તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવભૂમિ ઉત્તરાખંડમાં લગભગ સાડા સાત વર્ષ ફરીથી કુદરતી કહેર જોવા મળ્યો. અમે તમને દુર્ઘટનાવાળી જગ્યા એટલે કે ચમોલી જિલ્લાના રૈણી ગામથી ગ્રાઉન્ડ રિપોર્ટ આપી રહ્યાં છીએ. આ એ જ જગ્યાએ છે, જ્યાં ગ્લેશિયર તૂટવાથી સૌથી વધુ નુકસાન થયું છે. ગર્વમેન્ટ પીજી કોલેજ કર્ણપ્રયાગના ડૉ. વીપી ભટ્ટ અને ગોપેશ્વર ગર્વમેન્ટ પીજી કોલેજના ડૉ. અખિલેશ કુકરેતીએ ભાસ્કર માહટે આ રિપોર્ટ આપ્યો છે....
'હું ડૉ. વીપી ભટ્ટ કર્ણપ્રયાગના ગર્વમેન્ટ પીજી કોલેજમાં પ્રોફેસર છું. આજે તમને મારા સાથી ડૉ. અખિલેશ કુકરેતીની સાથે ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની સમગ્ર ઘટનાનો નજરે જોયેલી ઘટના વર્ણવી રહ્યો છું. આ દર્દનાક દુર્ઘટનાની ચીસો અમારા કાનમાં હજુ સંભળાઈ રહી છે. અમે આ દુર્ઘટનામાં અમારા પ્રિય સ્ટૂડન્ટના પરિવારના સભ્યોને પણ ગુમાવી દીધા છે. ચમોલી જિલ્લાની કુલ વસ્તી 3.90 લાખ છે. લીલોછમ પ્રદેશ અને પહાડોની સુંદરતા આ પ્રદેશની એક ઓળખ છે. જો કે આજની દુર્ઘટનાએ આપણને બધાંને હલબલાવી દિધા છે.'
આ આપદા સવારે લગભગ 10 વાગ્યે ઘટી. તપોવનના રૈણી ગામની પાસે સપ્તરૂષિ અને ચંબા પહાડ છે. આ બંને પહાડોની વચ્ચે સૌથી નીચેના ભાગથી ગ્લેશિયર તૂટીને રૂષિભંગા નદિમાં પડ્યો હતો. જેના કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું. જોતજોતમાં જ નદીની પાસે મુરિંડા જંગલ તેની ઝપેટમાં આવી સાફ થઈ ગયું. લગભગ 15થી 20 હેક્ટર જંગલને નુકસાન થયું. આ તે જ જંગલ છે જ્યાંથી 1970માં ગૌરા દેવીએ ચિપકો મુવમેન્ટનો પ્રારંભ કર્યો હતો.
જે બાદ રૂષિગંગા પાવર પ્રોજેક્ટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાય ગયો. પ્રોજેક્ટમાં કામ કરી રહેલાં લગભગ 200 લોકો ફંસાય ગયા. જેમાં મજૂરથી લઈને પ્રોજેક્ટના ઓફિસર છે. આ પાવર પ્રોજેક્ટની બીજી બાજુ રૈણી ગામ છે. આ ગામની આજુબાજુ સંભઇ, જુગજુ, જુવાગ્વાર, રિંગિ, તપોવન, ભંગુલે અને ધાક ગામ છે. એટલું સારું થયું કે પાણીનો પ્રવાહ આ ગામ તરફ ન આવ્યો નહીંતર સ્થિતિ હદથી વધુ ખરાબ થઈ જાત. આ ગામોમા લગભગ બે હજારની વસ્તી વસવાટ કરે છે.
ગામમાંથી બહાર અને રૂષિગંગા નદીના કિનારે ઉપરની બાજુ મારા સ્ટૂડન્ટ દેવેન્દ્રસિંહ રાવતનું ઘર છે. દેવેન્દ્ર GIC પાંડુકેશ્વરમાં બાયોલોજીના પ્રવક્તા છે. દેવેન્દ્રનાભાઈએ જ્યારે ગ્લેશિયર તૂટવાનો અવાજ સાંભળ્યો તો તેઓ નદીની પાસે પહોંચી ગયા. કંઈ સમજે તે પહેલાં ઉપરથી આવેલા પાણી તેમને તાણી ગયા.
રૂષિગંગા પાવર પ્રોજેક્ટને તબાહ કર્યા બાદ પૂર આગળ વધ્યું અને ભારત-ચીનને જોડતો બ્રિજ પણ ખેંચી ગયો. આ બ્રિજ એકમાત્ર હતો જેને આપણાં સૈનિકોને ચીન બોર્ડર પર પહોંચાડે છે. બ્રિજ તૂટ્યાં બાદ આજુબાજુના 12 ગામો સાથેના કનેક્શન પણ તૂટી ગયા. જેમાં પલ્લા રૈણી, લાતા, સુરાઇથોત, તોલમ, સુકિ, ભલગાંવ, પંગરસુ, તમકનાલા છે. પૂરમાં ઘાસ કાપવા ગયેલી લગભગ 30 મહિલાઓ પણ તણાઈ ગઈ. જે બાદ પૂર ધૌલીગંગા નદીમાં સમાઈ ગયું. જ્યાં તેની ગતિમાં વધારો થયો.
થોડી જ મિનિટોમાં જ નદિ કિનારે કાલી મંદિર અને NTPCના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પાણી-પાણી થઈ ગયા. અહીં લગભગ 180થી 200 લોકોની ભાળ નથી મળી રહી. હવે આ પુર પીપલ કોટી, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રૂદ્રપ્રયાગ, શ્રીનગર, રૂષિકેશ અને હરિદ્વાર તરફ વધી રહ્યું છે, પરંતુ જો કે હાલ તે નબળું પડી ગયું છે. તેની ગતિ ઘટી ગઈ છે. જેનાથી આ ત્રણ વિસ્તારમાં રહેતા લોકોને કોઈ જ ખતરો નથી.
- આ બધું ભાસ્કર જર્નાલિસ્ટ હિમાંશુ મિશ્રને જણાવ્યું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.