તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Lockdown: Coronavirus Outbreak India Cases, Vaccination LIVE Update | Maharashtra Pune Madhya Pradesh Bhopal Indore Rajasthan Uttar Pradesh Haryana Punjab Bihar Novel Corona (COVID 19) Death Toll India Today, Mumbai Delhi Coronavirus News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારમાં 15 મે સુધી ટોટલ લોકડાઉન:આજથી બિહાર પણ બંધ, સરકારી-ખાનગી કચેરીઓ તમામ બંધ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, વાહનો 50% ક્ષમતા સાથે દોડશે

2 દિવસ પહેલા
  • એક સપ્તાહમાં 15% કેસ અને 41% મોત વધ્યા, પહેલીવાર એક દિવસમાં રેકોર્ડ 3.18 લોકો સાજા થયા

બિહારમાં બેકાબૂ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, નીતીશ સરકારે આજથી 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. સરકારી-ખાનગી કચેરીઓ તમામ બંધ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓથી સંબંધિત સંસ્થાઓ ખુલ્લી રહેશે. સાર્વજનિક પરિવહન સાથે જોડાયેલ વાહનો 50% ક્ષમતા સાથે દોડશે.

આ પહેલા સોમવારે CM નીતીશ કુમારે બીજી વખત પટણાના રસ્તાઓ પર ઉતારીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ, તેમણે બંને ડેપ્યુટી સીએમ અને અધિકારીઓ સાથે બેઠક કરી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. CMએ મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

CMએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
CMએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.

કોરોના વિશે દેશમાં બે સારા અને બે ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર એ છે કે, દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધીમાં 2 કરોડ 2 લાખ 75 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

હવે પહેલી સારી ખબર એ છે કે ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 3.18 લાખ લોકો રિકવર થયા છે. અત્યાર સુધી દુનિયામાં એક સાથે આટલા દર્દીઓ સાજા નથી થયા. બીજી સારી ખબર એ છે કે, સોમવારે સતત ત્રીજા દિવસે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3 લાખ 55 હજાર 680 લોકો સંક્રમિત થયા છે. 30 એપ્રિલ પછી નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે.

30 એપ્રિલે એક દિવસમાં રેકોર્ડ 4.02 લાખ નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારપછી શનિવારે 3.92 લાખ અને રવિવારે 3.70 લાખ કેસ મળ્યા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહની સરખામણી કરીએ તો આ દરમિયાન 15 ટકા કેસ વધારે નોંધાયા છે.

એક સપ્તાહમાં 41% મૃત્યુ વધ્યા, તે દુનિયામાં સૌથી વધારે
સોમવારે દેશમાં 3436 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા હતા. આ સતત છઠ્ઠો દિવસ હતો જેમાં 3 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આખા સપ્તાહના આંકડા પર નજર નાખીએ તો આ સપ્તાહમાં મોતની સંખ્યામાં 41 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન 24 હજાર 503 દર્દીઓના મોત થયા છે. સ્થિતિ એવી છે કે, દેશના પાટનગર દિલ્હીમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે. અહીં સોમવારે 448 લોકોના મોત થયા છે. દુનિયાના ટોપ-10 દેશોની સરખામણી કરીએ તો ભારત સિવાય તુર્કી, આર્જેન્ટિના, જર્મની અને કોલંબિયામાં જ મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. તે સિવાય અમેરિકા, બ્રાઝીલ, ફ્રાન્સ, ઈરાન જેવા અમુક દેશોમાં મોતના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા- 3.55 લાખ
છેલ્લાં 24 કલાકમાં કુલ મોત- 3,436
છેલ્લાં 24 કલાકમાં કુલ સાજા થયા- 3.18 લાખ
અત્યાર સુધી કુલ સંક્રમિત થયેલા લોકો- 2.02 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયા- 1.66 કરોડ
અત્યાર સુધીમાં કુલ મોત- 2.22 લાખ
અત્યારે સારવાર કરતાં કુલ દર્દીઓની સંખ્યા- 34.43 લાખ

તસવીર ગાઝિયાબાદના એક ગુરુદ્વારાની છે, અહીં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન લંગર બનાવવામાં આવ્યું છે
તસવીર ગાઝિયાબાદના એક ગુરુદ્વારાની છે, અહીં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન લંગર બનાવવામાં આવ્યું છે

કોરોના અપડેટ્સ

  • અંતે બિહારે પણ સંક્રમણની ચેઈન રોકવા માટે લોકડાઉનનો નિર્ણય લીધો છે. હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક અને ગોવા પછી હવે બિહાર લોકડાઉન કરનારુ સાતમું રાજ્ય બન્યું છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે મંગળવારે સીએમ નીતિશ કુમારે બેઠક કરી હતી. આજે સરકારે 15 મે સુધી ટોટલ લોકડાઉન લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
  • મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાના 5 નવા સ્ટ્રેન મળ્યા છે. દિલ્હીથી મળેલા રિપોર્ટ પ્રમાણે 35 સેમ્પલમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે. નાગપુરની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને નાગપુર મેડિકલ લોકેજમાં આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પુણે અને દિલ્હી મોકલવામાં આવ્યા છે. 74માંથી 35 સેમ્પલમાં 5 મ્યૂટેશન જોવા મળ્યા છે. તેમાંથી 26 સેમ્પલમાં ડબલ મ્યૂટેશન હોવાની વાત સામે આવી છે.
  • રોમથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 30 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. એવિયેશન ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફ્લાઈટ બુધવારે આવી હતી.
  • કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતની દીકરી યોગિતા સોલંકીનું સોમવારે નિધન થઈ ગયું છે. તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો