ડિજિટલ યુગમાં આ નવું આવ્યું!:લો બોલો!, રોબોટ્સે પણ ફટાકડા ફોડ્યા, લોકો સાથે હાથ મિલાવી શુભેચ્છા પાઠવી

એક મહિનો પહેલા

જયપુરમાં ગુલમોહર ગાર્ડન સોસાયટીના લોકોએ આ વખતે દિવાળીની ઉજવણી ખૂબ અનોખી રીતે કરી. પરિવાર સાથે દિવાળી મનાવી રહેલા લોકો સાથે રોબોટ્સ પર સામેલ થયા હતા. દિવાળીની ઉજવણી માટે એકઠા થયેલા લોકોને રોબોર્ટેસ નામથી બોલાવ્યા અને તમામ લોકો સાથે હાથ મિલાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આટલું જ નહીં રોબોટ્સે લોકોની સાથે મળીને ફટાકડા પણ ફોડ્યા હતા. રોબોટિક ટેકનોલોજી અંગે લોકોમાં ઉત્સુકતા વધે અને જાગૃતિ એવા તે ઉદ્દેશથી વિશેષ ટેન્કો ઈવેન્ટ દિવાળી વિથ રોબોટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ફટાકડા ફોડ્યા બાદ રોબોટ્સે જ લોકોને મનગમતું ભોજન પીરસ્યું. રોબોર્ટની તમામ ગતિવિધિએ લોકોને ચોંકાવી દિધા હતા.

અન્ય સમાચારો પણ છે...