તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Live Report From Maoist Training Camps For The First Time, Giving Salary Of Up To 12 Thousand, 800 Naxalite Recruitment In 80 Days, Even 8 Year Old Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલિયોના ગઢથી ગ્રાઉન્ડ રિપોર્ટ:માઓવાદી ટ્રેનિંગ કેમ્પમાં ભાસ્કર પહોંચ્યું, સેલેરીની લાલચ આપીને 80 દિવસમાં 800 નક્સલી ભરતી કર્યા

ચાઈબાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
નક્સલી ગામે ગામ કેમ્પ લગાવીને યુવાનોને ભરતી કરી રહ્યાં છે, આદેશ ન માને તો અપહરણ કરવાની ધમકી પણ આપે છે - Divya Bhaskar
નક્સલી ગામે ગામ કેમ્પ લગાવીને યુવાનોને ભરતી કરી રહ્યાં છે, આદેશ ન માને તો અપહરણ કરવાની ધમકી પણ આપે છે
 • ભાસ્કરને ઈન્વેસ્ટિગેશનમાં છ દિવસ લાગ્યા, ત્રીજા દિવસે ટીમ પહાડી પર પહોંચી
 • નોટબંધીના કારણે આર્થિક સંકટમાં નક્સલી, ભરતી અને વસુલાત વધારાઈ

ઝારખંડમાં ગત વર્ષોમાં પોલીસની સખતાઈ અને એન્ટી નક્સલ ઓપરેશનના કારણે નક્સલી સંગઠન નબળુ પડી ગયું છે. કોરોના લોકડાઉન પછી આર્થિક રૂપમાં પણ તેમની હાલત ખરાબ છે. એવામાં નક્સલી વસુલાત માટ પણ ભરતી અભિયાન ચલાવી રહ્યાં છે. ભરતીનો ટ્રેન્ડ પણ બદલી દેવાયો છે.યુવાનોને દર મહિને 10-12 હજાર રૂપિયાની સેલેરીની લાલચ આપીને સંગઠનમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. બાળકોને પણ આમાં ભરતી કરવામાં આવી રહ્યાં છે.

માઓવાદી ગિરિડીહ, હજારીબાગ, ચતરા, લાતેહાર, પલામૂ, ગુમલા, ખૂંટી, સરાયકેલા અને પશ્વિમ સિંહભૂમમાં સંગઠનનો વિસ્તાર કરી રહ્યાં છે. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ઝારખંડમાં 800થી વધુ યુવાનો અને બાળકોને સંગઠનમાં ભરતી કરવામાં આવ્યા. ભરત થનારમાં આઠ વર્ષના બાળકોથી માંડી 25 વર્ષના યુવક યુવતી સામેલ છે.

જંગલોમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
લાતેહારના બૂઢા પહાડમાં વધુ 300 અને સિંહભૂમના કોલ્હાન-પોડાહાટ જંગલમાં 200થી વધુ યુવાન-બાળકોની ટ્રેનિંગ ચાલી રહી છે.સંગઠનને આર્થિક તંગીથી બહાર કાઢવા માટે ગ્રામિણ વિસ્તારમાં કામ કરી રહેલા કંપનીઓ અને ઠેકેદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી છે. બીક પેદા કરવા માટે હાલના દિવસોમાં નક્સલિઓએ ઘણી ઘટનાઓને અંજામ આપ્યો છે. નક્સલી સંગઠનમાંથી અલગ થઈ ગયેલા પૂર્વ માઓવાદીઓને પણ પાછા સામેલ કરવામાં આવી રહ્યાં છે.

પહેલી વખત ભાસ્કરની બે ટીમે 6 દિવસમાં બૂઢા પહાડ, પોડાહાટ અને પારસથાન વિસ્તારમાં નક્સલિઓના ભરતી કેમ્પની સમીક્ષા કરી. ત્રણેય જગ્યાએ ભરતી કરવા માટે ભીડ ભાડ વાળા વિસ્તારમાં ફોર્મ-પોસ્ટર લગાડવામાં આવી રહ્યાં છે. અમારી એક ટીમ ત્રણ દિવસમાં લાતેહારથી 88 કિમી સફર કરીને બૂઢા પહાડ પર પહોંચી.

