શિક્ષણ માટે પ્રેરણારૂપ કિસ્સો:અકસ્માતમાં પગ ગુમાવ્યો,હવે એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને આ દીકરી શાળાએ જાય છે

જમુઈએક મહિનો પહેલા
  • સીમા કહે છે-એક પગ ગુમાવ્યાનું કોઈ દુખ નથી, હું મારા કામ એક પગથી પણ કરી લઉં છું
  • સીમા ગામમાં પ્રેરણારૂપ બની ગઈ છે અને સૌ તેના મનોબળને જોઈ દંગ રહી ગયા છે

બિહારના જમુઈની 10 વર્ષની સીમા મોટી થઈને શિક્ષિકા બનવા માંગે છે. તેની હિંમત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી છે. સીમા દરરોજ એક કિલોમીટર પગે ચાલીને શાળાએ જાય છે અને ખૂબ જ મહેનત કરીને અભ્યાસ કરવા માંગે છે. તે શિક્ષક બની તેની આસપાસના ગરીબ લોકોને શિક્ષિત કરવા માંગે છે.

સીમા તાલુકા બ્લોકના ફતેહપુર ગામના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રહે છે. તેમના પિતાનું નામ ખીરણ માંઝી છે. બે વર્ષ અગાઉ એક અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો હતો. આ અકસ્માતે ભલે તેનો પગ છીનવી લીધો હોય પણ મનોબળ આજે પણ હિમાલય જેવું છે. આજે તે ગામમાં બાળકોને શિક્ષણ માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. તે એક પગે ચાલીને જાતે જ શાળાએ જાય છે. તે ઉચ્ચ શિક્ષણ મેળવીને શિક્ષક બની લોકોને શિક્ષિત કરવા માંગે છે.

એક પગ જ હોવા છતા સીમા તેના તમામ કામ જાતે જ કરે છે
એક પગ જ હોવા છતા સીમા તેના તમામ કામ જાતે જ કરે છે

પિતા બિહારની બહાર મજૂરી કામ કરે છે
સીમાના પિતા બિહારની બહાર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. સીમાની માતા બેબીદેવી કહે છે કે 6 બાળકો પૈકી સીમા તેમનું બીજુ સંતાન છે. માર્ગ અકસ્માતમાં તેનો એક પગ કાપવો પડ્યો હતો. સીમાની માતા જણાવે છે કે અકસ્માત બાદ ગામના અન્ય બાળકોને શાળાએ જતા જોઈને તેને પણ શાળાએ જવાની ઈચ્છા થવા લાગી. સીમાએ શાળાએ જઈને જાતે અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. શાળાના શિક્ષકે સીમાને શાળામાં પ્રવેશ અપાવ્યો.

એક કિલોમીટર એક પગે ચાલીને શાળાએ જાય છે
આજે સીમા દરરોજ એક કિલોમીટર ઉબડખાબડ માર્ગ પર એક પગે ચાલીને શાળાએ જાય છે. સીમા કહે છે કે તે ખૂબ ભણીને શિક્ષિકા બનવા ઈચ્છે છે અને તેની આજુબાજુમાં રહેલા લોકોને ભણાવવા ઈચ્છે છે. સીમા કહે છે કે એક પગ ગુમાવ્યાનું કોઈ દુખ નથી. હું મારા કામ એક પગથી પણ કરી લઉં છું.

સીમા જાતે જ શાળા પહોંચી હતી અને શિક્ષકને કહેલું-હું ભણવા માગુ છું
સીમા જાતે જ શાળા પહોંચી હતી અને શિક્ષકને કહેલું-હું ભણવા માગુ છું

સીમાના ક્લાસ ટીચર શિવકુમાર ભગત કહે છે કે તે ટીચર બનવા ઈચ્છે છે. તેણે એક પગ ગુમાવી દીધો હોવા છતા તેનું મનોબળ ખૂબ મજબૂત છે. અમારાથી સીમાને જેટલી પણ મદદની જરૂર હોય એટલી મદદ કરશું. સીમા આજે ગામમાં પ્રેરણારૂપ બની ગઈ છે અને સૌ તેના મનોબળને જોઈ દંગ રહી ગયા છે. ગ્રામીણો કહે છે કે સીમા દિવ્યાંગ હોવા છતા ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.

સોનુ સુદે મદદ મોકલી