રાજસ્થાનના ભીલવાડા શહેરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. અહીં એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબીને 2 સગા ભાઈઓના મોત થયા છે. બંને બાળકો પોતાના ફોઈના ત્યાં લગ્નમાં સામેલ થવા આવ્યા હતા. પરિવારજનો એટલા અંધવિશ્વાસુ હતા કે તેમણે બંને બાળકોના મૃતદેહને મીઠામાં દબાવી દીધા. તેમનું કહેવું હતું કે ડૂબનારાને મીઠામાં દબાવીને રાખવાથી તેઓ જીવીત થઈ જાય છે. કલાકો સુધી મીઠામાં મૃતદેહો દબાવી રાખ્યા પણ બાળકો જીવીત ન થયા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાછોલાના રહેવાસી અમિત કાષ્ટના બે દીકરાઓ 7 વર્ષીય અરનવ અને 5 વર્ષીય અહાન રવિવારે હરણી મહાદેવ સ્થિત ધ પોમ રિસોર્ટમાં આવ્યા હતા. ત્યાં તેમના ફોઈના ઘરે લગ્ન હતા. દરેક લોકો લગ્નમાં વ્યસ્ત હતા. તેટલામાં બંને માસૂમ ભાઈઓ રમતા-રમતા રિસોર્ટ પરિસરમાં બનેલા સ્વિમિંગ પૂલ તરફ જતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે બંને રમતા-રમતા જ પૂલમાં પડી ગયા હતા. લાંબા સમય બાદ પરિવારજનોને બાળકો યાદ આવ્યા અને શોધવાનું શરુ કર્યું. સ્વિમિંગ પૂલથી બંને નીકાળીને એમજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
અંધવિશ્વાસની હદ
બંને માસૂમ બાળકોના મૃતદેહોને પરિવારે આશરે કલાક સુધી મીઠામાં દબાવીને રાખ્યા હતા. લોકો કહી રહ્યા હતા કે મીઠામાં દબાવી રાખવાથી બાળકો જીવતા થઈ જશે. આ વાતને લઈને પોલીસ અને પરિવારજનો વચ્ચે લાંબા સમય સુધી ઉગ્ર ચર્ચા પણ ચાલી હતી. પોલીસ દ્વારા ઘણુ સમજાવ્યા બાદ મામલો શાંત થયો અને સૂચના મળતાની સાથે જ DSP સહિત અન્ય અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.