તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In The Lok Sabha Elections, The BJP Emerged As A Major Force In Purulia; Now The Situation Has Changed: Even Modi At The Center Is Happy With Didi's Plans In The State

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળની પ્રથમ તબક્કાની 9 સીટની સ્થિતિ:લોકસભા ચૂંટણીમાં ભાજપ પુરુલિયામાં મોટી તાકાત બનીને ઊભરી હતી; હવે સ્થિતિ બદલાઈઃ કેન્દ્રમાં મોદી, પણ રાજ્યમાં દીદીની યોજનાઓથી લોકો ખુશ

પુરુલિયાએક મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • પુરુલિયાની 9 વિધાનસભા સીટમાંથી ચાર BJP, ત્રણ TMC, બે કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે

પશ્ચિમ બંગાળના જંગલમહલમાં આવેલા પુરુલિયામાં લોકસભામાં તો ભાજપે બાજી જીતી લીધી હતી. હવે વિધાનસભામાં અહીંનો માહોલ થોડો બદલાયેલો નજરે પડી રહ્યો છે.

પુરુલિયામાં કુલ નવ વિધાનસભા બેઠક છે, જેમાં પુરુલિયા, બંદવન, બાગમુંડી, બલરામપુર, જોયપુર, મનબાજાર, કાશીપુર, પાડા અને રઘુનાથપુર સામેલ છે. અહીં જળસંકટ અને બેકારી એ બે સૌથી મોટી મુશ્કેલી છે. પીવાના પાણી માટે પુરુલિયાના લોકોએ લાંબી સફર ખેડવી પડે છે. બેકારી એટલી બધી છે કે ભણેલા-ગણેલા યુવાનો ઘર છોડવા મજબૂર છે. આ કારણસર કોઈ એક પક્ષને એકતરફી જીત મળે એવું શક્ય નથી. લોકસભામાં ભાજપ મોદીમેજિકને કારણે અહીં જીત્યું હતું. આ વખતે અમારા વિશ્લેષણમાં માલૂમ પડ્યું છે કે અહીંની ચાર બેઠક પર ભાજપ, ત્રણ પર તૃણમૂલ અને બે પર ગઠબંધન આગળ છે.

ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપ અહીંની 7 સીટમાંથી 6 પર આગળ રહી હતી. માત્ર એક સીટ પર જ તૃણમૂલને સરસાઈ મળી હતી.
ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપ અહીંની 7 સીટમાંથી 6 પર આગળ રહી હતી. માત્ર એક સીટ પર જ તૃણમૂલને સરસાઈ મળી હતી.

બંગાળમાં ભાજપ પાસે મમતા જેવો ચહેરો નથી, એટલે મોદી પર નિર્ભર
જંગલમહલમાં પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત્ છે. પુરુલિયામાં તેમની સભામાં લાખો લોકો ભેગા થયા હતા, પરંતુ રાજ્યમાં ભાજપ પાસે મમતા બેનર્જી જેવો એકેય ચહેરો નથી. પુરુલિયામાં મેહતો જાતિના લોકો સૌથી મોટી સંખ્યામાં છે. મેહતો જાતિને ઓબીસીમાં લાવવાનું વચન રાજકીય પક્ષો આપી ચૂક્યા છે, પરંતુ એ પાળ્યું કોઈએ નથી, એટલે આ લોકો પણ કોઈ એક પક્ષના વફાદાર નથી. અહીં પીએમ મોદી સાથે યોગી આદિત્યનાથ પણ સભા યોજી ચૂક્યા છે. અહીં ભાજપ ગામડે ગામડે ‘જયશ્રી રામ’નો નારો પહોંચાડી રહ્યો છે.

અહીંના લોકોમાં TMC માટે નારાજગી પણ જોવા મળે છે. લોકો કહે છે કે કટકી વિના કોઈ કામ થતું નથી. જોકે મમતા બેનર્જીને હજુ લોકો અહીં પસંદ કરે છે.
અહીંના લોકોમાં TMC માટે નારાજગી પણ જોવા મળે છે. લોકો કહે છે કે કટકી વિના કોઈ કામ થતું નથી. જોકે મમતા બેનર્જીને હજુ લોકો અહીં પસંદ કરે છે.

પુરુલિયા ટાઉનમાં ત્રિકોણીય જંગ
પુરુલિયા વિધાનસભામાં લડાઈ ત્રિકોણીય થઈ ચૂકી છે. પહેલાં ટક્કર ભાજપના સુદીપ મુખર્જી અને તૃણમૂલના સુજૉય બેનરજી વચ્ચે હતી, પણ ગઠબંધનમાં આ બેઠક કોંગ્રેસને મળી છે. તેમણે પાર્થા પ્રતિમ બેનર્જીને મેદાને ઉતાર્યા છે. પાર્થી રાજ્યની કોંગ્રેસમાં પણ રહ્યા છે અને સમાજસેવાને લીધે પુરુલિયામાં ઘણા લોકપ્રિય રહી ચૂક્યા છે. ભાજપના સુદીપ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. એટલા માટે પક્ષપલટાનો ગુસ્સો છે. વરિષ્ઠ પત્રકાર દીપેન ગુપ્તા કહે છે કે પુરુલિયાની બેઠક તૃણમૂલ કે ગઠબંધનમાંથી કોઈ જીતશે, કેમ કે ભાજપના ઉમેદવારની છબિ અહીં હવે સારી રહી નથી.

મનબાજાર, બલરામપુર અને પુરુલિયા સીટ પર TMC આગળ નજરે પડી રહી છે. જોયપુર અને બાગમુંડી સીટ કોંગ્રેસને મળી શકે છે.
મનબાજાર, બલરામપુર અને પુરુલિયા સીટ પર TMC આગળ નજરે પડી રહી છે. જોયપુર અને બાગમુંડી સીટ કોંગ્રેસને મળી શકે છે.

કારખાનાં બંધ થવાથી નારાજગી
તૃણમૂલ સરકારની પહેલાં પુરુલિયામાં 5-6 મોટાં કારખાનાં હતાં, જેમાં સ્થાનિકોની રોજગારી મળતી હતી. આંદોલનને કારણે તે સીપીએમના દોરમાં બંધ થઈ ગયાં. પછી તૃણમૂલે એને ફરી શરૂ કરવા માટે કંઈજ કર્યું નથી. તૃણમૂલથી નારાજગી એટલા માટે પણ છે કે લાંચ આપ્યા વિના કોઈ કામ થતું પણ નથી, લોકોમાં ગુસ્સો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો