તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Love Marriage Was One Year Ago; Murder And Said The Wife Is Ill; Postmortem Caught After 30 Days PM Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ કહાનીનો દુખદ અંત:યુવતીએ જેના માટે ધર્મ પણ બદલી દીધો...પિકનિક પર જવાની જિદ પર પતિએ ગુસ્સામાં ગળુ દબાવીને તેનો જ જીવ લઈ લીધો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપને છુપાવવા માટે મૃતદેહ લઈને હોસ્પિટલ ગયો અને કહ્યું કે, પત્ની બીમાર છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

છિંદવાડામાં 20 વર્ષનો પતિ બેરહેમ અને વિકૃત મગજવાળો સાબીત થયો. પહેલાં તેણે પત્નીની ચુંદડીની તેનું ગળુ દબાવીને હત્યા કરી અને પછી ડોક્ટરને કહ્યું કે, પત્ની બીમાર છે. ડોક્ટરે ચેક કર્યા પછી પત્નીને મૃત જાહેર કરી હતી. ત્યારપછી ડોક્ટરે જ પોલીસને માહિતી આપીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. 30 દિવસ પછી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો અને તેમાં ખુલાસો થયો હતો કે, ગળુ દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસે જ્યારે કડક રીતે તેના પતિની પૂછપરછ કરી ત્યારે તેણે પણ આરોપ સ્વીકારી લીધો હતો.

પોલીસે જણાવ્યું કે, દમુઆ નંબર આઠમાં રહેતા 20 વર્ષના સિદ્ધાર્થ ઉર્ફે બિટ્ટૂ હલદારે અન્ય ધર્મની છોકરી રિઝવાના સાથે એક વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી રિઝવાનાનું નામ બદલીને સીમા હલદાર રાખવામાં આવ્યું છે. સીમાએ કોઈ કામ માટે રૂ. 1500 માંગ્યા હતા અને બહાર ફરવા લઈ જવા માટે જીદ કરી હતી. આ વાત વિશે 25 ફેબ્રુઆરીએ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારપછી સિદ્ધાર્થે સીમાના દુપટ્ટાથી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી. પરિવારસાથે મળીને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ સીમાનો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ડોક્ટરને જણાવ્યું કે, સીમા બીમાર છે. ડોક્ટરે ત્યાં જ તેને ચેક કરીને મૃત જાહેર કરી દીધી હતી.

PM રિપોર્ટમાં ખુલાસો
પોલીસે પૂછપરછ કરી ત્યારે સિદ્ધાર્થ અને તેના પરિવારજનોએ સીમા બીમાર હોવાની વાત કરી હતી. તેથી પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતી હતી. આરોપીને લાગ્યું કે, તેઓ બચી ગયા પરંતુ 25 માર્ચ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસ સિદ્ધાર્થને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરી હતી. જોકે ત્યારે પણ તેણે જૂની જ વાતો ચાલુ રાખી હતી. પોલીસે જ્યારે કડક રીતે પૂછપરછ કરી અને પીએમ રિપોર્ટ તેની સામે મુક્યો ત્યારે તે ટૂટી ગયો અને તેણે હત્યાની વાત સ્વીકારી લીધી હતી. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દીધો હતો.

બેરોજગાર છે, એક વર્ષ પહેલાં જ કર્યા હતા લગ્ન
આરોપી સિદ્ધાર્થ બેરોજગાર છે. તેણે એક વર્ષ પહેલાં જ રિઝવાના સાથે લવ મેરેજ કર્યા હતા. તે બીજા ધર્મની હતી. લગ્ન પછી રિઝવાનાનું નામ બદલીને સીમા કરી દેવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ પરિવારની સાથે જ રહેતો હતો. બેરોજગાર હોવાના કારણે તેનો સીમા સાથે ઘણી વખત વિવાદ થતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો