તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lockdown 5.0 Update Narendra Modi Government Latest News; 72 Thousand Coronavirus Cases Increased In Lockdown Phase Four

લોકડાઉનની સંતાકૂકડી:સરકાર પણ શું કરે,લોકડાઉનના ચોથા તબક્કામાં પણ 73 હજાર કેસ વધ્યા; હવે રાજ્ય છૂટ આપતું રહેશે અને કેન્દ્ર સરકાર ચેતવતી રહેશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનનો ચોથો તબક્કો 31મેના રોજ પૂરો થઈ રહ્યો છે, કેન્દ્ર સરકાર રાજ્યોને નિર્ણય લેવાની છૂટ આપી શકે છે.
  • ચોથા તબક્કામાં કેન્દ્રએ રાજ્યોને કોરોના સંક્રમણના હિસાબથી રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોન નક્કી કરવાની છૂટ આપી હતી

લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે કે નહીં એતો હજું સસપેન્સ જ છે. ચોથો તબક્કો 31 મેના રોજ ખતમ થઈ રહ્યો છે. શક્ય છે કે લોકડાઉન 15 જૂન સુધી વધારી દેવાશે. પરંતુ આ પહેલા વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેશબંધીના કેસમાં હવે કેન્દ્ર સરકારની ભૂમિકા વધારે નહીં હોય. રાજ્ય જ કડકાઈ અને છૂટછાટ અંગેના નિર્ણય કરશે. કેન્દ્ર ગાઈડલાઈન તરીકે પોતાની વાતો કહેતું રહેશે. તેને અમલમાં લાવવી રાજ્યોની જવાબદારી હશે અને આ રીતે લોકડાઉનની સંતાકૂકડી ચાલુ રહેશે. 

લોકડાઉનના ચોથા તબક્કમાં સૌથી વધારે 73 હજાર કેસ વધ્યા, એટલા માટે દેશબંધી પુરી રીતે ખતમ થવી અશક્ય

લોકડાઉનક્યાંથી ક્યાં સુધીદિવસકોરોનાના કેટલા કેસ વધ્યા
પહેલું25 માર્ચથી 14 એપ્રિલ2110,828
બીજુ25 એપ્રિલથી 3 મે1930,407
ત્રીજુ4 મેથી 17 મે1449,264
ચોથું18મેથી 31 મે1473,694(30મે બપોરે દોઢ વાગ્યા સુધીના)

2. છેલ્લા પાંચ દિવસમાં 3 વખત કોરોનાના નવા 7 હજારથી વધારે, એટલે કે સ્થિતિ હજુ ઠીક નથી  

તારીખનવા કેસતારીખનવા કેસ
19 મે615424 મે7113
20 મે572025 મે6414
21 મે602326 મે5907
22 મે653627 મે7246
23 મે666328 મે7254

કેન્દ્રની ભૂમિકા હવે વધારે નહીં, તેના બે સંકેત 
1. આ વખતે મોદી નહીં, શાહે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી 
ઈકોનોમીને ખોલવા અને લોકોની મુવમેન્ટના કેસમાં કેન્દ્ર સરકાર હવે પોતાની ભૂમિકા ઘટાડવા માંગે છે. જેના સંકેત એ વાતથી મળે છે કે આ વખતે લોકડાઉન ખતમ થયા પહેલા મુખ્યમંત્રીઓ સાથા વાતચીત વડાપ્રધાને નહીં, પણ ગૃહમંત્રી અમિતશાહે કરી હતી. 
ત્યારપછી શાહે શુક્રવારે મોદી સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રીઓ સાથે થયેલી વાતચીતની વિગત આપી,જ્યારે આ પહેલા 20 માર્ચેસ 2 એપ્રિલ, 27 એપ્રિલ અને 11 મેના રોજ વડાપ્રધાને પોતે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરી હતી. 
2. સૂત્ર પણ કહી રહ્યા છે કે હવે રાજ્ય મોટા નિર્ણય કરશે 
 સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકાર રાજ્યોને સૂચન આપતી રહેશે કે 12 રાજ્યોમાં કોરોનાના 30 કન્ટેનમેન્ટ ઝોન મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓરિસ્સાના 30 શહેરોમાં છે. દેશમાં કોરોનાના 80 ટકા કેસ આ વિસ્તારમાં છે. 

... તો કેન્દ્ર પાસે વધ્યું શું? માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ અથવા આનાથી પણ વધારે?
 માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ ચાલુ રાખશે. રાજનીતિક જમાવડાઓ પર પણ પ્રતિબંધ રહેશે. શોપિંગ મોલ, સિનેમા હોલ બંધ રાખવાનો આદેશ તે આપી શકે છે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગની સલાહ ચાલું રહેશે. 

.. અને રાજ્ય કેવા નિર્ણય લેશે?
શાળા-લોકેજ અંગેનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવી શકે છે. ધાર્મિક જમાવડાઓ પર પણ રાજ્ય નિર્ણય લઈ શકે છે. જેની શરૂઆત શુક્રવારે થઈ ગઈ, જ્યારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1લી જૂનથી ધાર્મિક સ્થળો પર લોકોને જવાની મંજૂરી આપી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ તાજેતરમાં જ વડાપ્રધાનને ચિઠ્ઠી લખી કહ્યું હતું કે, મંદિર, મસ્જિદ, ચર્ચ ખોલવાની મંજૂરી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...