• Home
  • National
  • live reports of migrant workers going up, mp from mumbai maharashtra

બમ્બઈથી બનારસઃ19 કલાકથી LIVE રિપોર્ટ / હજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

live reports of migrant workers going up, mp from mumbai maharashtra
X
live reports of migrant workers going up, mp from mumbai maharashtra

  • સોશિયલ ડિસ્ટેસીંગના હજારો મજૂર એક નાના પરિસરમાં કીડા મકોડાની જેમ ગયા, આગળ શું થયું કોઈને નથી ખબર
  • આખી રાત મજૂરો પુછતા રહ્યા કે, સાહેબ અહીંથી યુપી-બિહાર જવા માટે બસ મળશે? હે સાહેબ- આ બસ ક્યાંથી મળશે?

વિનોદ યાદવ

May 18, 2020, 04:34 PM IST

મુંબઈ. ભાસ્કરના પત્રકાર મુંબઈથી બનારસની સફર માટે નીકળ્યા છે. એ જ રસ્તાઓ પર જ્યાંથી લોકો પોત પોતાના ગામ તરફ જવા માટે નીકળી ગયા છે. ખુલ્લા પગે, પગપાળા, સાઈકલ, ટ્રક અથવા ગાડીઓ ભરી ભરીને. કોઈ પણ હાલમાં આ લોકો પોતાના ઘરે પહોંચવા માંગે છે, છેલ્લા કપરી ઘડીમાં આપણે ઘરે જ તો જઈએ છીએ. અમે આ જ રસ્તાઓની કહાનીઓ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

પાંચમા સમાચાર, મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ બોર્ડરના બિજાસન મંદિરથી મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ બોર્ડરની આ એ જગ્યા છે જ્યાં સરકારી બસો પ્રવાસીઓને મુકીને પાછી ફરી રહી છે. ચારેય બાજુ ભાગદોડ, શોર અને બસોની ધૂળ ઉડી રહી છે. દૂરથી જુઓ તો આ જગ્યા કોઈ શાકભાજી મંડી જેવી લાગે છે. ખુલ્લા મેદાનમાં એક આછી લાઈટ વચ્ચે પેપર પ્લેટ પર કોરા ચોખા ખાઈ રહી છે. મેં કહ્યું હેરાનગતિ તો ઘણી છે તો કહેવા લાગી કે હું આઠ મહિનાની ગર્ભવતી છું, બહું તકલીફ પડી રહી છે. 

રાજરાનીને ધક્કા મુક્કીથી તકલીફ પડી રહી છે. કહે છે એક ધક્કો વાગી જાય તો પેટમાં તકલીફ થવા માંડે છે. 

રાજરાનીને તેના પતિ દીપક વર્મા સાથે બાંદા જવાનું છે. દીપક મુંબઈના એક રેસ્ટોરન્ટમાં રસોઈયા હતા. માલિકે ન તો પૈસા આપ્યા કે ન સહારો આપ્યો, નોકરીમાંથી પણ કાઢી મુક્યો. મુશ્કેલી વિશે પુછતા હતાને વારંવાર આવા તડકામાં માથે ઓઢવું પડે છે. પગપાળા ચાલો કે, બસની રાહ જુઓ, સમસ્યા સામે લડીએ અહીંયા જીવવાનું મુશ્કેલ બન્યું છે, પણ માથેથી પલ્લુ નીચે ન પડવો જોઈએ.  તે કહે છે કે મુંબઈથી હું આવવા નહોતી માગતી. કારણ કે ગામમાં પણ હું જાણું છું કામ નથી જ્યારે પતિ નોકરી ન કરી શકો તો શું કરીએ, પતિની પાછળ પાછળ જવું પડે છે. રાજરાનીના જેઠ પણ તેમની સાથે છે. રાજરાનીએ કહ્યું કે, મારે ઉઠવા બેસવામાં ઘણી તકલીફ વેઠવી પડી રહી છે. જમવાનું પણ ઠેકાણું નથી હોતું. દીપકે જણાવ્યું કે, સેઠને કહ્યું હતું કે બે મહિનાની મદદ કરી દો પણ તેને કહ્યું મારી પાસે પૈસાનું ઝાડ નથી. બવે બાંદા જઈને આને તો પિયર મુકી આવીશ જેથી તેની ડિલેવરી સારી રીતે થઈ શકે. હવે તે પિયરમાં જ રહેશે. 

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બોર્ડર પર આ તસવીર રાતે 12 વાગ્યાની છે. 24 કલાક અહીંયા પ્રવાસીઓની અવર જવર ચાલું રહે છે.

 રાજરાની ભોળપણથી કહી રહી હતી કે, જ્યારે આદમીની નોકરી જ નથી તો સાસરીમાં મારું કોણ કરશે, તે નોકરી શોધશે કે ડિલેવરી કરાવડાવશે. જેટલું કમાયા હતા બે મહિનામાં ઘરે બેસીને ખાઈ લીધું. હવે જે પણ જેવું પણ કામ મળશે કરવું પડશે. 

 તેમની એક બીજી મોટી સમસ્યા છે કે ત્યાં બાંદા જઈને ક્વૉરન્ટીનમાં રહેવા નથી માંગતી, કહે છે તમારો નંબર આપી દો, બસ શાળામાં રહેવાથી મને બચાવી લો. મને એક એક પળ હવે ભારે પડી રહી છે.  પ્રવણીના પતિ નવાજુદ્દીનનું અલીબાગમાં સલૂન હતુ. ત્રણ મહિનાથી બંધ હતપં. જમવાના ફાંફા હતા અને આગળ કોઈ રસ્તો ન મળ્યો ઘરના લોકોએ ઘરે બોલાવ્યા છે એટલે જઈ રહ્યા છે. પ્રવિણ નવ મહિનાની ગર્ભવતી  છે ગમે ત્યારે ડિલેવરી થઈ શકે છે.

 પ્રવિણનું બીજું બાળક છે. તે એક દિવસ પહેલા જ તેના પતિ સાથે અલીબાગથી નીકળી હતી. બે દિવસ ટ્રકમાં લિફ્ટ લેતા લેતા અહીંયા સુધી પહોંચ્યા છે. હવે ઘરે ક્યારે પહોંચશે તેનો કોઈ અંદાજો નથી. 

મેં પ્રવિણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેને મારો હાથ પકડીને કહ્યું મારી સાથે ચાલો, મારે ટોયલેટ જાવું છે અહીંયા કોઈ કહેતું નથી. અહીંયા ત્યાં પુછી પુછીને ભીડને હટાવતી હું તેનો હાથ પકડીને ગઈ હતી. થોડેક દૂર અંધારામાં સુમસાન જગ્યાએ એક મોબાઈલ ટોયલેટ દેખાયું હતું.  ત્યાં ગઈ તો ખરા પણ ખાંસતા ખાંસતા બહાર આવી ગઈ અને કહ્યું અંદર કેટલી ગંદકી છે. પગ મુકવાની જગ્યા નથી. ત્યાં સુધી પ્રવિણનો પતિ પાણીની બોટલ લઈને આવે છે. અમે તેને બીજી જગ્યાએ ટોયલેટ કરાવવા માટે લઈ ગયા હતા.

આ જગ્યા પર લગભગ 4000 લોકો હશે.આટલા લોકો માટે વચ્ચે માત્ર એક મોબાઈલ ટોયલેટ છે.

  પ્રવિણના પતિએ જણાવ્યું કે, જાનવરોની મંડી લાગે છે, અમારા ત્યાં આવી જ મંડી હોય છે. ફરી પ્રવિણ સાથે વાત કરી તો તે રડવા લાગી તેણે કહ્યું કે, હું સવારે પાણી પણ નથી પીતી, જેથી મને પેશાબ ન લાગે. પેશાબ આવે તો દુખાવો થાય છે. જમવાનું નથી મળતું, આરામ નથી મળતો કેવી જીંદગી થઈ ગઈ છે. પ્રવિણના પતિએ તેની અને પોતાની 26 માર્ચની ટિકિટ કરાવી હતી પણ તે કેન્સલ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, બે ટિકિટના 1350 રૂપિયા સરકારે હજુ સુધી પાછા આપ્યા નથી.

મીરાને સિદ્ધાર્થનગર જવાનું છે, તેને સિજેરિયનથી બાળક થયું છે.

વસ્તીમાં જવાની આસિયા ખાતૂન રડતા બાળકને સાચવી શકતી નથી. તેને જણાવ્યું કે, પતિ ભંગાર(સ્ક્રેપ)માં કામ કરતા હતા. બધું કામ બંધ થઈ ગયું છે. હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે કામ નથી પણ ભૂખ્યા નહીં રહીએ. આસિયા ખાતૂનના ખોળામાં છ મહિનાનું બાળક છે, જેને દૂધ જોઈએ છે. તેમણી નણંદે કહ્યું મુશ્કેલી જ મુશ્કેલી છે. જમવાનું નથી મળતું એટલા માટે આસિયાનું દૂધ ઉતરી રહ્યું છે. બાળક રડી રહ્યું છે. ગરમી લાગે છે ભીડમાં ડર લાગે છે. 

મીર યાદવના ખોળામાં થોડાક દિવસોનું બાળક છે. તે એકલી જ છે. તેને પણ વસ્તી જવાનું છે. તેણે જણાવ્યું કે, અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે મારા પતિ સાથે આવી શકતા. પતિ મુંબઈમાં જ રહ્યા અને હું એકલી 15 દિવસના બાળકને ઉઠાવીને ધક્કા ખાતી ખાતી અહીંયા સુધી પહોંચી છું. 

ટાંકા દેખાડીને જણાવ્યું કે, આમા એટલું દુખે છે કે જીવ નીકળી જાય છે. કોઈનો હાથ અડી જાય તો લાગે છે કે કપાઈ ગયું છે. અને સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે બાળક એટલું રડે છે મારાથી સહન જ નથી થતું. તેમણે જણાવ્યું કે, સરકાર પોતાની જવાબદારી સમજીને અહીંયા સુધી મુકવા આવે છે પણ તેઓ એવી રીતે મુકીને જાય છે કે હવે ભલે ગમે તે થાય તમારી સાથ. કોરોના કે પછી કોઈ પણ બિમારી થાય.મમતાનું કહેવું છે કે ત્રણ દિવસથી બેસેલી છું અને ત્રણ દિવસ હજુ વધારે બેસીને જવાનું છે. ગરમીમાં હાલત ખરાબ થઈ રહી છે. મારી પાસે દવા પણ નથી. તબિયત ખરાબ થઈ રહી છે કારણ કે મને વારંવાર ઊલટી થઈ રહી છે. મમતાના કારણે વારંવાર ગાડી રોકવી પડે છે. 

પરિવારમાં પાંચ મહિલાઓ છે જેમાંથી બે ગર્ભવતી છે. અમૃતાને પાંચમો મહિનો છે અને મમતાને આઠમો

તેણે જણાવ્યું કે, બેસાતું પણ નથી, પણ ઓછી જગ્યા હોવાના કારણે ફેલાઈને બેસવાનું પણ ના પાડે છે. પીવાનું પાણી પણ નથી આ લોકો પાસે. જમવાની વાત કરું તો એક ટાઈમનું જમવાનું સાથે લીધું હતું બાકીનું જમવાનું રસ્તાના ભરોસે છે. ક્યાંક મળી જાય છે તો ક્યાંક નથી પણ મળતું. 

મમતા કહે છે કે, મુંબઈમાં સમજાતું ન હતું કે ડિલેવરી કેવી રીતે થશે, ક્યાં થશે. સરકારી હોસ્પિટલે તો દર્દી લેવાનું પણ બંધ કરી દીધું હતું. અમૃતાના જણાવ્યા પ્રમાણે, સરકારી હોસ્પિટલવાળાઓએ દવા આપવાનું પણ બંધ કરી દીધું હતું. એ લોકો કહેતા હતા કે માત્ર કોરોના માટે જ આવો. સોનોગ્રાફી  પણ નથી થઈ રહી. દવા જ નથી મળતી મુંબઈમાં રહીને શું કરવાનું. અમૃતાએ જણાવ્યું કે, તકલીફ તો દરેક વાત માટે છે. ટ્રકમાં આવી સ્થિતિમાં ચઢવું ઉતરવું  વધારે તકલીફ પડે છે. અમૃતાના પતિ તેમની સાથે નથી આવ્યા. તેમને અમૃતાને સગા વ્હાલાઓ સાથે એકલી મોકલી દીધી છે તે બાઈક લઈને આઝમગઢ જશે. 

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 
બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે

ચોથા રિપોર્ટઃબમ્બઈથી બનારસ LIVE / મહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી