તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • There Has Been No Discussion On The Political Equation Of Punjab Or Uttar Pradesh; Preparing To Breathe Life Into The Congress For The 2024 Lok Sabha Elections

ગાંધી પરિવાર સાથે પ્રશાંત કિશોરની મીટિંગ:પંજાબ કે ઉત્તરપ્રદેશના રાજકીય સમીકરણ પર નથી થઈ ચર્ચા; 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસમાં જીવ પૂરવાની તૈયારી

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • જૂનમાં પ્રશાંત કિશોર NCPના પ્રમુખ શરદ પવારને મળતાં રાજકીય માહોલ ગરમાયો
  • અગાઉ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ત્રીજો કે ચોથો મોરચો મોદીને ટક્કર નહિ આપી શકે

ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે મંગળવારે દિલ્હીમાં ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી. કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે થયેલી આ બેઠકને લઈને ઘણા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. પહેલા સમાચાર આવ્યા કે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી સાથે પંજાબમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરી, જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે આ મીટિંગમાં 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીને ફરીથી તૈયાર કરવાની રણનીતિ પર ચર્ચા થઈ.

5 પોઈન્ટમાં સમજો PKની બેઠકનું મહત્ત્વ
1. એક રિપોર્ટ મુજબ, શરૂઆતમાં એમ માનવામાં આવી રહ્યું હતું કે મંગળવારે સાંજે દિલ્હીમાં પ્રશાંત કિશોરની સાથે થયેલી બેઠકમાં રાહુલ અને પ્રિયંકા હાજર હતાં, જોકે સૂત્રોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયાં હતાં.

2. સૂત્રોના જણાવ્યા મુજબ, મીટિંગનો એજન્ડા પંજાબ કે ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી નહિ, પરંતુ આના કરતાં મોટો મુદ્દો હતો. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને લડાઈ માટે તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

3. પહેલા PK-રાહુલની મુલાકાતને પંજાબમાં કોંગ્રેસની ઊથલપાથલ સાથે જોડીને જોવામાં આવી રહી હતી, જ્યાં પાર્ટી તેના બે નેતાઓ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુની વચ્ચેના મતભેદને ઉકેલવા સંઘર્ષ કરી રહી છે.

4. પ્રથમ વખત ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ કોંગ્રેસ પરિવારને મળવા પહોંચ્યા હોય એવું નથી. પ્રશાંત કિશોરે 2017માં UP ચૂંટણી માટે પણ કોંગ્રેસની મદદ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે ગઠબંધનને હરાવીને ભાજપ સત્તામાં આવી હતી.

5. પોતાના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડની વચ્ચે UPમાં મળેલી કરારી હારથી હેરાન PKS સાર્વજનિક રીતે કોંગ્રેસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસને અંદર-અંદરના ઝઘડાઓને કારણે ઘણાં રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

PKએ કહ્યું- વિપક્ષી મોરચાને ઊભો કરવામાં મારો કોઈ રોલ નથી

  • જૂનમાં દેશના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો, આ સમયે પ્રશાંત કિશોર NCPના પ્રમુખ શરદ પવાર સાથે 11 અને 21 જૂને બે વખત મુલાકાત કરવા પહોંચ્યા હતા. હવે એવું કહેવાઈ રહ્યું છે કે પવારની સાથે મળીને મમતા બેનર્જી કોઈ મોટો ખેલ કરવાની છે. તેઓ યુપીએની પેરલલ કોઈ મોટો મોરચો ઊભો કરવા માગે છે.
  • એક સમય એવા આવ્યો કે પ્રશાંત કિશોર અને શરદ પવારે જ એવું કીધું કે કોંગ્રેસ પાર્ટી વગર થર્ડ ફ્રન્ટનું કોઈ અસ્તિત્વ નથી. એ પછી 22 જૂને રાષ્ટ્રીય મંચની બેઠક થઈ, જેની આગેવાની તૃણમૂલના ઉપાધ્યક્ષ યશવંત સિન્હાએ કરી હતી.
  • રાષ્ટ્રીય મંચની બેઠકમાં શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, સીપીઆઈના ડી રાજા, રાઈટર જાવેદ અખ્તર પણ સામેલ થયા હતા. જોકે બહુજન સમાજ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસ આ બેઠકમાં સામેલ થઈ ન હતી.
  • બેઠક પછી ત્રીજા મોરચાના સવાલ પર પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી હતી કે એવો કોઈ ત્રીજો કે ચોથો મોરચો મોદીને ટક્કર નહિ આપી શકે. તેમણે ત્યારે કહ્યું હતું કે 2024ના ઈલેક્શન માટે વિપક્ષી મોરચાને ઊભા કરવામાં તેમની કોઈ ભૂમિકા નથી.