• Gujarati News
  • National
  • Lowest Hypertension Among Muslims In The Country, Highest Among Sikh Jains, 20% Gujarati Sufferers

ભાસ્કર રિસર્ચ:દેશમાં મુસ્લિમોમાં સૌથી ઓછું હાયપરટેન્શન, શીખ-જૈનમાં સૌથી વધુ, 20% ગુજરાતી પીડિત

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
  • 67% મહિલા, 53.7% પુરુષે ક્યારેય બ્લડ પ્રેશરની તપાસ કરાવી નથી
  • રાજ્ય, પંજાબમાં 37% પુરુષ, 31% મહિલાઓ તણાવમાં, રાજસ્થાનમાં આ આંકડો ફક્ત 18%
  • દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષોમાં હાયપરટેન્શનની ફરિયાદ વધુ હોય છે

દેશમાં હાયપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશરનો સૌથી વધુ ભોગ શીખો બને છે, જ્યારે મુસ્લિમોમાં તેનું પ્રમાણ સૌથી ઓછું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, હાયપરટેન્શનનું સૌથી મોટું કારણ તણાવ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

આ રિપોર્ટ પ્રમાણે, દેશના 24% પુરુષ અને 21% મહિલા હાયપરટેન્શનની શિકાર છે. તેમાં શીખ સમુદાયના સૌથી વધુ 37% લોકો પહેલા ક્રમે છે. ત્યાર પછી 30.1% જૈન, 24% હિન્દુ અને 21% મુસ્લિમો સામેલ છે. જે ધર્મના લોકોમાં ઓછું હાયપરટેન્શન છે, તેમને સ્વાભાવિક રીતે જ ઓછી બિમારીઓ થવાની આશંકા છે.

હાયપરટેન્શનથી હૃદય, કિડની અને લિવર સંબંધિત બિમારીઓ, લકવો, નાકમાંથી લોહી નીકળવું અને આંખોનું તેજ ઓછું થવી જેવી મુશ્કેલીઓનો ખતરો વધી જાય છે. આ સર્વે પ્રમાણે ગંભીર બિમારીઓના ખતરા છતાં દેશમાં 67% મહિલાઓ અને 53.7% પુરુષોએ ક્યારેય બ્લડ પ્રેશરની તપાસ પણ નથી કરાવી.

તમામ આંકડા ટકાવારીમાં

  • 50ની ઉંમર પાર કર્યા પછી પુરુષોની તુલનામાં મહિલાઓમાં હાયપરટેન્શન વધવા લાગે છે. 49 વર્ષની ઉંમરસુધી પુરુષોમાં હાયપરટેન્શન વધુ હોય છે.
  • 30-39 વયજૂથમાં પુરુષોની તુલનામાં આશરે 7% વધુ મહિલા હાયપરટેન્શનનો શિકાર થાય છે, જ્યારે 70+માં તેનાથી વિપરિત હોય છે.
ધર્મપુરુષમહિલા
હિન્દુ24.00%21.00%
મુસ્લિમ21.20%20.70%
ખ્રિસ્તી29.00%26.30%
શીખ37.00%30.80%
બૌદ્ધ23.70%22.90%
જૈન30.10%24.70%
અન્ય23.00%19.80%

રાજ્ય, પંજાબમાં 37% પુરુષ, 31% મહિલાઓ તણાવમાં, રાજસ્થાનમાં આ આંકડો ફક્ત 18%

રાજ્યપુરુષમહિલા
પંજાબ37.00%31.20%
દિલ્હી32.70%24.10%
છત્તીસગઢ27.70%25.00%
હરિયાણા25.10%21.00%
મહારાષ્ટ્ર24.40%23.10%
મધ્ય પ્રદેશ22.70%20.60%
ઝારખંડ22.60%17.80%
ગુજરાત20.30%20.50%
બિહાર18.40%15.90%
રાજસ્થાન17.90%15.30%
  • પંજાબ પછી કેરળમાં સૌથી વધુ 30.9% મહિલાઓમાં હાયપરટેન્શનની ફરિયાદ છે. આ સિવાય કોઈ પણ રાજ્યમાં આ આંકડો 30%થી ઉપર નથી.
  • સિક્કિમમાં સૌથી વધુ 41.6% પુરુષ હાઈ બ્લડ પ્રેશરના શિકાર છે. ત્યાર પછી આ યાદીમાં પંજાબ (37.7%), મણિપુર (33.2%) , અરુણાચલ (33.1%), કેરળ (32.8%)નો સમાવેશ થાય છે.
  • મહિલા-પુરુષો વચ્ચેનું અંતર જોઈએ તો શીખોમાં સૌથી વધુ 6% છે, જ્યારે મુસ્લિમોમાં સૌથી ઓછું 0.5% અંતર જ છે.
અન્ય સમાચારો પણ છે...