તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chirag Removed As National President, Then Chirag Showed The Way Out To Five Rebel MPs

પાસવાનના વારસદાર બનવાની બબાલ:રામવિલાસના દીકરા ચિરાગને કાકા પશુપતિએ LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવ્યો, સામે ચિરાગે 5 MPને કાઢી મૂક્યા

પટના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારની સાંજથી LJPમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે - Divya Bhaskar
રવિવારની સાંજથી LJPમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે
  • ચિરાગનો હોળી નિમિતે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ, કહ્યું- પરિવારને એકજૂટ રાખો
  • વર્ચ્યુઅલ કાર્યકારિણીની બેઠકમાં ચિરાગ પાસવાન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હાજર હતા

લોક જનશક્તિ પાર્ટી(LJP)ની લડાઈ હવે પરિવારમાંથી નિકળીને પાર્ટીમાં પહોંચી ગઈ છે. સોમવારે સમગ્ર દિવસ દરમિયાન થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા પછી LJP સંસદીય દળના નવા નેતા બનેલા પશુપતિ કુમાર પારસે આજે મંગળવારે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવીને પહેલા ચિરાગ પાસવાનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવવાની ભલામણ કરી દીધી. તે પછી ચિરાગ પાસવાને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવીને પાંચેય બળવાખોર સાંસદોને LJPમાંથી હટાવવાની ભલામણ કરી.

LJP રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક કરતા ચિરાગ પાસવાન
LJP રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક કરતા ચિરાગ પાસવાન

ચિરાગનો હોળી નિમિતે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ
પક્ષની સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટી કરાયા બાદ લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનના કાકા પશુપતિ કુમાર પારસને હોળી નિમિત્તે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 6 પેજના આ પત્રમાં ચિરાગ પાસવાન પાર્ટી છોડી પરિવારને એકજૂટ રાખવા ઈચ્છે છે. તેઓ કહે છે કે હું બધુ જ ભૂલી જવા તૈયાર છું, તમે પરિવારને એકજૂટ રાખવા માટે પરત આવી જાઓ.

પત્રમાં લખ્યું- તમે નીતિશ કુમારની નજીક હતા, આ વાત પસંદ ન હતી
ચિરાગે તેના પત્રમાં અનેક જગ્યાએ કાકા પશુપતિ કુમાર પારસને લખ્યું છે કે તમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજીક થઈ ગયા હતા. આ વાત પપ્પા(રામવિલાસ)ને પસંદ ન હતી. તમે અનેક વખત મારો સાથ આપ્યો નથી.

પત્રમાં લખવામાં આવ્યું છે જ્યારે પણ તક આવી ત્યારે તમે નીતિશ કુમાર સામે કંઈજ કહ્યું નહીં. તમે પક્ષ વિરોધી નિવેદન પણ આવ્યા, જેને લીધે પપ્પા ઘણા નારાજ થયેલા. પપ્પા ગયા બાદ જ્યારે મારે તમારી ખૂબ જરૂર હતી ત્યારે તમે અમારી સાથે ન આવ્યા, પણ નીતિશ કુમારની પ્રશંસા કરતા રહ્યા. તમે વિધાનસભા ચૂંટણીઓમાં પણ પક્ષને સહયોગ કર્યો ન હતો. તમારી તમામ માગ પૂરી કરવામાં આવી હતી. આ સંજોગોમાં હવે સંબંધ પર વિશ્વાસ કરી શકતો નથી.

રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનની વર્ચ્યુઅલ બેઠક
પ્રાપ્ત માહિતી મુજબ, વર્ચ્યુઅલ કાર્યકારિણીની બેઠકમાં ચિરાગ પાસવાન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હાજર હતા. પાર્ટીની તમામ પદાધિકારીઓ પણ હાજર હતા. સાથે જ ઘણા રાજ્યોના અધ્યક્ષ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા. LJP ચિરાગ ગુટે એ નક્કી કર્યું કે જે 5 સાંસદોએ બળવાખોરી કરી છે, તેમને હટાવવામાં આવે છે. બાકીના તમામ લોકો સંગઠનમાં કામ કરતા રહેશે અને સંગઠનને મજબૂત કરશે.

આ દરમિયાન ચિરાગ પાસવાને કહ્યું કે તેમનો બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટ કાર્યક્રમ ચાલતો રહેશે. બિહાર સરકારની વિરુદ્ધ તેઓ તેમનું આંદોલન ચલાવતા રહેશે.

પાંચ સાંસદોને કાઢવાનું કારણ પક્ષ વિરોધી કામકાજ કરવામાં સંડોવણી ગણાવવામાં આવે છે
પાંચ સાંસદોને કાઢવાનું કારણ પક્ષ વિરોધી કામકાજ કરવામાં સંડોવણી ગણાવવામાં આવે છે

કાકા પશુપતિ પારસની બેઠક
આ પહેલા ચિરાગના કાકા પશુપતિ પારસે પોતાના પાંચેય સાંસદોની સાથે રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક કરીને ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી મુક્ત કર્યા. પશુપતિ પારસનો દાવો છે કે LJP તેમની પાર્ટી છે. અને તેઓ આ પાર્ટીના સંગઠનકર્તા છે. તમામ સાંસદોએ તેમને સંસદીય દળના નેતા ચૂંટ્યા છે. આ અવેજમાં તેમણે ચિરાગ પાસવાનને અધ્યક્ષ પદેથી હાટવ્યા છે. જોકે ચૂંટણી આયોગ નક્કી કરે કે અસલી LJP કોણ છે.

સૂરજ બન્યા LJPના નવા ચિરાગ
પારસ જુથના પૂર્વ સાંસદ સૂરજભાન સિંહને LJPના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પારસ જૂથની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હવે 5 દિવસની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે. હાલ સૂરજભાન સિંહની અધ્યક્ષતામાં બેઠક થશે. એક-બે દિવસમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ શકે.