સફરમાં કુજરૂમથી આગળ વધ્યા પછી એક ગામમાં નક્સલી નવનીત ગંઝૂ યુવાનોને ભરતી કરી રહ્યો હતો. ગામનો વિકાસ હજી સુધી નથી થઈ શક્યો. વ્યવસ્થાનો હવાલો આપતા નક્સલી નેતા તેને વ્યવસ્થા બદલવા માટે સંગઠનમાં ભરતી થવાની અપીલ કરી રહ્યો હતો. એકદમ પછાત આ ગામમાં સંગઠન સાથે જોડાવા માટે બાળકોને 5થી 8 હજાર અને યુવાનોને 10થી 12 હજાર રૂપિયા સેલેરી આપવાની વાત પણ કહેવામાં આવી છે. અહીંયા અમુક યુવકો ભરતી પણ થયા. તેમને ટ્રેનિંગ માટે બૂઢા પહાડ મોકલી દેવાયા.

નક્સલી અપહરણ કરવાની ધમકી પણ આપી રહ્યાં છે
નક્સલીઓનું ભરતી મિશન માત્ર લાલચ સુધી સીમિત નથી. શરતો ન સ્વીકારે તો બળજબરી ઉઠાવી લઈ જવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી. ત્રીજા દિવસે લાટૂ ગામના ગ્રામિણો પાસેથી વિસ્તારની સમજણ લઈને અમારી ટીમ બૂઢા પહાડના શિખર પહોંચી. અહીંયા 300 યુવક યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. પુછ્યું તો કહ્યું કે, 45 દિવસની ટ્રેનિંગ પછી નક્સલીઓનો મોટી લશ્કરી ટુકડી તૈયાર થાય છે. બૂઢા પહાડની વ્યવસ્થા નક્સલી નેતા નવીન, બલરામ અને છોટૂ ખરવાર સંભાળે છે.

માઓવાદના પાઠ સાથે દિવસની શરૂઆત
ટ્રેનિંગ કેમ્પમાં દિવસની શરૂઆત માઓવાદના પાઠથી થાય છે. વિમલેશ ગંઝુ નામના નક્સલીએ સંગઠનમાં આવેલા નવા યુવકોને માઓવાદનો પાઠ ભણાવ્યો. સંગઠનની માહિતી પણ આપી. બીજા સત્રમાં સરકારી વ્યવસ્થા વિરુદ્ધ આક્રોશ ભરાયો હતો.

નક્સલીઓનો કોમરેડ-એમપીરેટ ફોર્મ્યુલા
નવા રંગરૂપને પહેલી વખત આતંકની નવી પરિભાષા હેઠળ શિક્ષા આપવામાં આવી રહી છે. જેના માટે નક્સલીઓએ કોમરેડ-એમપીરેટ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો છે.
1.કોમરેડ- કન્ટિન્યૂ ઓપેન મની ફોર રિક્રુટમેન્ટ એન્ડ અટેક ડેવલપમેન્ટ ફોર એક્સપેન્શન.એટલે કે સંગઠનમાં દાખલ થવા માટે પૈસાનો ફ્લો ચાલું રાખવો અને વિકાસ કાર્યો પર અટેક કરીને તેનો વિસ્તાર કરવો.
2.એમપીરેટ- મની, પાવર, રિક્રુટમેન્ટ, એક્સપેન્શન, ટેરર. એટલે કે ધન, શક્તિ, ભરતી, વિસ્તાર, આતંકની એક સાથે ચાલું રાખવો

નક્સલી કેમ્પમાં હથિયારોની ટ્રેનિંગ
બૂઢા પહાડ કેમ્પમાં નવા છોકરાઓની ભરતી પછી તેમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બપોર પછી નક્સલી વિમલેશ ગંઝુ તેમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યાં છે. જાણકારોએ જણાવ્યું કે, લોકડઉાનમાં ભરતી થયેલા યુવાનોનું આ નવું ગ્રુપ છે.

નવા ભરતી થયેલા નક્સલીઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. દર દિવસે તેના માટે સેશન નક્કી કરવામાં આવ્યું છે.
નવા ભરતી થયેલા નક્સલીઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. દર દિવસે તેના માટે સેશન નક્કી કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો