તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lord Was Anointed With 751 Kg Of Medicinal Panchamrut In Radharman Temple Of Vrindavan, Kanaiya Will Be Born At Midnight In Mathura, See Pictures ...

મથુરા-વૃંદાવનથી શ્રીકૃષ્ણ જન્મોત્સવ:શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર ભગવાનના પ્રાગટ્ય બાદ થયો અભિષેક, જય કનૈયા લાલ કીના જયઘોષથી ગુંજી કાન્હાનગરી; લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા

મથુરા18 દિવસ પહેલા
  • મથુરા અને વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ માટેની ધામધૂમ ઉજવણી

શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર ભગવાનના જન્મ અભિષેકનો કાર્યક્રમ શ્રીગણેશ, નવગ્રહ પૂજન સાથે શરૂ થયો. ત્યાર બાદ 1008 કમળનાં ફૂલોથી ઠાકોરજીના સહસ્ત્રચરણ કરી આહવાન કરવામાં આવ્યું. મધ્યરાત્રિના જેવા 12 વાગ્યા એ સાથે જ સમગ્ર મંદિર પરિસર ઢોલ, નગારાં, મંજીરા અને શંખની ધ્વનિથી ગુંજી ઊઠ્યા છે. આ દરમિયાન મંદિરથી ભગવાનની છબિ અભિષક સ્થળ પર લાવવામાં આવી છે.

જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા અને વૃંદાવન સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. વિશ્વના સૌથી ઊંચા બનવા જઈ રહેલા વૃંદાવન સ્થિત ચંદ્રોદય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય અગાઉ દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનું નદીઓમાંથી લાવવામાં આવેલા જળથી અને ત્યાર બાદ ગાયના દૂધ, દહીં, ઘી, બૂરું તથા મધથી અભિષેક કરવામાં આવ્યો. આ સમયે શંખ, ઢોલની ધ્વનિથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.

ગાયનાં દૂધ, દહી, ઘી, બૂરું તથા મધથી અભિષેક કરવામાં આવ્યો.
ગાયનાં દૂધ, દહી, ઘી, બૂરું તથા મધથી અભિષેક કરવામાં આવ્યો.

દેશના દરેક ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો મથુરા પહોંચી ગયા છે. મથુરા અને અન્ય સ્થળોએ રાત્રે 12 વાગ્યે કૃષ્ણ કનૈયાના જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વૃંદાવન પહોંચ્યા હતા. કોરોનાને કારણે આ વખતે કેટલાક નિયમોને કારણે આ વખતે મંદિરો તરફથી શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવ્યો નહોતો.

વૃંદાવનમાં ભગવાનનો અભિષેક કરાયો

વૃંદાવનમાં શ્રીકૃષ્ણને અભિષેક કરવામાં આવી રહ્યો હતો.
વૃંદાવનમાં શ્રીકૃષ્ણને અભિષેક કરવામાં આવી રહ્યો હતો.
ગર્ભગૃહને આ વખતે કારાવાસ એટલે કે જેલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ગર્ભગૃહને આ વખતે કારાવાસ એટલે કે જેલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં લોકો મથુરામાં મંદિર ખાતે ઊમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો મથુરામાં મંદિર ખાતે ઊમટી પડ્યા હતા.

ભગવાન રાધા-કૃષ્ણની નગરી વૃંદાવનનાં મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવી રહ્યો હતો. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.

ઠાકુર રાધરમણ મંદિરમાં સેવાકર્તાઓ વતી ઔષધીઓમાંથી બનેલા 751 કિલો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર મંદિર સંકુલ ઠાકુર રાધરમન લાલજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું. પ્રાચીન શાહજી મંદિરમાં ઠાકુરજીની સેવા કરતા ગોસ્વામીઓએ દૂધ, દહીં, મધ, અત્તર વગેરે સાથે મહાભિષેક કર્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં પણ પૂર્ણ વિધિ સાથે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. અહીં, મંદિરના દરવાજા ખોલતાંની સાથે જ સેવકોએ સવારે ભગવાન દ્વારકાધીશનો પંચામૃત અભિષેક કર્યો હતો.

મથુરામાં શ્રીકૃષ્ણની જન્મજયંતી પર નગારું વગાડતાં ઊર્જામંત્રી શ્રીકાંત શર્મા.
મથુરામાં શ્રીકૃષ્ણની જન્મજયંતી પર નગારું વગાડતાં ઊર્જામંત્રી શ્રીકાંત શર્મા.
શ્રીકૃષ્ણનાં મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યાં હતાં.
શ્રીકૃષ્ણનાં મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યાં હતાં.

મંદિરો અને રસ્તાઓ શણગારવામાં આવ્યા

વૃંદાવન અને મથુરાનાં તમામ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં.
વૃંદાવન અને મથુરાનાં તમામ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં.

બ્રિજ મંડળમાં જબરદસ્ત આનંદ છે. કારણ કે આજની રાતે ભગવાન શ્રીકૃષ્ણ પોતે અવતાર લેવા જઈ રહ્યા છે. તેથી જ દરેક વ્યક્તિ તેની જન્મની એક ઝલક જોવા માટે આતુર છે. કનૈયાનું સ્વાગત કરવા માટે ગોવર્ધન ચાર રસ્તા, ભુતેશ્વર ચોક, છટીકરા ચોક સહિતના તમામ ચોકને રંગબેરંગી કપડાં, લાઇટ અને બાલ લીલી લાઇટોથી શણગારવામાં આવ્યા છે.

શ્રી કૃષ્ણ જન્મસ્થળ, દ્વારકાધીશ મંદિર, પ્રેમ મંદિર, બાંકે બિહારી મંદિર, રંગજી સહિત તમામ નાના-મોટા મંદિરોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. કારણ કે બે વર્ષ પછી બ્રિજ મંડળમાં કોરોનાથી ભયમુક્ત જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે. આથી જ મથુરા-વૃંદાવન શહેરમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે.

હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસ ફુલ

હજારો ભક્તો મથુરા-વૃંદાવન પહોંચ્યા છે. મોડી રાત સુધી મંદિરોની બહાર ભીડ જામી હતી.
હજારો ભક્તો મથુરા-વૃંદાવન પહોંચ્યા છે. મોડી રાત સુધી મંદિરોની બહાર ભીડ જામી હતી.

શહેરમાં લગભગ 750 હોટલ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ સહિત 10,000થી વધુ ફ્લેટમાં તમામ રૂમ ભરેલા છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સેક્રેટરી કપિલ શર્મા કહ્યું હતું કે આ વર્ષે 25 લાખથી વધુ લોકો આવવાની ધારણા હતી, કારણ કે કોરોનાને કારણે ગયા વર્ષે જન્માષ્ટમી પર કોઈ જાહેર કાર્યક્રમ નહોતો થયો. તો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હીથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...