તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lockdown India State Wise Updates In Photos Pictures; | Irrfan Khan Death To Madhya Pradesh Indore, Ahmedabad Agra, Jyoti Kumari Gurgaon Bihar Cycle Journey

કોરોનાકાળની કરુણ તસવીરો:ક્યાંક મજબૂરી તો ક્યાંક જીદ, કોઈકે ઘર તરફ જતાં જીવ ગુમાવ્યો, તો કેટલાક અંતિમસંસ્કારમાં પણ હાજર ન રહી શક્યા

6 મહિનો પહેલા
  • લોકડાઉનની જાહેરાત થતાં જ તમામ શ્રમિકો પગપાળા પોતાના ઘર તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું
  • કોરોનાકાળમાં સુરક્ષાકર્મીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓએ પોતાનો જીવ જોખમે મૂકી ફરજ અદા કરી હતી

22 માર્ચ 2020ના રોજ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 14 કલાકના જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી. બે દિવસ પછી એટલે કે 24 માર્ચ 2020ની રાતે બીજા દિવસથી દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.

લોકડાઉનને પગલે દેશના ઇતિહાસમાં પહેલીવાર જાહેર અને ખાનગી પરિવહન સંપૂર્ણ રીતે બંધ કરાયું હતું. આકાશ તરફ નજર કરતાં વિમાનો પણ નહોતાં દેખાતાં અને રસ્તાઓ પર ગાડીઓ પણ નજરે પડી નહોતી. રેલવે-ટ્રેક ઉપર ધમધમતી ટ્રેનો પણ થંભી ગઈ હતી. આ પરિસ્થિતિ એવી હતી કે જાણે કોઈકે સ્ટેચ્યૂ કહ્યું હોય અને આખો દેશ ત્યાં જ એક પ્રતિમા બનીને ઊભો રહી ગયો હોય.

માતાએ બાળકને સૂટકેસ પર બેસાડીને ઘર તરફ પગલાં માંડ્યા હતા
આ લોકડાઉન કરોડો મજૂરોની સજા બની ગયું હતું, જેઓ રોજી-રોટી માટે સેંકડો કિલોમીટર દૂર ઘરેથી સ્થળાંતર કરીને અન્ય પ્રદેશમાં વસવાટ કરી રહ્યા હતા. કારણ કે જાહેર-ખાનગી કોઈપણ પ્રકારનાં વાહનોની સુવિધા ઉપલબ્ધ નહોતી, જેને કારણે લોકડાઉનની જાહેરાત થતાં જ તમામ મજૂરોએ પગપાળા પોતાના ઘર તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું. કોઈકે પોતાની પત્નીને ખભા પર બેસાડી, તો કોઈએ પોતાના બાળકને સૂટકેસ ઉપર બેસાડીને પગપાળા વતનની રાહ ખેડવાનું શરૂ કર્યું હતું.

કેટલાય દીવસો અને મહિનાઓ બાદ શ્રમિકો ઘરે પહોંચ્યા હતા
જે નજીકના ગામમાંથી આવતા હતા તેમણે એક સપ્તાહમાં પોતાની સફર પૂરી કરી હતી, જ્યારે દૂર પ્રાંતથી રોજી-રોટીની તલાશમાં આવેલા મજૂરોને પોતાના વતન પહોંચતાં મહિનાઓ કે તેથી વધુ સમય લાગ્યો હતો. ત્યારે સેંકડો લોકો એવા હતા કે જે ક્યારેય પણ પોતાના વતન ભણી પહોંચી નહોતા શક્યા. પગપાળા જઈ રહેલા શ્રમિકોના સિવાય અગર કોરોનાકાળમાં કોઈએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય તો તે સુરક્ષાકર્મીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મચારીઓ હતા.

ચલો, લોકડાઉન દરમિયાન જીદ, મજબૂરી અને કર્તવ્યની ઝાંખીનો અનુભવ કરાવતી તસવીરો જોઈએ.....