તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Lockdown Extended In Delhi, UP And Haryana; Lockdown Starts Today In Tamil Nadu, Rajasthan, Mizoram

કોરોનાથી દેશબંધી:દિલ્હી, યુપી અને હરિયાણામાં લોકડાઉન લંબાવાયું; તામિલનાડુ, રાજસ્થાન, મિઝોરમમાં આજથી લોકડાઉન શરૂ

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કેન્દ્ર સરકારે ભલે લોકડાઉન જાહેર ન કર્યું, પરંતુ દેશનાં અનેક રાજ્યોમાં લોકડાઉન છે
 • ધીરે ધીરે આખા દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ બની

કોરોનાના કારણે આ વખતે આખા દેશમાં એકસાથે લોકડાઉન ન લગાવાયું હોય, પરંતુ ધીરે ધીરે આખા દેશમાં આવી સ્થિતિ બની ગઈ છે. અત્યારસુધી 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરાયા છે, જ્યારે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવે છે. ઘણાં રાજ્યો લોકડાઉન આગળ લંબાવવાનું ચાલુ રાખે છે. આમાં નવાં નામ દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ છે. અહીં લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

સોમવારથી તામિલનાડુ, રાજસ્થાન અને પુડુચેરીમાં પણ બે અઠવાડિયાંનું લોકડાઉન શરૂ થયું છે, જ્યારે કર્ણાટકમાં 24 મે સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. કેરળમાં શનિવારથી 9 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તો આ તરફ પૂર્વોત્તરમાં મિઝોરમ સરકારે સોમવારથી 7 દિવસના તાળાબંધીની જાહેરાત કરી છે. 16 મે સુધી સિક્કિમમાં પ્રતિબંધો લગાવી દેવાયા છે.

કેજરીવાલે કહ્યું - હળવાશથી લેવાયું તો ભારે પડી જશે
લોકડાઉન વધારવાની ઘોષણા કરતાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસો અને પોઝિટિવિટી દરમાં ઘટાડો થયો છે, પરંતુ કોઈપણ પ્રકારની હળવાશ લેવાશે તો મહામારીની હાલની લહેર સામેના અત્યારસુધી ભરવામાં આવેલાં પગલાંનો કોઈ જ ફાયદો થશે નહીં.

જ્યારે ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય સચિવ (ઇન્ફોર્મેશન) નવનીત સહગલે કહ્યું હતું કે રાજ્યમાં લાદવામાં આવેલા કોરોના કર્ફ્યૂનાં સારાં પરિણામ મળી રહ્યા છે. આ સંક્રમણની ચેન તોડવામાં મદદ કરે છે. એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આને કારણે 17 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્યમંત્રી અનિલ વિજે હરિયાણામાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી.

82.94% દર્દીઓ 14 રાજ્યોમાં
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે શનિવારે મળેલા 4.03 લાખ દર્દીમાં 71.75% 10 રાજ્યોના છે. આમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, કેરળ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણાનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 82.94% દર્દીઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશમાં છે.

અત્યારસુધી આ રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધ

 • દિલ્હી: દેશની રાજધાની 19 એપ્રિલથી બંધ છે. અહીં લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે.
 • ઉત્તરપ્રદેશ: રાજ્યમાં કોરોના કર્ફ્યૂનો સમય અને કડક લોકડાઉન જેવા પ્રતિબંધોને 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યા છે.
 • હરિયાણા: સાત દિવસીય લોકડાઉન 3 મેના રોજ લાદવામાં આવ્યું હતું, હવે એને 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
 • બિહાર: રાજ્યમાં લોકડાઉન 15 મે સુધી અમલમાં છે. એની શરૂઆત 4 મેથી થઈ હતી.
 • ઓડિશા: 5 મેથી 19 મે સુધીના 14 દિવસનું લોકડાઉન છે.
 • રાજસ્થાન: રાજ્ય સરકારે 10થી 24 મે દરમિયાન કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ગયા મહિનાથી જ પ્રતિબંધો અમલમાં છે.
 • ઝારખંડ: રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો 13 મે સુધી લંબાવાયા છે. અહીં 22 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય સુરક્ષા સપ્તાહની જાહેરાત કરીને પહેલીવાર પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
 • છત્તીસગઢ: સરકારે વીકએન્ડમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. પહેલા જિલ્લા કલેક્ટરને 15 મે સુધી સ્થાનિક લોકડાઉન વધારવાની મંજૂરી આપી હતી.
 • પંજાબ: 15 મે સુધી વીકએન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂ જેવાં પગલાં ઉપરાંત વ્યાપક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
 • ચંદીગઢ: તંત્રએ વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે.
 • મધ્યપ્રદેશ: ફક્ત આવશ્યક સેવાઓ પર મુક્તિ સાથે 15 મે સુધી જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.
 • ગુજરાત: નાઇટ કર્ફ્યૂના (સવારે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી) અમલીકરણ સાથે 12 મે સુધી 36 શહેરોમાં દિવસના પ્રતિબંધો લગાવાયા છે.
 • મહારાષ્ટ્ર: 5 એપ્રિલે લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ અંતર્ગત લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. બાદમાં આ પ્રતિબંધો 15 મે સુધી લંબાવાયા હતા. લાતુર અને સોલાપુર જેવા જિલ્લાઓમાં સ્થાનિક લોકડાઉન લાગુ છે. અમરાવતી, અકોલા અને યવતમાલમાં કડક પ્રતિબંધો છે.
 • ગોવા: સરકારે 9થી 24 મે સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. સોમવારે ઉત્તર ગોવામાં કૈલાંગુટ અને કૈડોલિમ જેવાં પર્યટક સ્થળો સિવાય 4 દિવસનું લોકડાઉન લાગવાયું છે. જોકે અહીં પહેલેથી જ પ્રતિબંધો અમલમાં હતા.
 • પશ્ચિમ બંગાળ: રાજ્યમાં ગયા અઠવાડિયાથી જ તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ સહિત રાજ્યમાં વ્યાપક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
 • આસામ: રાજ્યમાં બુધવારથી જ જાહેર સ્થળે લોકોની અવરજવર પર સાંજે 6 વાગ્યાથી પ્રતિબંધ મુકાયો હતો. પહેલાં આ પ્રતિબંધ આઠ વાગ્યે શરૂ થતો હતો. અહીં 27 એપ્રિલથી 7 મે દરમિયાન નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો
 • નાગાલેન્ડ: 30 એપ્રિલથી 14 મે દરમિયાન કડક નિયમો સાથે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
 • મિઝોરમ: સરકારે 10 મેના રોજ સવારે 4 વાગ્યાથી 17 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
 • અરુણાચલ પ્રદેશ: શનિવારથી આખા મહિના માટે સાંજ 6.30થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
 • મણિપુર: રાજ્ય સરકારે 17 મે સુધી 7 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે.
 • સિક્કિમ: રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો 16 મે સુધી લાગુ કરવામાં આવ્યા છે.
 • જમ્મુ-કાશ્મીર: વહીવટીતંત્રે કોરોના કર્ફ્યૂમાં 17 મે સુધી વધારો કર્યો છે.
 • ઉત્તરાખંડ: નાઇટ કર્ફ્યૂ સહિત અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એપ્રિલના અંતમાં લાદવામાં આવેલા કર્ફ્યૂને સૌથી વધુ કેસવાળા ત્રણ જિલ્લા દેહરાદૂન, ઉધમસિંહ નગર અને હરિદ્વારમાં 10 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
 • હિમાચલ પ્રદેશ: રાજ્યમાં 7 મેથી 16 મે દરમિયાન તાળાબંધી અથવા કોરોના કર્ફ્યૂ લાગુ છે.
 • કેરળ: રાજ્યમાં 8થી 16 મે સુધી લોકડાઉન છે.
 • તામિલનાડુ: 10થી 24 મે સુધી લોકડાઉન છે.
 • પુડુચેરી: 10થી 24 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.