• Home
  • National
  • Lockdown and weather affected in Kashmir in 11 months, now all eyes on saffron

કોરોના કાળમાં દેશનો આંખો દેખ્યો હાલ / કાશ્મીરમાં 11 મહિનામાં લૉકડાઉન અને હવામાન નડ્યાં, હવે કેસરનો જ સહારો

કાશ્મીરના આતંક પ્રભાવિત સિથારન ગામના યુવાનો ભયનો જવાબ બોલ અને બેટથી આપે છે.
કાશ્મીરના આતંક પ્રભાવિત સિથારન ગામના યુવાનો ભયનો જવાબ બોલ અને બેટથી આપે છે.
X
કાશ્મીરના આતંક પ્રભાવિત સિથારન ગામના યુવાનો ભયનો જવાબ બોલ અને બેટથી આપે છે.કાશ્મીરના આતંક પ્રભાવિત સિથારન ગામના યુવાનો ભયનો જવાબ બોલ અને બેટથી આપે છે.

  • પહેલાં કલમ 370 અને પછી કોરોનાના કારણે લૉકડાઉન થયું, કરાવૃષ્ટિને લીધે પાક નાશ પામ્યો

અમિતકુમાર નિરંજન

Jun 30, 2020, 04:00 AM IST

શ્રીનગર. કાશ્મીર ખીણ 11 મહિનામાં ત્રણ મોટાં સંકટમાંથી પસાર થઈ છે. ગત વર્ષે ઓગસ્ટમાં કલમ 370 હટ્યા બાદ લૉકડાઉન થઇ ગયું હતું. ઠંડીમાં એક મહિના માટે આ લૉકડાઉન ખૂલ્યું પણ માર્ચમાં કોરોનાના કારણે ફરી લૉકડાઉન થઈ ગયું. ત્રીજું સંકટ કરાવૃષ્ટિના સ્વરૂપમાં ત્રાટક્યું. નવેમ્બર, એપ્રિલ, મે અને જૂનમાં કરા પડ્યાં. જેના લીધે સફરજન, ચેરી અને પ્લમનો પાક નાશ પામ્યો. પણ આ વખતે વરસાદ સમયસર અને સારો પડી રહ્યો છે એટલે કેસરનો પાક સારો થશે તેવી આશા છે. 

કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શેખ અહમ જણાવે છે કે ખીણ સંભવત: આ સ્થિતિનો સામનો પહેલીવાર કરી રહી છે. ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે લૉકડાઉનમાં 18 હજાર કરોડનું નુકસાન થયું. આશરે 5 લાખ નોકરીઓ ગઈ. જાન્યુઆરીથી જૂનમાં 18 હજાર કરોડનું નુકસાન થયું. એટલે કે 11 મહિનામાં 36 હજાર કરોડ રૂપિયા.

આ વખતે હવામાને પણ સાથ ન આપ્યો. પાક પર સંકટ છવાઈ રહ્યું. ન્યુ કાશ્મીર ફ્રૂટ એસોસિયેશનના અધ્યક્ષ મોહમ્મદ યાસીન ભટ્ટે જણાવ્યું કે કાશ્મીરમાં સફરજન, પ્લમ અને ડબલ ચેરી પેદા થાય છે. આ વખતે ત્રણેયમાં જ ખોટ થઈ છે. લૉકડાઉનથી વધુ નુકસાન હવામાને કર્યુ છે. શ્રીનગરનું પારિમ્પોરા શાકભાજી અને ફ્રૂટમાર્કેટ એશિયાનું બીજું સૌથી મોટું માર્કેટ છે. અહીં આશરે 270 ટ્રેડર છે, તેમાંથી 120 પાસે કોઈ કામ નથી. સફરજનનો આશરે 40 ટકા પાક નવેમ્બરમાં કરાવૃષ્ટિને કારણે બગડ્યો. આ વખતે સફરજન 30 ટકા સુધી મોંઘાં વેચાઈ શકે છે. હવે અમુક ખેડૂતો સામે ખેતર વેચવાની નોબત આવી ગઈ છે. કરાવૃષ્ટિએ અખરોટ અને બદામના પાકને પણ નષ્ટ કર્યો છે. 

ખીણના ડ્રાય ફ્રૂટના મોટા વેપારી હિલાલ અહેમદ મીર કહે છે કે ચાલુ વર્ષે માલ ઓછો આવશે અને મોંઘો થશે. ડબલ ચેરીની પેદાશ ત્રણ લાખ કિલો થાય છે પણ આ વખતે ઉપજ ઓછી થઈ છે અને માગ પણ નથી. મુંબઈથી જ 25 ટન ચેરીની ડિમાન્ડ થાય છે પણ આ વખતે 5 ટનની માગ કરાઈ છે. ચેરી પ્રોડક્ટ બનાવતી શ્રીનગરની બે ડઝનથી વધુ કંપનીઓમાંથી ફક્ત ત્રણમાં જ કામ થઈ રહ્યું છે. લૉકડાઉને પશ્મીના શોલ વ્યવસાયને પણ નુકસાન પહોંચાડ્યું છે. કાશ્મીરી ફેન્સી ક્રાફટ્સના મુશ્તાક અહેમદ ભટ્ટે જણાવ્યું કે આ વખતે વણીને શોલ નહીં બનાવીએ. કાચા માલ માટે મૂડી નથી.

મજબૂરી : 500 શિકારા વેચાયા, બોટહાઉસ પર સંકટ
ડાલ સરોવરમાં 4,880 શિકારા અને 910 બોટ છે. ડબલ લૉકડાઉનથી પર્યટકો ન આવ્યા તો શિકારા પણ ન ચાલ્યા. એક શિકારાની કિંમત આશરે 3 લાખ રૂપિયા હોય છે. આર્થિક તંગીને લીધે લોકોએ 50થી 60 હજારમાં પોતાના શિકારા વેચી કાઢ્યા. અત્યાર સુધી 500 શિકારા વેચાઇ ચૂક્યા છે. આ જ હાલત બોટહાઉસ સંચાલકોની પણ છે. 

ફક્ત એક આશા : 3 ટન વધુ કેસર પેદા થઇ શકે છે 
જાફરાન એસોસિયેશનના પ્રેસિડેન્સ અબ્દુલ મજીદ કહે છે કે ગત વર્ષે સંપૂર્ણ કાશ્મીરમાં 250 કરોડ રૂપિયાના 17 ટન કેસરનો પાક લેવાયો હતો. આ વખતે વરસાદ સારો અને સમયસર આવ્યો છે એટલે 20 ટનથી વધુ કેસર પેદા થવાની આશા છે. જોકે કેસર બજારને ઈરાન બગાડી રહ્યું છે. તેનાથી બધાને નુકસાન થાય છે.

ભયનો જવાબ બૉલ-બેટથી 
શ્રીનગરથી 60 કિમી દૂર સિથારન ગામ પીરપંજાલના પર્વતો વચ્ચે ઘેરાયેલું છે. આ વિસ્તાર આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે પણ ગામના યુવાનો ભયનો જવાબ બોલ અને બેટથી આપે છે. ગત 11 મહિનામાં પહેલી વખત અહીં ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી