તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Local Court Approves Survey Of Archeology Department In Kashi's Gyanvapi Mosque Case, Mosque Committee Says We Will Go To High Court

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ:કાશીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પુરાતત્વ વિભાગને સરવે કરવા સ્થાનિક કોર્ટની મંજૂરી મળી, મસ્જિદ કમિટીએ કહ્યું-અમે હાઈકોર્ટ જશું

વારાણસી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારાણસીમાં મોગલ બાદશાહ ઓરંગઝેબના આદેશથી ઐતિહાસિક મંદિર તોડી જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. હિંદુ સમુદાય તેને ઐતિહાસિક સ્થળ માને છે-ફાઈલ ફોટો - Divya Bhaskar
વારાણસીમાં મોગલ બાદશાહ ઓરંગઝેબના આદેશથી ઐતિહાસિક મંદિર તોડી જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. હિંદુ સમુદાય તેને ઐતિહાસિક સ્થળ માને છે-ફાઈલ ફોટો

કાશીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પુરાતત્વ વિભાગને સર્વેક્ષણ કરવા માટે મંજૂરી મળી છે. સર્વેક્ષણનો આ ખર્ચ સરકાર વહન કરશે. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિ આશુતોષ તિવારીએ ગુરુવારે આ અંગે એક ચુકાદો આપ્યો છે. તેમણે સરવે કરાવવા માટે એક કમિશનની રચના કરવાનો આદેશ પણ આપ્યો છે. આ અગાઉ બે એપ્રિલના રોજ સુનાવણી સમયે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

સર્વેક્ષણની માંગ અંગે હરિહર પાંડે તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ હરિહર પાંડેએ ભાસ્કર સાથે વાતચીત કરતા કહ્યું કેઆ ચુકાદાથી વિશ્વનાથ મંદિર પરિસરથી જ્ઞાનવાપી મસ્જિદને હટાવી શકાશે. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. જેના માટે અમે લાંબા સમયથી લડત આપી રહ્યા હતા.

બીજી બાજુ મસ્જિદની ઈંતેજામિયા કમિટી સાથે જોડાયેલા સૈયદ યાસીને ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેમણે કહ્યું કે સમિતિ સરવે કરવા માટે કોઈ પણ વ્યક્તિને મસ્જિદમાં દાખલ થવા દેશે નહીં. યાસીનના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા હરિહર પાંડેએ કહ્યું કે પુરાતત્વ વિભાગ સુરક્ષા કર્મચારીઓ સાથે જશે, તેમને અટકાવવા તે મસ્જિદ સમિતિ માટે યોગ્ય નથી. હવે સરવે પણ થશે અને સત્ય બહાર આવશે.

મોગલ બાદશાહ ઓરંગઝેબના આદેશથી મંદિર તોડી જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવાઈ હતી
વારાણસીમાં મોઘલ બાદશાહ ઓરંગઝેબના આદેશથી ઐતિહાસિક મંદિરને તોડી જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી. હિંદુ સમુદાય તેને પોતાનું ઐતિહાસિક સ્થળ માને છે. જ્યારે મુસમાનો તેને પોતાનું પવિત્ર સ્થાન માને છે. વર્ષ 1991માં કેન્દ્ર સરકાર તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે એક કાયદો લઈને આવી હતી. જોકે અયોધ્યામાં બાબરી મસ્જિદ વિવાદને આ કાયદાથી બહાર રાખવામાં આવી હતી.

આ કાયદા હેઠળ વર્ષ 1947 અગાઉ જે ધર્મ સ્થળ જે સ્થિતિમાં હતા તે એ જ સ્થિતિમાં રહેશે.અંજુમન ઈંતેજામિયા મસ્જિદ વારાણસીનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદને પણ આ કાયદા હેઠળ સુરક્ષા મળવી જોઈએ. આ મસ્જિદ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કેન્દ્ર સરકારના કાયદાનું ઉલ્લંઘન હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો