તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલ-ડીઝલ બાદ ગેસની કિંમતમાં તોતિંગ વધારો:સરકારે LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો ભાવવધારો ઝીંક્યો,ડિસેમ્બરથી અત્યાર સુધીમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 175 ભાવ વધારો થયો

નવી દિલ્હી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગેસ-સિલિન્ડરની કિંમત 4 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 25 વધારી હતી અને હવે 14 ફેબ્રુઆરીથી એટલે કે આજથી રૂપિયા 50 ભાવવધારો કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
ગેસ-સિલિન્ડરની કિંમત 4 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 25 વધારી હતી અને હવે 14 ફેબ્રુઆરીથી એટલે કે આજથી રૂપિયા 50 ભાવવધારો કરવામાં આવ્યો છે.
 • ફેબ્રુઆરી મહિનામાં બે વખત અનુક્રમે રૂપિયા 25 અને રૂપિયા 50 ભાવ વધ્યાં

ડીઝલ-પેટ્રોલની કિંમતોથી પરેશાન લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. સરકારે LPG ગેસ- સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે. વધી ગયેલી કિંમત રવિવાર મધ્ય રાત્રે 12 વાગ્યાથી જ લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે ડિસેમ્બરમાં બે વખત 50-50 તથા ફેબ્રુઆરી મહિનામાં રૂપિયા 25 અને રૂપિયા 50 ભાવ વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા 10 દિવસમાં ગેસ-સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 75 ભાવવધારો કરવામાં આવ્યો છે.
છેલ્લા 10 દિવસમાં ગેસ-સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 75 ભાવવધારો કરવામાં આવ્યો છે.

ગેસ-સિલેન્ડરની કિંમત ફેબ્રુઆરીમાં બીજી વખત વધારવામાં આવી છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ સબસિડીવાળા સિલિન્ડર રૂપિયા 25 મોંઘા થયા હતા. હવે 10 દિવસ બાદ એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ એની કિંમતમાં વધુ રૂપિયા 50 વધારો કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં અત્યારસુધીમાં ઘરેલુ સિલેન્ડરની કિંમતમાં રૂપિયા 75નો વધારો થયો છે.

ડિસેમ્બરમાં પણ બે વખત કિંમત વધી હતી
જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે આ અગાઉ ડિસેમ્બરના મહિનામાં બે વખત રૂપિયા 50-50નો વધારો ઝીંક્યો હતો. બજેટ દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સબસિડી વગરનો 14.2 કિલોગ્રામ ગેસ-સિલેન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી, જોકે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલેન્ડરની કિંમતમાં રૂપિયા 191નો વધારો થયો હતો.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં આ ભાવ લિટરદીઠ રૂપિયા 90થી 100 વચ્ચે છે. મધ્યપ્રદેશમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100 પાર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 95 કિંમતથી વેચાઈ રહ્યું છે.

દેશનાં અનેક શહેરોમાં લિટરદીઠ પેટ્રોલના ભાવ રૂપિયા 90થી 100 વચ્ચે છે.
દેશનાં અનેક શહેરોમાં લિટરદીઠ પેટ્રોલના ભાવ રૂપિયા 90થી 100 વચ્ચે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો