તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Living Next To The House Was Tantric, He Pretended To Be Tantric Your Son Has Died In The Field; The Police Nabbed Tantric

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલવરમાં બાળકની બલી કે હત્યા?:ઘરની બાજુમાં રહેતો હતો તાંત્રિક, તેણે તંત્રનો ઢોંગ કરતાં કહ્યું હતુ- તમારો પુત્ર ખેતરમાં મૃત પડ્યો છે; પોલીસે તાંત્રિકને દબોચ્યો

અલવર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાવલી ગામે આ તાંત્રીકના ઘરે બનાવવામાં આવેલી ધૂણી છે. તાંત્રિકે બાળકનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાનું જણાવ્યું હતુ. - Divya Bhaskar
નાવલી ગામે આ તાંત્રીકના ઘરે બનાવવામાં આવેલી ધૂણી છે. તાંત્રિકે બાળકનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાનું જણાવ્યું હતુ.
  • બાળકનો મૃતદેહ ખેતરમાં પડેલો મળી આવ્યો હતો, તેના કાન, નાક, નખ કાપેલા હતા અને કપાળ પર તિલક કરેલું હતુ

અલવરના માલાખેડાના નાવલી ગામે 11 વર્ષીય બાળક નિર્મલની હત્યાનો ભેદ હજી ઉકેલાયો નથી. પરંતુ, તપાસ બલી ચડાવવા માટેની હત્યા તરફ આગળ વધતી હોય તેવું લાગે છે. આ કેસમાં પોલીસે તે જ તાંત્રિકની ધરપકડ કરી છે. જેમણે અગાઉ તંત્ર વિદ્યાનો ઢોંગ કરતાં ગુમ થયેલ બાળક ખેતરમાં પડ્યો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસ દ્વારા હજી આ મામલાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે, અત્યાર સુધીની તપાસમાં હત્યાની સમગ્ર શંકા તાંત્રિક પર જ છે.જણાવી દઈએ કે રવિવારે બાળકનો મૃતદેહ ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. તેના કાન, નાક, નખ કાપવામાં આવ્યા હતા અને કપાળ પર તિલક લગાવ્યુ હતુ.

ગામમાં એવી પણ ચર્ચા છે કે તાંત્રિકે જમીનમાં દાટેલા ધનને મેળવવા માટે અંધશ્રદ્ધામાં આ હત્યા કરી છે. જોકે, પોલીસ હજી કંઇ કહી રહી નથી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી તાંત્રિક કલ્લુ ઉર્ફે કાલુ સહિત તેના પરિવારના ત્રણ લોકો ઉપરાંત થનાગાજી વિસ્તારના પંડિત સુનિલને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે.

આ છે નિર્મલ બાબુ. 11 વર્ષનો છોકરો. જેનો મૃતદેહ મળી આવ્યો.
આ છે નિર્મલ બાબુ. 11 વર્ષનો છોકરો. જેનો મૃતદેહ મળી આવ્યો.

પોલીસની મોટી બેદરકારી સામે આવી
26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે નિર્મલ ઘરમાંથી ગુમ થયો હતો. આ પછી તેના પિતા રઘુવીર અકબરપુર પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ, પોલીસે તેમની વાત સાંભળી ન હતી. બીજા દિવસે સવારે પણ પોલીસ ચોકી ગયા, ત્યારે પણ પોલીસે ફરિયાદ નોંધી નહીં. 27 ડિસેમ્બરે તેના પાડોશી કલ્લુએ બપોર બાદ જણાવ્યુ કે નિર્મલ ખેતરમાં પડ્યો છે.

ગામ માટે કૌટિલ્ય હતો 11 વર્ષીય નિર્મલ
11 વર્ષનો નિર્મલ ગામ અને પરિવાર માટે કૌટિલ્ય હતો. તેને આસ-પાસ પડોશના જ નહીં, પરંતુ સંબંધીઓના મોબાઇલ નંબર પણ એક વારમાં જ યાદ રહી જતાં હતા. તે ત્રીજા ધોરણમાં ભણતો હતો. નિર્મલને વધુ બે ભાઈઓ છે. સૌથી નાનો ભાઈ માનસિક રીતે નબળો છે. પિતા રઘુવીર મજૂરીનું કામ કરે છે. પિતાનું સ્વપ્ન હતું કે તે નિર્મલને સારી શાળામાં ભણાવે. એ જ તેમનું નામ રોશન કરશે. તેના પર એટલો વિશ્વાસ હતો કે તે ઘરના નાના-મોટા ખર્ચનો હિસાબ પણ તે જ રાખતો હતો.

અલવરના નાવલી ગામે ખેતરમાં પડેલા બાળકનો મૃતદેહ મળ્યો હતો.
અલવરના નાવલી ગામે ખેતરમાં પડેલા બાળકનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસે બાળકના પિતાને કાઢી મુક્યા: મૃત બાળકના મામા
મૃતક બાળકના મામા લાલસિંહ પોતે પોલીસમાં છે. તેમનું કહેવું છે કે, નિર્મલના ગુમ થયાની જાણ થતા જ 26 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે, અકબરપુર પોલીસ મથકે જાણ કરી. પરંતુ, પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. પોલીસે તેના પિતાને તેમ કહીને કાઢું મૂક્યા હતા કે ત્યાજ હશે તમારો છોકરો.અમારી પાસે નથી. ત્યાં જાઓ અને શોધો.

પીડિત પરિવારનું ઘર.
પીડિત પરિવારનું ઘર.

બીજા દિવસે તાંત્રિકનો ઢોંગ અને ખેતરમાંથી મૃતદેહ મળ્યો
બીજા જ દિવસે પરિવારે વહેલી સવારથી જ બાળકની શોધ શરૂ કરી દીધી હતી. બાળકનો પિતા પોલીસ ચોકી પર પાછા ગયા હતા. ત્યાં પહોંચ્યા પછી મને ઘરેથી ફોન આવ્યો કે તેનો પાડોશી કલ્લુ બાબા ઉર્ફે કાળુ આવ્યા છે. મતલબ કે તે તંત્ર વિદ્યામાં છે અને નિર્મલ બાબુ વિશે કહી રહ્યો હતો કે તે ખેતરમાં પડેલો છે. આ વાતની જાણ થતાં જ પરિવારના લોકો ખેતરોમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો નિર્મલનો મૃતદેહ મળી આવ્યો. પરંતુ, મૃત શરીરના કાન, નાક, નખ કાપી નાખવામાં આવ્યા હતા. તિલક લગાવેલું મળ્યું. જેના કારણે દરેકને લાગ્યું કે નિર્મલની બલી આપવામાં આવી છે.

પીડિત પરિવારનું ઘર. કાચા ઘરોની સામે શોકમાં ગમગીન પરિવારજનો.
પીડિત પરિવારનું ઘર. કાચા ઘરોની સામે શોકમાં ગમગીન પરિવારજનો.

આ કેસમાં માલખેડા પોલીસ અધિકારી સજ્જનસિંહે જણાવ્યું હતું કે કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો