જ્યારે કોરોના મહામારી દરમિયાન અંગ્રેજી શિક્ષકની નોકરી છૂટી ગઈ, ત્યારે તેમને કાળઝાળ ગરમીમાં સાઈકલ પર ઘરે-ઘરે ઝોમેટોના ઓર્ડર ડિલિવર કરવાની ફરજ પડી. પૈસાની અછત એટલી બધી હતી કે ક્યારેક રસ્તા પર તો ક્યારેક રેસ્ટોરન્ટમાં રાત વિતાવવી પડતી હતી. MA પાસ ડિલિવરી બોયની સ્થિતિ જોઈને 18 વર્ષના ગ્રાહકને એવી દયા આવી કે તેણે તે ડિલિવરી મેન માટે બાઇક લેવાનું નક્કી કર્યું.
ગ્રાહકે ટ્વિટર પર લોકો પાસેથી મદદ માંગી અને માત્ર બે કલાકમાં ક્રાઉડફંડિંગમાંથી રૂ. 1.90 લાખ એકત્ર થઈ ગયા. આ પછી ડિલિવરી બોયને સ્પ્લેન્ડર બાઇક આપવામાં આવી હતી. બાકીના પૈસા ડિલિવરી બોયને સોંપી દીધા અને ડિલિવરી બોય તે પૈસા વડે બાકીની લોન ચૂકવશે.
આદિત્યએ કોલડ્રિંકનો ઓર્ડર કર્યો હતો
ભીલવાડાના રહેવાસી 18 વર્ષીય આદિત્ય શર્માએ મંગળવારે ઝોમેટો બોય દુર્ગાશંકર મીણાને ક્રાઉડફંડિંગ કરીને સ્પ્લેન્ડર બાઇક અપાવી હતી. આદિત્યએ જણાવ્યું કે 11 એપ્રિલે ઝોમેટો પર કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર કર્યો હતો. 40 ડિગ્રી તાપમાન અને કાળઝાળ ગરમીમાં બપોરે 2 વાગ્યે, દુર્ગા શંકર ઓર્ડર લઈને આવ્યા હતા.
આદિત્યએ જણાવ્યું કે ડિલિવરી બોય સાઇકલ પર સમયસર ઓર્ડર લઈને આવ્યા હતા. તેની સાથે વાત કર્યા બાદ તેને તેની આર્થિક સ્થિતિ વિશે જાણ થઈ. જ્યારે ડિલિવરી બોય ઓર્ડર આપી નીકળ્યો ત્યારે આદિત્યએ તેનો મોબાઈલ નંબર લીધો. આ પછી કોઈક રીતે ઝોમેટો પરથી તેના વિશે વધુ માહિતી એકઠી કરી.
ડિલિવરી બોયની મદદ માટે ટ્વીટ કરી
આદિત્યએ જણાવ્યું કે તેણે ડિલિવરી બોયને બાઇક આપવાનું મન બનાવ્યું હતું, પરંતુ એકલામાં તે શક્ય નહોતું. પછી સાંજે 4 વાગ્યે એક ટ્વિટ કર્યું. ટ્વિટર પર દુર્ગાશંકરનો ફોટો અપલોડ કરીને તેમણે તેમની સ્થિતિ અને કામ વિશે જણાવ્યું. બાઇક લેવા માટે 75 હજાર રૂપિયાની મદદ માંગી હતી. આ પછી મદદ માટે ઘણા લોકોના ટ્વિટ સામે આવ્યા.
અઢી કલાકમાં 1.9 લાખ રૂપિયાની મદદ
આદિત્યએ જણાવ્યું કે દુર્ગાશંકરને મદદ કરવા માટે ટ્વીટ કર્યા બાદ અઢી કલાકમાં લગભગ 1.90 લાખની મદદ મળી હતી. સ્થિતિ એવી થઈ ગઈ કે લોકોને મદદ કરવાનું બંધ કરવા અપીલ કરવી પડી હતી. આદિત્ય દુર્ગાશંકરને શોરૂમમાં લઈ ગયો અને 90 હજારની કિંમતનું બાઇક ખરીદ્યું. બાઇકની ચાવી આપતાં તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે તે જૂની સાયકલ પર તેના ઓર્ડર પહોંચાડીને જીવન નિર્વાહ કરે છે. મુશ્કેલ હતુ પણ પેટ ભરવા માટે કરવુ જરુરી હતું. આદિત્યએ બાઇક પર બેઠેલા દુર્ગાશંકરના ફોટા પણ લીધા હતા.
કોરોનાએ શિક્ષકને ડિલીવરી બોય બનાવ્યો
દુર્ગા શંકર મીણાએ જણાવ્યું કે તે સાંવરના રહેવાસી છે. તેઓ 12 વર્ષ સુધી ખાનગી શાળામાં અંગ્રેજીના શિક્ષક હતા. કોરોનાના સમયગાળામાં શાળાઓ બંધ થવાને કારણે તેઓ બેરોજગાર બની ગયા હતા. ઘરમાં પણ કોઈ નથી. પિતાનું અવસાન થયું છે અને માતા બીજા લગ્ન કરીને જતી રહી છે. ગામમાં પૈતૃક ઘર હતું, પરંતુ પૂરમાં ડૂબી જવાથી તેનું વળતર મળી ગયું હતું. તે ઘર રહેવા માટે પણ યોગ્ય ન હતું.
પિતાના અને માતાના અવસાન પછી આગળ પાછળ કોઈ નહોતું. આવી સ્થિતિમાં લગ્ન હજી થઈ શક્યા નથી. 7 મહિના પહેલા ભીલવાડા આવ્યા હતા. 4 મહિના પહેલા ઝોમેટોમાં ડિલિવરી બોયની નોકરી શરૂ કરી. મીણાએ જણાવ્યું કે ઘરે ન હોવાને કારણે જ્યારે તેને રેસ્ટોરન્ટમાં જગ્યા મળે છે ત્યારે તે ત્યાં જ સૂઈ જાય છે.
માર્ચ 2020માં નોકરી ગુમાવી
દુર્ગાએ જણાવ્યું કે તેઓએ ગામમાં જ એક ખાનગી શાળામાં 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી 12 વર્ષ સુધી પાંચમાથી દસમા સુધીના વર્ગ ભણાવ્યા. શરૂઆતમાં દર મહિને 1200 રૂપિયા મળતા હતા. ધીમે ધીમે 2020માં પગાર વધીને 10 હજાર રૂપિયા થઈ ગયો, પરંતુ લોકડાઉન પછી નોકરી છૂટી ગઈ. એક વર્ષ બચત કરીને જીવ્યા. 40 હજાર રૂપિયાની પર્સનલ લોન પણ લીધી હતી. પરંતુ જ્યારે પૈસા ખતમ થવા લાગ્યા તો ભીલવાડા આવ્યા અને ઝોમેટોમાં નોકરી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.