તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Long Traffic Jams Of Vehicles On The Roads; A Huge Crowd Of People At The Bus Stand; This Crowd May Invite The Return Of Corona

અનલોક થતાં જ મુંબઈ બેકાબૂ:રસ્તાઓ પર વાહનોનો ભારે ટ્રાફિકજામ; બસ સ્ટેન્ડ પર લોકોની ઉમટી ભીડ; આ ભીડ આમંત્રણ આપી શકે છે કોરોનાની ત્રીજી લહેરને

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોમવારે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર વાહનોનો ભારે ટ્રાફિકજામ થયો હતો. અનલોક ખુલતાની સાથે જ મુંબઈના લગભગ તમામ મોટા માર્ગો પર આવા જ દ્રશ્ય જોવા મળ્યા. - Divya Bhaskar
સોમવારે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર વાહનોનો ભારે ટ્રાફિકજામ થયો હતો. અનલોક ખુલતાની સાથે જ મુંબઈના લગભગ તમામ મોટા માર્ગો પર આવા જ દ્રશ્ય જોવા મળ્યા.
 • અનલોક થતાં જ મુંબઈમાં ફરી ભારે ટ્રાફિકજામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ભૂલી રહ્યા

કોરોનાના ભયને કારણે લગભગ દોઢ મહિના સુધી લોક રહેલું મુંબઇ સોમવારે ફરી અનલોક થયું હતું. જો કે, અનલોક થતા જ મુંબઈના માર્ગો પર જે નજારો જોવા મળ્યો હતો, તે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. શહેર ખુલતાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે પણ કેટલાક કિલોમીટર સુધી જામ રહ્યો હતો. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા.

મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી
લોકો ઓફિસ જવા માટે BESTબસ સ્ટોપ પર લાઇનોમાં ઉભા જોવા મળ્યા હતા. હાલમાં, એક સમયે માત્ર એટલા જ લોકો બસમાં જઇ શકશે, જેટલી સીટો ઉપલબ્ધ છે. કોઈને બસમાં ઊભા-ઊભા જવાની મંજૂરી નથી. થાણે શહેરથી મુંબઇ આવતી ટ્રેનોની સંખ્યામાં આજે નોંધપાત્ર વધારો થયો હતો. જેના કારણે મુલુંડ ચેક નાકા પાસે લાંબો ટ્રાફિકજામ રહ્યો હતો. પોઝિટિવિટી દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે મુંબઇને કેટેગરી-3 માં મૂકવામાં આવ્યું છે.

લોકો બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા હતા.
લોકો બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા હતા.

મુંબઈમાં આજથી આ ખુલ્યું

 • સવારે 5 થી 9 વાગ્યા સધી ગાર્ડન.
 • સાંજે 4 વાગ્યા સુધી દુકાનો.
 • જિમ, સલૂન પણ ખુલ્લા રહી શકશે.
 • BEST ની બસોમાં જેટલી સીટો, તેટલા જ મુસાફરોને મંજૂરી.
 • મેડિકલ સેવાઓ અને જરૂરી સેવાસો સાથે જોડાયેલ લોકો લોકલ ટ્રેનમાં મુસાફરોઈ કરી શકશે.
 • 50% ક્ષમતા સાથે રસ્ટોરાંમાં 4 વાગ્યા સુધી બેસીને જમવાની મંજૂરી.
 • પ્રાઈવેટ ઓફિસો સાંજે 4 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ખુલશે.
 • એક નક્કી કરેલ ક્ષેત્રમાં જ શૂટિંગ ચાલુ રહેશે.
 • લગ્નમાં વધુમાં વધુ 50 લોકો સામેલ થઈ શકશે.
 • કેમ્પસમાં 50% ક્ષમતા સાથે જાહેર કાર્યક્ર્મનું આયોજન સાંજે 4 વાગ્યા સુધી ક કરી શકાશે.
 • જનરલ બોર્ડ મીટિંગ 50% ક્ષમતા સાથે યોજાશે.
 • ઇ-કોમર્સ સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યુંછે.
 • આજથી કન્સ્ટ્રક્શન કાર્ય પણ શરૂ થયું.
 • મોલ અત્યારે બંધ રહેશે.
સોમવાર સવારથી બેસ્ટ બસોમાં મુસાફરી કરવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
સોમવાર સવારથી બેસ્ટ બસોમાં મુસાફરી કરવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ભીડને કાબૂમાં રાખવા માટે રેલવેની વિશેષ ડ્રાઈવ
મુંબઇ સ્થાનિકમાં ભીડને કાબૂમાં રાખવા માટે રેલવેએ સોમવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે, જેથી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો જ મુસાફરી કરી શકે. જોકે અનલોકના પહેલા દિવસે મુંબઈમાં જે પરિસ્થિતિ દેખાઈ, તેનાથી ફરીથી કોરોનાનું જોખમ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...