તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lockdown May Increase In Delhi Chhattisgarh, Lockdown Returns In India. The Laborer Reached Bihar By Pedal Rickshaw For 9 Days

દેશમાં લોકડાઉનની અફવા:દિલ્હી-છત્તીસગઢમાં વધી શકે છે લોકડાઉન, આ મજૂર 9 દિવસ પેડલ રિક્ષા ચલાવી પહોંચ્યો બિહાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉનની અફવા ચાલી રહી છે. તે ઉપરાંત દિલ્હી સહિત મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને દિલ્હી, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં લોકડાઉનની મર્યાદા વધારવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતમાં વિકએન્ડ કર્ફ્યુ આપવામાં આવી શકે છે. આ સંજોગોમાં મજૂર વર્ગ વધારે ચિંતિત છે. તેઓ ગયા વર્ષની સ્થિતિને યાદ કરીને આ વર્ષે શક્ય હોય એટલા વહેલાં તેમના ઘરે પહોંચવા માંગે છે.

દિલ્હીમાં વધુ એક સપ્તાહનું લોકડાઉન વધી શકે છે
પાટનગર દિલ્હીમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધુ એક સપ્તાહ વધારવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ આ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. હાલ દિલ્હીમાં 3 મે સવારે 5 વાગ્યા સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અને આ પહેલાં જ દિલ્હીના વેપારી સંગઠનોએ જાહેરાત કરી દીધી છે કે તેઓ 3 મે પછી પણ તેમની દુકાનો ખોલવાના નથી. તેમના તરફથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. વેપારી સંગઠન પણ ઈચ્છે છે કે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવે.

છત્તીસગઢમાં 22 દિવસના લોકડાઉન પછી પણ કેસ નિયંત્રણમાં નથી આવતા
છત્તીસગઢ એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 19 હજાર અને 8,581 લોકોના મોત થી ગભરાઈ ગયું છે. તે માટે આ રાજ્યમાં માત્ર એપ્રિલ મહિનામાં જ બે વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. અને હવે અહીં ત્રીજી વખત પણ લોકડાઉન વધારવામાં આવે તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે, સીએમ હાઉસથી જિલ્લાના પ્રભારી મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ કલેક્ટર સાથે સતત ચર્ચા કરે, જિલ્લાની સ્થિતિ વિશે સમીત્રા કરે અને જરૂર પડે તો લોકડાઉન વધારવાનો નિર્ણય લે. માનવામાં આવે છે કે, અહીંની રાજ્ય સરકાર 3મેના રોજ લોકડાઉન વધારવાનો નિર્ણય લઈ શકે છે.

લોકડાઉનના ડરથી મજૂર વર્ગ ચિંતિત
આવા જ ડરથી પરેશાન એક મજૂર પરિવારે પેડલરિક્ષામાં જ પોતાના ઘરે ભાગલપુર જવાનો નિર્ણય કર્યો છે. તે છેલ્લાં 9 દિવસની મુસાફરી કરીને બિહારની સીમા સુધી પહોંચ્યો છે. દેશમાં લોકડાઉન લાગવાના ડરે ઉચિત સિંહ તેના પરિવાર સાથે પેડલ રિક્ષાથી બિહારના ભાગલપુર જવા નીકળી ગયા છે. અને 9 દિવસ પેડલ રિક્ષા ચલાવ્યા પછી તેઓ બિહારના મોહનિયા સુધી પહોંચી ગયા છે.

ઉચિત સિંહ પરિવાર સાથે કાનપુરથી બિહાર જવા રવાના
ઉચિત સિંહ પરિવાર સાથે કાનપુરથી બિહાર જવા રવાના

મજૂર ઉચિત સિંહ છેલ્લાં દોઢ વર્ષથી તેમના પરિવાર સાથે કાનપુરમાં એક ફેક્ટરીમાં કામ કરે છે. તેમને કોઈએ એવું કહ્યું કે, 2 મેથી કાનપુરમાં લોકડાઉન લાગવાનું છે અને ત્યારપછીથી તેઓ પરેશાન છે. ગઈ વખતની સ્થિતિને યાદ કરીને તેમને લાગ્યુ આ વખતે મોડું ના થઈ જાય એટલે તેઓ 23 એપ્રિલથી જ કાનપુરથી નીકળી ગયા. ઉચિત સિંહ રસોડાનો પણ બધો સામાન સાથે જ લઈને નીકળ્યા છે. તેથી જેઓ જ્યાં રાત પડે ત્યાં જ રસોઈ બનાવીને, જમીને, રાત રોકાઈ જાય છે અને પછી બીજા દિવસે સવારે ફરી મુસાફરી શરૂ કરી દે છે. હવે તેઓ ઈચ્છે છે કે, તેમને બિહારમાં જ કોઈ રોજગારી મળી જાય જેથી તેમને આટલે દૂર ના આવવું પડે. આવા ઘણાં મજૂરો છે જેઓ લોકડાઉનની અફવાએ તેમના ઘર-વતન ભણી નીકળી પડ્યાં છે.

2 મેથી કાનપુરમાં લોકડાઉનની અફવાથી વતન ભણી દોટ મૂકી
2 મેથી કાનપુરમાં લોકડાઉનની અફવાથી વતન ભણી દોટ મૂકી
અન્ય સમાચારો પણ છે...