સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ સ્વરૂપે હોય, ફોટો સ્વરૂપે હોય, ઓડિયો સ્વરૂપે હોય કે પછી વીડિયો સ્વરૂપે. પણ જ્યારે વીડિયો સામે આવે ત્યારે લોકોને મજા પડી જતી હોય છે. વાઇરલ કોન્ટેન્ટમાં મજા એ વાતની છે કે અહીં કોઈ સીમાડા નડતા નથી. દેશ-દુનિયાના કોઈપણ ખુણામાં બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં આપણા હાથવગી બની જતી હોય છે.
દિવ્ય ભાસ્કરના વાચકો પણ હવે આવા વાઇરલ વીડિયોની મજા માણી શકશે. આ માટે દિવ્ય ભાસ્કરે ‘વાઇરલ WINDOW’ શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીમાં અમે તમને દેશ-દુનિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાંથી સિલેક્ટેડ પાંચ વીડિયો બતાવીશું. દરરોજ બપોરે બે વાગ્યે આપ દિવ્ય ભાસ્કરના હોમપેજ પર અને ઈન્ડિયા વિભાગમાં દિવસભર તમે આ વીડિયોની મજા માણી શકશો. આ વીડિયોમાં મહત્ત્વના ન્યૂઝની સાથે સાથે ઈમોશન અને ફન પણ હશે. જે તમને ગમે તેવા સ્ટ્રેસમાં પણ હળવાફૂલ કરી દેશે. તો આવો માણીએ વાઇરલ WINDOW. વાઇરલ વિન્ડોમાં આજે સૌથી પહેલા વાત કરીએ તો સોશ્યિલ મીડિયામાં એક બાઇકસવારનો વીડિયો જબરદસ્ત વાઇરલ થઇ રહ્યો છે જેમાં યુવક એક કીક મારે છે ને બાઇક જે ભાગે છે શું કહેવું વાત ના પૂછો....એક કામ કરો બાઇક કેવું ભાગ્યું તે આપણે વીડિયોમાં જોઇએ...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.