તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lookout Notice Issued Against Former Maharashtra Home Minister Anil Deshmukh, Did Not Appear Before ED Despite Being Called 5 Times

મની લોન્ડરિંગ કેસ:મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ જાહેર, 5 વખત બોલાવવા છતાં ED સમક્ષ હાજર ન થયા દેશમુખ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયાની વસૂલાત કેસમાં પ્રાથમિક તપાસ બાદ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ આરોપોને નકાર્યા હતા. - Divya Bhaskar
અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયાની વસૂલાત કેસમાં પ્રાથમિક તપાસ બાદ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ આરોપોને નકાર્યા હતા.
  • લુકઆઉટ નોટિસ બાદ હવે અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકશે નહીં

100 કરોડની વસૂલાત કેસમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દેશમુખને પાંચ વખત બોલાવ્યા બાદ પણ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. દરેક વખતે તેના વકીલ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થયા હતા અને દેશમુખ ગઢપણ, બીમારી અને ટેક્નિકલ કારણોને ટાંકીને હાજર થવામાં વિલંબ માટેની છૂટછાટ માગતા રહ્યા. આ લુકઆઉટ નોટિસ બાદ હવે તેઓ દેશ છોડી શકશે નહીં.

એજન્સીએ આ કાર્યવાહી કર્યા બાદ હવે દેશમુખની ધરપકડ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જ મામલે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના અંગત સચિવ (PS) અને અંગત મદદનીશ (PA) સંજીવ પલાંડે અને કુંદન શિંદેને EDએ 26 જૂને ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ 23 ઓગસ્ટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બંને પર લાંચની રકમ જમા કરવાનો અને એને બ્લેકમાંથી વાઇટ કરવાના આરોપ છે.

દેશમુખ પર ગૃહમંત્રી તરીકે પદનો દુરુપયોગ કરવાના આરોપ
સૂત્રો મુજબ, EDએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને સસ્પેન્ડેડ મદદનીશ પોલીસ અધિકારી સચિન વઝેના માધ્યમથી મુંબઈના અનેક બાર અને પબથી 4.7 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. રૂપિયાની વસૂલાતનું કામ સંજીવ પલાંડે અને કુંદન શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. સચિન વઝે હાલમાં એન્ટિલિયા વિસ્ફોટક જપ્તી કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં તલોજા જેલમાં બંધ છે અને NIA આ મામલાની તપાસ કરી રહી છે. તેમની બે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

દેશમુખનાં અનેક સ્થળો પર દરોડા પડ્યા છે
આ કેસમાં EDએ દેશમુખનાં 12થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે અને 4.2 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ બાબતને કારણે દેશમુખને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તરફથી સતત ઝટકો મળી ચૂક્યો છે. દેશમુખની એક અરજીની સુનાવણી પણ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

અનિલ દેશમુખના વકીલ ઇન્દ્રપાલે કહ્યું હતું કે અમે EDને અપીલ કરી હતી કે જ્યાં સુધી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી અમને હાજર થવા માટે દબાણ ન કરવું જોઈએ. ચુકાદો આવ્યા બાદ અમે સ્વયં એજન્સી સામે હાજર થઈ જઈશું. જોકે અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ હાજર થયા ન હતા.

EDના હાથમાં આ રીતે આવ્યો હતો વસૂલીનો આ કેસ
પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વતી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો અને કોર્ટે CBIને બોલાવી આ આરોપોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી CBIએ આમાં FIR નોંધાવી અને તેની પ્રાથમિક તપાસ કર્યા પછી મે 2021 માં દેશમુખ અને કેટલાક અન્ય લોકો સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ EDએ એક ફોજદારી કેસ નોંધ્યો હતો.