રયાગરાજથી જ કરી. ત્યાં હું દોડી તો પહેલા નંબરે આવી.
સવાલઃ તમારા મમ્મી-પપ્પાનું શું નામ છે, શું તેઓ તમને સપોર્ટ કરે છે?
જવાબઃ મારા મમ્મી-પપ્પા મને પ્રેક્ટિસ માટે લઈ જાય છે. મારી મદદ પણ કરે છે. મારી મમ્મીનું નામ શાંતિ દેવી છે અને પિતાનું નામ નીરજ નિષાદ છે.
CMએ ગિફ્ટમાં આપ્યા જૂતાં, બાબૂ બનારસી દાસ એકેડમીમાં એડમિશન થશે
કાજલની ધગશ જોઈને CMએ તેને સન્માનિત કરી છે. સાથે જ તેમને ભવિષ્યમાં પણ આ રીતે જ દોડીને એક નવી સિદ્ધિ હાંસલ કરવાની પ્રેરણા આપતા એક જોડી જૂતાં પણ ભેટમાં આપ્યા છે. જ્યારે તેમને યોગી દ્વારા સન્માનિત કરવામાં આવી ત્યારે કાજલની ખુશીનો કોઈ પાર ન હતો. આ ભેટ માટે તેમને મુખ્યમંત્રીનો આભાર માન્યો. આ સાથે જ બાબૂ બનારસી દાસ ખેલ એકેડમીમાં કાજલની પ્રતિભાનું સન્માન કરતા તેને આગળની તૈયારી માટે સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ લીધી.
CMને લખ્યો પત્ર
કાજલે પ્રયાગરાજમાં સ્થાનિક ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દોડીને પૂરી કરી હતી. પરંતુ, કાર્યક્રમમાં યોગ્ય સન્માન ન મળવાને કારણે કાજલ ઘણી જ નિરાશ થઈ ગઈ હતી. આ વાતને લઈને કાજલે CMને પત્ર લખીને તેને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, જેના માટે કાજલ 10 એપ્રિલે પ્રયાગરાજથી લખનઉ દોડીને નીકળી ગઈ. લગભગ 200 કિલોમીટરની લાંબી સફર કાજલે 15 એપ્રિલે પૂરી કરી અને સીધી જ મુખ્યમંત્રીને મળવા 5 કાલીદાસ માર્ગ પહોંચી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.