તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચમોલીના તપોવનમાં NTPCની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને શોધી રહેલી રેસ્ક્યૂ ટીમની આશા જાગી છે. જે ટનલમાં વર્કર્સ ફસાયા છે એની પાસે આવેલી અંડરગ્રાઉન્ડ ટનલમાં ડ્રિલિંગમાં સફળતા મળી ગઈ છે. આ ડ્રિલિંગ ગુરુવારે પહાડ આવી જવાને કારણે અટકી ગઈ હતી. જોકે એમાં કેમેરો હજી સુધી જઈ શક્યો નથી. બીજી બાજુ, રેસ્ક્યૂવર્કર્સ માટે નવું જોખમ ઊભું થઈ ગયું છે. ઋષિગંગા નદી પર કાટમાળને કારણે એક સરોવર જેવું રૂપ ઊભું થયું છે અને એમાંથી પાણી ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.
અમુક રિપોર્ટ્સમાં ITBPના પ્રવક્તા વિવેક પાંડેના હવાલાથી કહેવામાં આવ્યું છે કે 2.5 કિમી લાંબી મુખ્ય ટનલની પાસે વાળી એમાં ડ્રિલિંગ પૂરું થઈ ચૂક્યું છે. આ ડ્રિલિંગ 75 મિમી પહોંળી અને લગભગ 12 મીટર લાંબી છે, જેના દ્વારા મુખ્ય ટનલમાંથી કાટમાળ અને કીચડ બહાર આવ્યો છે. વિવેક પાંડેયના જણાવ્યા પ્રમાણે, સારી વાત તો એ છે કે આ ટનલમાં હવે કાટમાળ અને કીચડનું પ્રેશર નથી આવતું. ખરાબ વાત તો એ છે કે ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે આમાં કેમેરો જઈ શકતો નથી. હવે પ્રયાસ આ છેદને 250થી 300 મિમી પહોળો કરવાનો છે.
ફરી ડ્રિલિંગનો પ્રયાસ સફળ થયો
ગુરુવારે આ કામ ધૌલીગંગાનું પાણી વધવાથી અટકાવ્યા પછી કરવામાં આવ્યું હતું. ITBP, NDRF અને આર્મીની ટીમો ફરીથી મુખ્ય ટનલમાંથી કાટમાળ કાઢવાના કામમાં લાગી ગઈ હતી. શુક્રવારે ફરી એકવાર મુખ્ય ટનલ પાસે આવેલી ટનલમાં ડ્રિલિંગનું કામ નવાં મશીનો સાથે શરૂ કરાયું. ઉત્તરાખંડના DGP અશોક કુમારના હવાલાથી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે ફરી ડ્રિલિંગના પ્રયાસ સફળ થઈ ગયા છે. આશા છે કે ફસાયેલા વર્કર્સ સુધી તેના સહારે પહોંચી શકાય છે.
રૈણી પાસે ઋષિગંગામાં સરોવરથી સતત પાણી વહી રહ્યું છે
રૈણી ગામ પાસે 250 મીટર લાંબું અને 150 મીટર પહોળું સરોવર મળ્યું છે. આ જગ્યા પેન્ગ ગામથી લગભગ 3 કિમી પર પહાડ પર છે. ગઢવાલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ભૂગર્ભીય વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નરેશ રાણાના નેતૃત્વમાં ગયેલા 8 મેમ્બર્સની ટીમે નિરીક્ષણ વખતે સરોવરને જોયું. ટીમના જણાવ્યા પ્રમાણે, ઋષિગંગા મુખે સરોવર બની ગયું છે. આવું આપત્તિ વખતે કાટમાળ ભેગો થતાં બન્યું છે.
સરોવરને કારણે ઋષિગંગાનું પાણી અટકી ગયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સરોવરમાં ઓછી માત્રમાં પાણી વહી રહ્યું છે. આ વહેણ તબાહીનું કારણ ન બની જાય એટલા માટે સરોવરને પંચ કરવું પડશે, કારણ કે સરોવરમાં પાણી ભરાઈ ગયું છે અને એ ઓવરફ્લો થઈ શકે છે. 11 ફેબ્રુઆરીથી અહીંથી હળવું પાણી વહી રહ્યું છે. જો પાણી વધારે માત્રમાં વહેશે તો રાહત અને બચાવકાર્યોને મોટો ઝાટકો વાગી શકે છે. સતત પાણીના વધતા દબાણથી સરોવર તૂટ્યું તો નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
વધુ 2 મૃતદેહ મળી આવ્યા, હવે 168ની તપાસ
ચમોલીની જિલ્લા અધિકારી સ્વાતિ ભદૌરિયાએ કહ્યું હતું કે વિસ્તારમાંથી અત્યારસુધી 36 મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો જીવતા મળ્યા છે. હવે 168 લોકોની તપાસ ચાલી રહી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.